Success Story: ટીવી રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં એવા-એવા સ્ટાર્ટ અપ અને એન્ટરપ્રેન્યોર સામે આવી રહ્યા છે. જેનો બિઝનેસ આઈડિયા સાંભળીને દરેક વ્યક્તિ હેરાન છે. શોના જજ પણ નવા એન્ટરપ્રેન્યોરના બિઝનેસ પ્લાનને સાંભળીને આશ્વર્યચકિત રહી ગયા છે. જ્યાં લોકો પીરિયડ્ય, સેનેટરી પેડ જેવા વિષયો પર વાત કરવાનું પસંદ કરતા નથી. ત્યારે મહાાષ્ટ્રના રહેવાસી અજિંક્ય ધારિયાએ 8 વર્ષની ઉંમરમાં જ તેના પર બિઝનેસ પ્લાન તૈયાર કરી લીધો. મોટા થતાં જ રિસર્ચ શરૂ કરી દીધું અને 26 વર્ષની ઉંમરમાં જ પોતાની કંપની ઉભી કરી દીધી. અજિંક્યે સેનેટરી વેસ્ટની સમસ્યાને સમજી, તેના કારણે થતાં નુકસાનને સમજ્યું અને સેનેટરી વેસ્ટના ડિકંપોઝ કરવાનો ઉપાય પણ શોધી કાઢ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


8 વર્ષની ઉંમરમાં મળ્યો બિઝનેસ આઈડિયા:
અજિંક્ય ધારિયા શાર્ક ટેન્ક ઈન્ડિયામાં ફંડ રેઝ કરવા માટે સામેલ થયો. તેણે શો દરમિયાન જણાવ્યું કે તેણે કેવી રીતે સેનેટરી પેડ ડિકંપોઝ મશીનનો આઈડિયા મળ્યો. અજિંક્યે જણાવ્યું કે જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તેન માતાએ તેને પીરિયડ્સ અને સેનેટરી પેડ વિશે જણાવ્યું હતું. જ્યારે તેને સેનેટરી પેડને ડિકંપોઝ કરવાનો કોઈ માર્ગ ન મળ્યો ત્યારે તે હેરાન રહી ગયો. તે સમયે તેણે મનમાં વિચારી લીધું હતું કે તે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢશે. તેણે જણાવ્યું કે એક મહિલા પોતાના જીવનમાં 7500 સેનેટરી નેપકીન યૂઝ કરે છે. પરંતુ તેને ડિસ્પોઝ ઓફ કરવાનો ઉપાય એકદમ ખોટો છે. જેની પર્યાવરણ પણ અસર થાય છે. આ સેનેટરી પેડ વર્ષો સુધી વાતાવરણમાં આમતેમ ફરતું રહે છે અજિંક્યે પોતાના રિપોર્ટમાં જોયું કે ભારતમાં દર વર્ષે 1200 કરોડ સેનેટરી નેપકીન જનરેટ કરે છે. તેમાંથી 98 ટકા સેનેટરી નેપકીન લેન્ડફીલ અને વોટર બોડીસમાં જઈને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. અજિંક્યે જણાવ્યું કે કેવી રીતે એક સેનેટરી પેડને સડવામાં 500થી 800 વર્ષ લાગે છે. આ સમસ્યાનો ઉકેલ અજિંક્યે પોતાની કંપની દ્વારા કાઢ્યો છે. 


આ પણ વાંચો
Tuesday Upay: મંગળવારે કરો હનુમાનજીના આ 4 ઉપાય, તમામ સમસ્યાઓ થશે દૂર
જો સપનામાં જોવા મળે આ 5 વસ્તુઓ તો ખુલી જશે તમારી કીસ્મત, તિજોરીમાં થશે ધનના ઢગલા
આ પાંચ રાશિના લોકો પર વરસશે ભગવાન શિવની કૃપા, ધન-ધાન્યમાં થશે વધારો


કેવી રીતે ઉભી કરી કંપની:
અજિંક્યે સેનેટરી પેડ માટે ડિસ્પોઝલ અને રિસાઈકલિંગ માટે એક મશીન તૈયાર કર્યુ. જેને પેડકેર નામ આપ્યું. પેડકેર કંપનીમાં તેણે 3 મશીન તૈયાર કર્યા. પેડકેર બિન, પેડ કેર એક્સ અને પેડકેર વેન્ડ મશીન તૈયાર કર્યા. આ મશીન દ્વારા સેનેટરી પેડના ડિસ્પોઝલની સમસ્યાનો ઉકેલ કરવામાં મદદ મળે છે. અજિંક્યની કંપની દેશના મોટા શહેરોના કોર્પોરેટ હાઉસ, એરપોર્ટ અને બસ સ્ટેશન પર આ મશીનને ઈન્સ્ટોલ કરે છે. દેશ સિવાય વિદેશમાં પણ આ મશીનની ડિમાન્ડ વધી છે. આફ્રિકા, અમેરિકા, યૂરોપના દેશોમાંથી તેને ઓર્ડર મળી રહ્યો છે.



બ્લેન્ક ચેકની સાથે મળી ઓફર:
અજિંક્યના આ સ્ટાર્ટ અપ વિશે સાંભળીને શોના જજ હેરાન રહી ગયા. અજિંક્યે 50 લાખનું ફંડ માગ્યું હતું. પરંતુ 26 વર્ષના અજિંક્યના આત્મવિશ્વાસ અને બિઝનેસ પ્લાન સાંભળીને દરેક હેરાન રહી ગયા. 11 મહિનાની મહેનત પછી આ મશીન તૈયાર કરવામાં આવ્યું અને કરોડોની કંપની ઉભી કરી દીધી. અજિંક્યની કહાની સાંભળીને શાર્ક્સ તેના પર ફિદા થઈ ગયા. લેન્સ કાર્ટના ફાઉન્ડર પિયૂષ બંસલે તેને બ્લેન્ક ચેકની ઓફર કરી અને ઓફર આપી કે તે ઈચ્છે તેટલી રકમ લખી લે. આખરે ચાર શાર્ક્સ અજિંક્યની સાથે આવ્યા. તેને 1 કરોડના રોકાણના બદલે 4 ટકા  ઈક્વિટી આપી. અજિંક્યના બિઝનેસ મોડ્યુલ પર માત્ર શાર્ક્સ જ નહીં પરંતુ દર્શકો પણ ફિદા થઈ ગયા.


આ પણ વાંચો:
હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?
Holi 2023: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ 5 વાત

Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube