TWITTER COST CUTTING: ઈલેક્ટ્રીક કારના નિર્માણ અને લોકોને અવકાશની સફરે લઈ જવાના કામમાં જોડાયેલા ઈલોન મસ્ક માટે ટ્વિટરની ખરીદી મુશ્કેલીઓ તાણી લાવી છે. ટ્વિટરમાં કોસ્ટ કટિંગ કરવા જતા મસ્ક એવી ભૂલો કરી બેઠા છે, જે તેમના કર્મચારીઓ માટે ભારે પડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈલોન મસ્કે ટ્વિટરને ખરીદી તો લીધી છે, પણ કંપનીના સંચાલન માટેનાં તેમના ઘણા નિર્ણયો કર્મચારીઓની કારકિર્દી અને ખુદ કંપનીની ઈમેજ માટે ઝટકા સમાન સાબિત થયા છે. કોસ્ટ કટિંગ માટે મસ્કે જે કવાયત શરૂ કરી છે, તેનાથી કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાના એક અગ્રણી અખબારનાં અહેવાલનું માનીએ તો ટ્વિટરે ઓફિસોનાં ભાડાં અને સફાઈ સહિતની સેવાઓ માટે લાખો ડોલરનો ખર્ચ કરવાનું બંધ કરી દીધું છે, જેના કારણે ટ્વિટરનાં ઘણા કર્મચારીઓએ ઘરેથી ટોઈલેટ પેપર લઈને આવવું પડે છે.


આ પણ ખાસ વાંચોઃ


ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પહેલો પોલીસ કેસ! પતંગ ઉડાવતા પહેલાં જાણી લેજો આ વાત


આજથી ગુજકેટ પરીક્ષાના અહીં ભરી શકાશે ફોર્મ, વિદ્યાર્થીઓને આટલી ભરવી પડશે ઓનલાઈન


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી


કર્મચારીઓએ ઘરેથી ટોઈલેટ પેપર લાવવા પડે છે-
મસ્કે અમેરિકાનાં સિએટલની ઓફિસનું ભાડું ચૂકવવાનું બંધ કરી દેતા હવે કંપનીએ આ ઓફિસ ખાલી કરવાની નોબત આવી શકે છે. કેટલીક ઓફિસોમાં સફાઈ અને સિક્યોટિરીની સેવાઓ પર કાપ મૂકાયો છે. જેના કારણે કર્મચારીઓએ ઘરેથી ટોઈલેટ પેપર લઈને આવવું પડે છે.


મસ્કે હેડ ક્વાર્ટરમાં સફાઈકામ બંધ કરાવ્યું-
સારા પગારની માગ સાથે કર્મચારીઓ હડતાળ પર ઉતરતા ટ્વિટરે ડિસેમ્બરમાં સાન ફ્રાન્સિસ્કોમાં પોતાનાં હેડ ક્વાર્ટરમાં સફાઈની સેવાઓ બંધ કરી દીધી હતી. સફાઈ કર્મચારીઓની ગેરહાજરીને કારણે હેડક્વાર્ટરમાં ગંદકી વધી. સફાઈના અભાવે બાથરૂમોમાં દુર્ગંધ અને કચરાથી ઉભરાતી કચરાપેટીઓથી કર્મચારીઓ પરેશાન હતા. મસ્કે કંપનીના હેડક્વાર્ટરના ચાર માળ પણ બંધ કરી દીધા છે, જેના કારણે કર્મચારીઓએ ફક્ત બે જ માળનો ઉપયોગ કરવો પડે છે. ટ્વિટરે આ ઓફિસનું 1,36,260 ડોલરનું ભાડું ચૂકવવાનું બાકી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્વિટરે સેક્રામેન્ટોમાં આવેલું પોતાનું ડેટા સેન્ટર બંધ કરી દીધું હતું. 


ટ્વિટરના કર્મચારીઓની છટણી-
ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ કઈ હદે છટણી કરી છે, તેનું એક મોટું ઉદાહરણ એ છે કે કંપનીના કર્મચારીઓની સંખ્યા 7800થી ઘટીને 2000 રહી ગઈ છે. મસ્ક પોતે સ્વીકારે છે કે તેમણે પાંચ સપ્તાહ સુધી કોસ્ટ કટિંગથી મહત્વનું કોઈ કામ નથી કર્યું. આ બધું તેઓ ટ્વિટરનાં બજેટમાં 3 અબજ ડોલરની ખાધને પૂરવા માટે કરી રહ્યા છે.


ઈલોન મસ્ક કેમ દબાણ હેઠળ છે?
મસ્કે ઓક્ટોબર 2022માં 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદી હતી. આ ડીલને પગલે કંપની પર વર્ષે એક અબજ ડોલરની વ્યાજની ચૂકવણી કરવાની જવાબદારી વધી છે. મસ્કની મોટા ભાગની સંપત્તિ ટેસ્લામાં શેરની માલિકી સ્વરૂપે છે. જો કે મસ્કે ટ્વિટર ખરીદ્યું ત્યારથી અત્યાર સુધી ટેસ્લાના શેરના મૂલ્યમાં અડધાથી વધુનું ધોવાણ થયું છે. મસ્કે એપ્રિલમાં ટ્વિટર ખરીદવાની તૈયારી શરૂ કરી હતી, આ માટે તેમણે ટેસ્લાના 23 અબજ ડોલરનાં શેર વેચ્યા છે. એટલે કે ટ્વિટરની ખરીદીથી તેમનાં મૂળ વ્યવસાયને નુકસાન થયું છે.


આ પણ ખાસ વાંચોઃ


પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


LIC Jeevan Akshay: એકવાર રોકાણ કરો અને મેળવો 20,000નું માસિક પેન્શન


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી