નવી દિલ્હી: TRAI એ DTH અને કેબલ ટીવી ઓપરેટર્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. તેમણે 1 ફેબ્રુઆરી 2019થી લાગૂ પણ કરી દીધા છે. હવે Tata Sky એ પોતાના HD એડ-ઓન પેક્સમાં કેટલીક નવી ઓફર કરી છે. તેમને મિની પેક્સનું નામ આપ્યું છે. તેમની કિંમત માત્ર 5 રૂપિયાથી શરૂ થાય છે. ત્યારબા હવે Tata Sky ની પાસે 21 SD ચેનલ અને 21 HD ચેનલ પેક્સ થઇ ગયા છે. આ વાતની જાણકારી Tata Sky પર આપવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે


Tata Sky ના મિની પેક્સ
આ પેક્સમાં 13 નવા મિની પેક્સ સામેલ છે. તમને જણાવી દઇએ કે આ 13 એડ-ઓન પેક્સ છે. તેનાથી પહેલાં પણ કંપનીએ HD અને SD પેક્સના કોમ્બો પેક લોન્ચ કર્યા હતા. પરંતુ નવા પેક્સ તેમાંથી કંઇક અલગ છે. Tamil Regional HD પેકની કિંમત 164 રૂપિયા છે. તો બીજી તરફ Tamil Mini HD પેકની કિંમત 81 રૂપિયા, Telugu Regional અને Mini HD પેકની કિંમત ક્રમશ: 216 રૂપિયા અને 90 રૂપિયા છે. આ પેક કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી ભાષાઓમાં જ ઉપલબ્ધ છે. આ બધા પેક્સ બધી રીજનલ HD પેક અથવા મિની HD પેકના પેયરમાં આવે છે. આ ઉપરાંત એક પેકમાં ઇગ્લિંશ મૂવીઝ HD મિની પેક પણ ઉપલબ્ધ છે. તેમાં 12 ચેનલ્સ ઉપલબ્ધ છે જેની કિંમત 162 રૂપિયા છે. 

Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો


સૌથી ઓછી કિંમતમાં 5 રૂપિયાનું પેક ઉપલબ્ધ છે. તેમાં 9 હિંદી ન્યૂઝ ચેનલ ઉપલબ્ધ છે. તો બીજી તરફ 7 રૂપિયામાં 7 મ્યૂઝિક આપવામાં આવી છે. આ ઉપરાંત પણ ઘણા પેક્સ ઉપલબ્ધ છે જેની જાણકારી તેની વેબસાઇટ પર જઇને લઇ શકાશે.