વિરલ પટેલ, અમદાવાદઃ વર્ષોથી શેરબજારમાં ગુજરાતીઓનું રાજ રહ્યું છે. એમાંય એક સમયના શેર માર્કેટના મહારાજા કહેવાતા હર્ષદ મહેતા પર બનેલી વેબ સિરિઝ SCAM 1992 એ ફરી સૌ કોઈનું ધ્યાન શેરબજાર તરફ ખેંચ્યું છે. આ શેરમાર્કેટ પર બનેલી આ વેબસિરિઝ જોયા બાદ ઘણાં લોકોને હર્ષદ મહેતા બનવાનો ચસ્કો લાગ્યો છે. આમ પણ ઓછા સમયમાં વધુ કમાણી કરી આપતા શેરમાર્કેટ (Share Market) તરફ પહેલેથી રોકાણકારોનું આકર્ષણ રહેતું હોય છે. દરરોજના કરોડો રૂપિયાના વ્યવહાર શેરબજારમાં થતા હોય છે. આમ તો અત્યારે શેરમાર્કેટમાં મોટી સંખ્યામાં લોકો નાનુ મોટું રોકાણ કરતા હોય છે. ઘણો એવો વર્ગ છે જે શેરબજાર વિશે જાણકારી તો રાખે છે પરંતું તે જાણકારી ઉપરછલ્લી હોય છે. જેથી શેરબજારની માયાજાળ સરળ શબ્દોમાં સમજી શકાય તે આશયથી આ આર્ટીકલ લખવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સામાન્ય રીતે ડિમેટ ખાતુ ખોલાવ્યા બાદ શેરની ખરીદ વેચાણ થતી હોય છે. ઘણા લોકો શેરબજાર (Stock Market) માં દિન પ્રતિદિન વ્યવહાર પર નજર રાખતા હોય છે તો કેટલાક લોકો બ્રોકરને આ કામગીરી સોંપી દેતા હોય છે. તમે શેરબજાર (Stock Market) માં રોકાણ કરી રહ્યા છો અથવા નવા રોકાણકાર છો તો તમે કેટલાક અલગ શબ્દો સાંભળ્યા હશે જેના વિશે આપણને ખાસ ખ્યાલ હોતો નથી. જેમ કે શેર સ્કેવેર ઓફ કરવા, બુલ અને બીઅર માર્કેટ સહિતના શબ્દો તમે સાંભળ્યા હશે.એમા પણ વર્ષ 2020માં હર્ષદ મહેતાના જીવન પર બનેલી SCAM 1992 જોયા બાદ શેરમાર્કેટ તરફ એવા લોકો પણ આકર્ષાયા જેમને ક્યારેય શેરબજાર (Stock Market) માં રોકાણ કર્યુ નથી. ફિલ્મમાં કેટલાક શબ્દોનો ઉપયોગ કરાયો છે જે સામાન્ય રીતે શેરબજાર (Stock Market) માં રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે.. જાણીએ દરેક શબ્દોનો શું છે અર્થ.. તે પહેલા શેરબજાર (Stock Market) નો પ્રાથમિક અંદાજ જાણવો જરૂરી છે.

શેરબજાર (Stock Market) શું છે?
શેર એટલે હિસ્સો, તમે કોઈ કંપનીના કેટલાક શેર ખરીદો છો મતલબ કે તમે કંપનીનો તેટલો હિસ્સો ખરીદ્યો છે... તમે એટલી ખરીદ કિંમતના હિસ્સાના માલિક છો અને બજાર એટલે ખરીદ વેચાણ માટેનું સ્થળ.. મતલબ કે એવું બજાર જ્યાં તમારી પાસે કોઈ કંપનીના શેર છે અને તેનું તમે ખરીદ વેચાણ કરી શકો છો. તેને શેરબજાર કે શેરમાર્કેટ (Stock Market) કહેવામાં આવે છે. આમતો ઘણાં લોકો આને કિંમત અજમાવવાનું સ્થળ તો કેટલાંક લોકો આને સટ્ટો કહે છે. જોકે, આ સરકાર માન્ય વ્યાપારનું ઓપન માર્કેટ છે. જ્યાં બેજાબાજો ખુબ જ ઓછા સમયમાં પોતાના અનુભવો અને ટ્રીકના આધારે લાખો-કરોડો રૂપિયાની કમાણી કરે છે. જોકે, એ વાત પણ એટલી જ સાચી છેકે, શેરમાર્કેટ (Stock Market) ની ઉઠલપાથલમાં કેટલાંય લોકોને રંકમાંથી રાજા અને કેટલાંયને રાજામાંથી રંક બનાવી દે છે.



ભારતમાં મુખ્યત્વે બે સ્ટોક એક્સચેન્જ છે:
1. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 2. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ... નેશનલ સ્ટોક એક્સચેન્જની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે અને તેની સ્થાપના વર્ષ 1992માં થઈ હતી. બીજુ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE). BSE મુંબઈમાં દલાલ સ્ટ્રીટમાં આવેલુ છે. વર્ષ 1875માં સ્થપાયેલ BSE એશિયાનું સૌથી પહેલું સ્ટોક એક્સચેન્જ માર્કેટ છે.


જાણો Obama, Trump અને Biden બધા જ કેમ છે Modi ના જબરા ફેન...? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો સાથે મોદીની દોસ્તીની કહાની

જાહેર ભરણું ( IPO )
IPO નું આખુ નામ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ છે જેનો ગુજરાતીમાં સામાન્ય અર્થ 'જાહેર ભરણું' થાય છે. જ્યારે કોઈ કંપની પહેલીવાર પોતાના શેર બહાર પાડે તેને IPO કહેવામાં આવે છે. કોઈ લિમીટેડ કંપની IPO એટલા માટે બહાર પાડે કે તે કંપની શેરમાર્કેટની યાદીમાં સ્થાન પામી શકે અને આ શેરનું ખરીદ વેચાણ થઈ શકે છે. વધુ મૂડીની જરૂરિયાત હોય ત્યારે IPO પાડવામાં આવે છે.કંપની પાસે જ્યારે વધુ રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે IPO બહાર પાડવામાં આવે છે. IPO બહાર પાડતા પહેલા કંપનીઓએ SEBIની મંજૂરી લેવી જરૂરી છે. શેરબજારમાં શરૂઆતના તબક્કામાં રોકાણ કરનાર વર્ગ માટે IPO શ્રેષ્ઠ વિકલ્પ છે. IPO માં રોકાણ કરતા પહેલા રેટિંગ એજન્સીના રેટિંગ જોવા સલાહભર્યા છે.



બુલ માર્કેટ
શેરબજાર (Stock Market) ની ભાષામાં બુલમાર્કેટનો અર્થ થાય છે માર્કેટને ઉપર લઈ જવું. પહેલા સમજીએ કે કેમ બુલ માર્કેટ શબ્દ પડ્યો... 'બુલ' એટલે આખલો... આખલો જ્યારે કોઈના પર હુમલો કરે તો તેના શિંગડાનો ઉપયોગ કરે છે, શિંગડાને નીચે ઝૂકાવી શિકારને ઉપર લાવે છે અને તેને ઉછાળે છે. મતલબ કે શેરબજાર (Stock Market) ની ભાષામાં સમજીએ તો વેપારીઓ અને રોકાણકારો અંદાજો લગાવતા હોય છે કે આ શેરની કિંમત વધશે અને જેનાથી રોકાણકારનો નફો પણ વધશે. આ અંદાજો કંપનીની વર્તમાન સ્થિતિ, ભારત સરકાર કોઈ નવી નીતિ જાહેર કરે અથવા દેશમાં સરકાર કોઈ મોટી યોજના જાહેર કરે તેના પર લગાવવામાં આવે છે. આ બધી પરિસ્થિતિમાં શેરમાર્કેટમાં પ્રભાવ પડે છે અને તેનાથી માર્કેટમાં તેજી આવે છે જેને શેરબજારની ABCDમાં બુલ માર્કેટ કહેવામાં આવે છે.શેર ખરીદનારને બુલ પણ કહેવામાં આવે છે.તમે જોયુ હશે કે માર્કેટ ઉપર આવ્યાની વાત હોય ત્યારે બુલ એટલે કે આખલાનું ચિત્ર દર્શાવવામાં આવતું હોય છે. SCAM 1992માં તમે જોયું હશે કે હર્ષદ મહેતાનું પાત્ર ભજવનાર અભિનેતા માર્કેટની બુલ પોઝિશન પર વ્યવહાર કરતો બતાવવામાં આવ્યો છે.

