નોકરીયાતો ખુશીથી બોલી ઉઠશે બલ્લે-બલ્લે, મળી શકે છે આ 3 મોટી ભેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ કેન્દ્રીય બજેટ (Budget 2022) રજૂ કરશે. આ વખતે તે ચોથી વખત બજેટ રજૂ કરશે. બજેટ પહેલા વિવિધ ક્ષેત્રોને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એગ્રીકલ્ચર હોય કે રિયલ એસ્ટેટ સેક્ટર, હેલ્થ સેક્ટર હોય કે પછી રોજગારી, દરેકને આ વખતના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
નવી દિલ્હી: Tax Exemption In Budget : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ કેન્દ્રીય બજેટ (Budget 2022) રજૂ કરશે. આ વખતે તે ચોથી વખત બજેટ રજૂ કરશે. બજેટ પહેલા વિવિધ ક્ષેત્રોને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એગ્રીકલ્ચર હોય કે રિયલ એસ્ટેટ સેક્ટર, હેલ્થ સેક્ટર હોય કે પછી રોજગારી, દરેકને આ વખતના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
ઘણા વર્ષોથી ટેક્સ મુક્તિમાં કોઈ વધારો નથી
નોકરીયાત લોકોને મોદી સરકાર પાસે ટેક્સ મુક્તિની લિમિટ (Tax Exemption limit) માં વધારો કરે તેવી આશા છે. છેલ્લા ઘણા સમયથી ટેક્સ મુક્તિ મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પહેલા ટેક્સમાં છૂટની જાહેરાત કરીને તે નોકરીયાતોને ખુશ કરી શકે છે. ચાલો જાણીએ કે આ બજેટમાં પગારદાર વ્યક્તિને બીજું શું મળી શકે છે.
વધી શકે છે ટેક્સ મુક્તિ મર્યાદા
હાલમાં ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. છેલ્લા 8 વર્ષથી તેમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ કરમુક્તિની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. કરદાતાઓની માંગ છે કે આ મુક્તિ 2.5 લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવે. પરંતુ સરકાર તેને વધારીને ત્રણ લાખ કરી શકે તેવી અપેક્ષા છે. એમપણ આ વખતે યુપી જેવા મોટા રાજ્યમાં ચૂંટણી છે, તો સરકાર નોકરીયાત વ્યક્તિને ખુશ કરી શકે છે.
80Cમાં વધી શકે છે છૂટનો દાયરો
હાલમાં, આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટની જોગવાઈ છે. 2014માં તે એકથી વધારીને દોઢ લાખ કરવામાં આવી હતી. પગારદાર વ્યક્તિનો ટેક્સ બચાવવા માટે આ વિભાગ સૌથી મહત્વપૂર્ણ છે. આ બજેટમાં આ મર્યાદા દોઢથી વધારીને બે લાખ રૂપિયા થવાની ધારણા છે.
ટેક્સ ફ્રી થઇ શકે છે 3 વર્ષની FD
ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) એ માંગ કરી છે કે કરમુક્ત એફડીનો લોક-ઇન સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવો જોઈએ. બેંકોએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. PPF પર વ્યાજ દર FDની સરખામણીમાં વધુ સારો છે. આવી સ્થિતિમાં લોકો એફડીમાં ઓછું રોકાણ કરી રહ્યા છે. રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડ અને શેર તરફ વળ્યા છે. એવામાં ત્રણ વર્ષની એફડીને ટેક્સ સેવર એફડીમાં સામેલ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube