નવી દિલ્હી: પાંચ વર્ષ માટે રૂ. 12,195 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે ટેલીકોમ ઉત્પાદનને વેગ મળશે, જે રૂ. 2 લાખ કરોડથી વધારેના ઉત્પાદન તરફ દોરી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રૂ. 12,195 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો માટે ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન (પીએલઆઇ) યોજનાને મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન (પીએલઆઇ) યોજનાનો આશય ભારતમાં ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોના લક્ષિત સેગમેન્ટમાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને રોકાણને આકર્ષવા નાણાકીય પ્રોત્સાહન આપવાની જોગવાઈ ધરાવે છે.

શું WhatsApp નો ખેલ ખતમ, Modi સરકારે લોન્ચ કરી નવી મેસેજિંગ એપ


આ યોજના અંતર્ગત ભારતમાં ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોના ચોક્કસ ઉત્પાદનોમાં સંકળાયેલી કંપનીઓ/સંસ્થાઓને પ્રોત્સાહન કે નાણાકીય પ્રોત્સાહન પ્રદાન કરવામાં આવશે. યોજના માટે પસંદગીની લાયકાતના ધારાધોરણો આધારભૂત વર્ષ 2019-2020થી ચાર વર્ષથી વધારે ગાળામાં સંચિત સંવર્ધિત રોકાણની લઘુતમ મર્યાદા હાંસલ કરવાને તથા ઉત્પાદિત ચીજવસ્તુઓના સંવર્ધિત વેચાણમાંથી થયેલી કુલ આવક (કરવેરાની ચુકવણી કર્યા પછી) (વેપાર થયેલી ચીજવસ્તુઓથી અલગ)ને આધિન રહેશે. સંચિત રોકાણ એકસાથે થઈ શકશે, જે ચાર વર્ષ માટે સૂચિત વાર્ષિક સંચિત મર્યાદાને આધિન છે.


આંતરરાષ્ટ્રીય ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોની નિકાસનું બજાર અંદાજે 100 અબજ ડોલરનું  છે, જેમાં વિશાળ તકો રહેલી છે. ભારત આ તકોનો ઉપયોગ કરી શકે છે. આ યોજનાના સાથસહકાર સાથે ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી મોટા પાયે રોકાણને આકર્ષીને ક્ષમતામાં વધારો કરશે અને સાથે-સાથે સ્થાનિક સફળ કંપનીઓને વિકસતી તકો ઝડપવા પ્રોત્સાહન આપશે અને નિકાસ બજારમાં મોટી કંપની બનવાની તક પૂરી પાડશે.

NASA દ્રારા 11 વર્ષની Deepshikha ને મળ્યું સન્માન, US એજન્સીએ કવર પેજ પર આપ્યું સ્થાન


ભારતની ઉત્પાદન ક્ષમતા વધારવા અને નિકાસને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારત વ્યૂહરચનાઓને જાળવી રાખતી આ યોજના નવેમ્બર, 2020માં મંત્રીમંડળે ટેલીકોમ વિભાગ (ડીઓટી) સહિત વિવિધ મંત્રાલયો/વિભાગો અંતર્ગત પીએલઆઈના અમલીકરણ માટે મંજૂર કરેલી મૂળ યોજનાનો ભાગ છે.


આધારભૂત વર્ષથી 5 વર્ષના ગાળા માટે એમએસએમઈ માટે 7 ટકાથી 4 ટકાના પ્રોત્સાહન સાથે લઘુતમ રોકાણની મર્યાદા રૂ. 10 કરોડ હશે તથા અન્ય માટે 6 ટકાથી 4 ટકાના પ્રોત્સાહન સાથે લઘુતમ રોકાણની મર્યાદા રૂ. 100 કરોડ હશે. એમએસએમઈ અને બિનએમએસએમઈ કેટેગરી અંતર્ગત નિશ્ચિત લઘુતમ રોકાણ મર્યાદાથી વધારે રોકાણ કરવા ઇચ્છતાં અરજદારોની પસંદગી પારદર્શક પ્રક્રિયા દ્વારા થશે.

આ તો કેવી કમનસીબી!!! આલીશાન ઘરનું સપનું તૂટી ગયું, જીવનભરની કમાણીને ખાઇ ગઇ ઉધઈ


આ યોજના સાથે ભારત ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે એની સ્થિતિ મજબૂત કરશે. 5 વર્ષના ગાળામાં આશરે રૂ. 2 લાખ કરોડનું સંવર્ધિત ઉત્પાદન હાંસલ થવાની અપેક્ષા છે. ભારત સંવર્ધિત મૂલ્ય સંવર્ધન સાથે ઉત્પાદનમાં એની સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે.આ યોજના રૂ. 3,000 કરોડથી વધારેનું રોકાણ લાવશે અને એનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મોટી સંખ્યામાં રોજગારી પેદા થશે એવી અપેક્ષા છે.

Covid special Train માંથી મળ્યો 'ખજાનો', અડધી રાત સુધી ચાલી ગણતરી


આ નીતિ મારફતે ભારત આત્મનિર્ભર બનવાના માર્ગે આગેકૂચ કરશે. ભારતમાં મોટા પાયે ઉત્પાદનને પ્રોત્સાહન આપીને સ્થાનિક મૂલ્ય સંવર્ધનમાં તબક્કાવાર રીતે વધારો કરવામાં આવશે. એમએસએમઈને ઊંચા પ્રોત્સાહનની જોગવાઈનો લાભ આપવાથી સ્થાનિક ટેલીકોમ ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળનો ભાગ બનવા પ્રોત્સાહન મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube