NASA દ્રારા 11 વર્ષની Deepshikha ને મળ્યું સન્માન, US એજન્સીએ કવર પેજ પર આપ્યું સ્થાન

ભારતમાં ટેલેન્ટની કોઇ કમી નથી. નાની નાની ઉંમરમાં બાળકો પોતાની પ્રતિભાના દમ પર દુનિયાભરમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. એવી જ એક સિલિબ્રેટી ચાઇલ્ટ આર્ટિસ્ટની વાત કરીએ તો નોઇડામાં રહેનાર 11 વર્ષની દીપશિખાની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે.

NASA દ્રારા 11 વર્ષની Deepshikha ને મળ્યું સન્માન, US એજન્સીએ કવર પેજ પર આપ્યું સ્થાન

નવી દિલ્હી: ભારતમાં ટેલેન્ટની કોઇ કમી નથી. નાની નાની ઉંમરમાં બાળકો પોતાની પ્રતિભાના દમ પર દુનિયાભરમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. એવી જ એક સિલિબ્રેટી ચાઇલ્ટ આર્ટિસ્ટની વાત કરીએ તો નોઇડામાં રહેનાર 11 વર્ષની દીપશિખાની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. બાળકીના હુનરને નજીકથી જાણનારા તેની અસાધારણ ક્ષમતા અને સફળતા પર કોઇ હૈરાન નથી. તો આટલી નાની ઉંમરમાં આ મુકામ પ્રાપ્ત કરી ચૂકેલી આ બાળકીની તાજેતરની સફળતાની વાત કરીએ તો અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) એ તેના હુનરનું માન રાખતાં તેની પેંટિંગને કેલેન્ટરના ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું છે. 

પ્રતિભા પર નાસાની મોહર
દીપશિખાને પેંટિંગનો બાળપણ શોખ રહ્યો છે. તેની લેટેસ્ટ પેંટિંગને નાસાએ પોતાના કેલેન્ડરના ફ્રન્ટ પેજ પર સ્થાન આપીને તેની પ્રતિભાનું સન્માન કર્યું છે. જોકે નાસા દ્રારા આ વખતે 'કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ 2019 ચિલ્ડ્રન આર્ટ વર્ક' (NASA Commercial Crew Program 2019 Children's Artwork) કેલેન્ડર લોન્ચ કર્યું છે.

આ કવર પેજ પર દીપશિખાની બનાવેલી પેટિંગને સ્થાન આપવામાં આવ્યું છે. દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગર એટલે કે નોઇડાના 'દિલ્હી પબ્લિક સ્કૂલ'માં અભ્યાસ કરનાર દીપશિખાની પેટિંગ નાસાના કેલેન્ડરના કવર પેજ પર છપાયા બાદ હવે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. 

ટ્વીટ કરી શેર કરી ખુશી
ડિસેમ્બરના મહિનામાં નાસાના ક્લેન્ડરના ફ્રન્ટ પેજ પર સ્થાન મેળવનાર દીપશિખાને નાસા તરફથી સર્ટિફિકેટ અને એવોર્ડ્સ મોકલવામાં આવ્યા છે. દીપશિખાએ ટ્વીટ કરીને લોકો સાથે પોતાની ખુશી વહેંચી છે. દીપશિખાને નાસા તરફથી સર્ટિફિકેટ અને એવોર્ડ્સ મોકલવામાં આવ્યા છે. 

Thank you @FAO & @FAODG for selecting my painting as #First prize winner in prestigious WFD 2020 poster competition.https://t.co/Ic7MqkT70Y

— Deepshikha De (@deepshikha_de) February 15, 2021

'મિસ યૂ માય ડિયર'
મળતી માહિતી અનુસાર આ વખતે કેલેન્ડરની પેટિંગની થીમ 'મિસ યૂ માય ડિયર' હતી. સ્પર્ધામાં અન્ય દેશોની સાથે ભારતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ પોતાની પેંટિંગ્સ મોકલી હતી. નાસા-2019 કેલેન્ડરના પસંદગીકર્તાઓએ દીપશિખાની પેંટિંગ ખૂબ ગમી અને તેમણે દીપશિખાની તે પેંટિંગને કવર પેજ પર સ્થાન આપ્યું. 
DEEPSHIKHA AWARD LIST A

દુનિયાભરમાંથી આવી હતી એન્ટ્રી
નાસાના વાર્ષિક કેલેન્ડર પર દીપશિખા ઉપરાંત આ વષે ઘણા અન્ય ભારતીય વિદ્યાર્થીઓ પણ છવાયા હતા. આ કેલેન્ડરમાં વર્ષના 12 મહિના માટે બાળકો દ્રારા તૈયાર કરવામાં આવેલા આર્ટ વર્ક (Art Work) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news