બેયર માર્કેટ
શેરબજાર (Stock Market) માં જ્યારે માર્કેટ તૂટવાની પરિસ્થિતિ ઉભી થાય તો તેને બેયર માર્કેટ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં સમજીએ તો બેયરનો અર્થ થાય છે 'રીંછ'. રીંછ જ્યારે શિકાર કરે છે ત્યારે પંજાનો ઉપયોગ કરે છે અને તેના શિકારને નીચે પાડે છે. મતલબ કે શેરબજારની ભાષામાં સમજીએ તો માર્કેટમાં શેરની ખરીદી કરતા વેચાણ વધી જાય છે. બેયર માર્કેટની પરિસ્થિતિમાં રોકાણકારો પોતાના શેર્સ ઝડપથી કાઢી તેને અન્ય કંપનીમાં રોકવાનું વિચારે છે.બજારમા કંપનીઓના શેરની કિંમત સતત ઘટતી જાય તો તેને બેયર માર્કેટ કહેવામાં આવે છે. બેયર માર્કેટને મંદીનો સમય પણ કહેવામાં આવે છે. દેશની અર્થવ્યવસ્થા જ્યારે ડામાડોળ હોય, ઘરેલુ ઉત્પાદનના પ્રમાણમાં ઘટાડો થયો અથવા બજારમાં કિંમતો પરની નિયંત્રણ નીતિ અને આર્થિક તથા ઔધોગિક નીતિમાં ફેરફાર થાય ત્યારે શેરબજાર (Stock Market) માં બેયર માર્કેટની સ્થિતિ ઉભી થાય છે.


America સુધી વખણાય છે Ahmedabad ની આ જગ્યાઓનો નાસ્તો: ચાન્સ મળે તો એકવાર સ્વાદ ચાખજો, ચાહક બની જશો

માર્જિન મની
માર્જિન મનીનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે ડિમેટ ખાતામાં ઓછા રૂપિયા હોય .જો તમારા ડિમેટ એકાઉન્ટમાં ઓછો રૂપિયા હોય પણ તમે શેર ખરીદવા માગતા હોવ તો તમે શેર ખરીદી શકો છો. જેના માટે તમે માર્જિન વિકલ્પની પસંદગી કરી શકો છો. માર્જિન ટ્રેડિંગમાં ટ્રેડર બ્રોકર પાસે રૂપિયા ઉધાર લઈ શકે છે. જે રોકાણકારો પાસે પૂરતા રૂપિયા ન હોય તે લોકો માર્જિન મની ટ્રેડિંગનો ઉપયોગ કરે છે. માર્જિન મનીથી જો તમે શેર લીધા હોય અને નફો થાય તો ટ્રેડરને ફાયદો થાય છે પરંતું શેરની કિંમત ઘટે તો ટ્રેડરને ધાર્યા કરતા નુકસાન વેઠવું પડે છે.

ડિવિડન્ડ
ડિવિડન્ડ એટલે કંપનીને જે ફાયદો થાય છે તે ફાયદાને કંપની પોતાના શેરધારકોને આપે. કંપનીઓ છ મહિને કે વર્ષના અંતે ડિવિડન્ડની ચૂકવણી કરતી હોય છે. ડિવિડન્ડ શેર પરની વધારાની આવક છે. જે કંપનીઓ ડિવિડન્ડ ચૂકવે છે તેના શેરની કિંમત વધે છે અને કંપનીને નફો થતો હોય છે. ઘણી કંપનીઓ ડિવિડન્ડ નથી ચૂકવતી પરંતું બોનસ શેર જાહેર કરતી હોય છે.

સ્પ્રેડ
સ્પ્રેડનો અર્થ થાય છે કે રોકાણકાર કોઈ નક્કી કરેલી કિંમતે શેરને ખરીદે છે અથવા તેનું વેચાણ કરે છે. સામાન્ય રીતે સ્પ્રેડ શબ્દનો ઉપયોગ ભવિષ્યના અથવા વૈકલ્પિક માર્કેટમાં કરવામાં આવે છે.


ગુજરાતના આદિવાસીઓની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા, કારણ છે કંઈક આવું

સપોર્ટ મૂલ્ય
જે શેરની કિંમત નક્કી થાય તેને સપોર્ટ મૂલ્ય કહેવામાં આવે છે. જ્યારે બજાર ખૂલે છે ત્યારે શેરની કિંમત નક્કી કરી દેવામાં આવે છે જેને સપોર્ટ મૂલ્ય કહેવાય છે. મતલબ કે તે શેર સપોર્ટ મૂલ્યની નીચે નહીં જાય. પરંતું ઘણીવાર કંપનીઓના શેર સપોર્ટ મૂલ્ય તોડી દેતા હોય છે. જો તમારા શેર સપોર્ટ મૂલ્ય તોડી દે તો તે શેરનું તમારે વેચાણ કરી દેવું જોઈએ.

શોર્ટ સેલ
શોર્ટ સેલ એટલે તમારા એવા શેર જેને તમે ઉધાર લીધેલા છે તેને ખરીદ્યા નથી પરંતું તમે આ શેરનું વેચાણ કરી શકાય છે. શેર શોર્ટ સેલ ત્યારે કરવામાં આવે જ્યારે જે તે શેરની કિંમત ઘટવાની છે તેવું અનુમાન કરવામાં આવે. શોર્ટ સેલના શેરને ફરીથી ખરીદી શકાય છે. આ સ્ટ્રેટેજીને ત્યારે ઉપયોગમાં લેવાય જ્યારે ટ્રેડરને તેના શેરનું ઓછુ નુકસાન ભોગવવું પડે.

બ્લૂ ચિપ સ્ટોક
શેરબજાર (Stock Market) ની પ્રમુખ કંપનીઓના શેરને બ્લૂ ચિપ સ્ટોક કહેવામાં આવે છે. બ્લૂ ચિપ સ્ટોકમાં લાર્જ કેપ, મોટુ રોકાણ ધરાવતી અને સ્થાપિત કંપનીના શેરોનો સમાવેશ થાય છે. આ કંપનીઓના ટર્નઓવર સારા હોવાથી નફાની શક્યતા વધુ રહે છે. TCS, ઈન્ફોસીસ, રિલાયન્સ સહિતની કેટલીક કંપનીઓના શેર બ્લૂ ચિપ કંપનીમાં આવે છે. કોકોકોલા, મેકડોનાલ્ડસ, વોલમાર્ટ, પ્રોકટર એન્ડ ગેમ્બલ અમેરિકાની બ્લૂ ચિપ કંપનીઓ છે.


WEEKEND પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપ્શન નહીં મળે

રૈલી
આ શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે સામાન્ય કિમતના શેરની કિમતમાં ઝડપથી વધારો થાય છે. બુલ એન્ડ બીઅર બંને માર્કેટમાં સામાન્ય શેરની કિંમત વધે તેને રૈલી કહેવામાં આવે છે.

અસ્થિરતા
શેરમાર્કેટ (Stock Market) માં દરરોજ શેરની કિંમતમાં ઉતાર-ચઢાવ રહેતા હોય છે. જ્યારો કોઈ શેરની કિંમતમાં એક દિવસમાં કોઈ શેરની કિંમત તેની નક્કી કરેલી સીમા કરતા વધી જાય કે ઘટી જાય તેને અસ્થિર સ્ટોક કહેવામાં આવે છે.

ટ્રેડ વોલ્યૂમ
શેરબજાર (Stock Market) માં દરરોજ ખરીદ વેચાણ થનાર શેરની સંખ્યાને ટ્રેડ વોલ્યૂમ કહેવામાં આવે છે. ટ્રેડ વોલ્યૂમ શેરબજારમાં થતી ખરીદી અને વેચાણની માત્રા દર્શાવે છે.


Budget 2021: હોમ લોન પર મળશે ઇનકમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ!

સ્કેવેર ઓફ
શેરબજાર (Stock Market) માં જ્યારે શેરહોલ્ડર એક જ દિવસમાં કોઈ શેર ખરીદે છે અને તે શેરને તે જ દિવસમાં વેચી દેવામાં આવે તેને સ્કેવેર ઓફ કર્યુ કહેવામાં આવે છે. સ્કેવેર ઓફ ઈન્ટ્રાડે શેરિંગનો એક ભાગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube