Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..

 રંગોનો તહેવાર ધુળેટી નજીક આવી રહ્યો છે. સૌ કોઈ રંગથી રમવા માટે આતુર હોય છે. નાના હોય કે મોટા સૌ કોઈને આ તહેવાર પસંદ આવે છે. પરંતુ આ તહેવાર મનાવતા સમયે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. કારણ કે એક નાની ગફલત તમને શારીરિત તકલીફ કરાવી શકે છે. જો કેમિકલ યુક્ત રંગોનો પ્રયોગ કરવામાં આવે તો તમને એલર્જી થઈ શકે છે અને જો ત્વચા અને વાળની યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો તેને હોળીના રંગોથી નુકસાન થઈ શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી બાબતો જેનું આ ધુળેટી પર ધ્યાન રાખવું જોઈએ. 
Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..

Holi 2023: રંગોનો તહેવાર ધુળેટી નજીક આવી રહ્યો છે. સૌ કોઈ રંગથી રમવા માટે આતુર હોય છે. નાના હોય કે મોટા સૌ કોઈને આ તહેવાર પસંદ આવે છે. પરંતુ આ તહેવાર મનાવતા સમયે સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. કારણ કે એક નાની ગફલત તમને શારીરિત તકલીફ કરાવી શકે છે. જો કેમિકલ યુક્ત રંગોનો પ્રયોગ કરવામાં આવે તો તમને એલર્જી થઈ શકે છે અને જો ત્વચા અને વાળની યોગ્ય સંભાળ ન રાખવામાં આવે તો તેને હોળીના રંગોથી નુકસાન થઈ શકે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે એવી બાબતો જેનું આ ધુળેટી પર ધ્યાન રાખવું જોઈએ. 

ધુળેટી પર આ બાબતોનુ રાખવું જોઈએ ધ્યાન 

-ધુળેટી પર હંમેશા ઓર્ગેનિક રંગોથી રમવું જોઈએ. હોળી રમવા માટે સૌથી ઉત્તમ ઘરમાં બનેલા પ્રાકૃતિક રંગો છે. તે ત્વચા અને વાળને નુકસાન નથી કરતા. જો તમને ઘરમાં  રંગ બનાવવાની અનુકુળતા નથી તો બજારમાં મળતા બ્રાન્ડેડ રંગોનો ઉપયોગ કરો.

- ધુળેટી રમવા જતા પહેલા આખા શરીર અને ચહેરા પર મોઈશ્ચરાઈઝર અને તેલ લગાવી લો. આવું કરવાની રંગ શરીર પર ચોંટતો નથી અને નહાવાથી તરત જ ઉતરી જાય છે. વાળમાં તેલ લગાવવું જરૂરી છે. સાથે ચહેરા, હાથ અને ગરદન પર સનસ્ક્રીન લગાવો. નખ પર બે-ત્રણ નેઈલ પોલિશ કરી દો જેથી તે ખરાબ ન થાય

-બને ત્યાં સુધી લાલ કે ગુલાબી રંગોથી વધારે રમો. આવા રંગો જોવામાં સારા લાગે છે અને સરળતાથી ત્વચામાંથી સાફ થઈ જાય છે.

- એવા કપડા પહેરો જેને તમારે ફેંકી દેવાના છે. બને તો કોઈ જૂનું જીન્સ પહેરો. સાથે જીન્સનું જેકેટ પહેરો. એ પણ બ્રાઈટ રંગની પહેરો તો વધારે સારું. એનાથી તમારી ત્વચામાં રંગ નહીં ઉતરે.

-ધુળેટી રમ્યા બાદ રંગ કાઢવા માટે નહાતા સમયે કેરોસિન જેવા જોખમી દ્રવ્યોનો ઉપયોગ ન કરો. ગરમ પાણીની જગ્યાએ ઠંડા પાણીનો અને રંગ કાઢવા માટે ક્લિનઝિંગ મિલ્ક, નારિયેળ કે બદામના તેલનો ઉપયોગ કરો.

No description available.

ધુળેટી પર આ ભૂલ ન કરો

-  હાનિકારક કેમિકલ ધરાવતા રંગોથી ધુળેટી ન રમવું જોઈએ. આ રંગો તમારી ત્વચા, વાળ, આંખને નુકસાન પહોંચાડી શકે છે. બજારમાં મળતા સસ્તા રંગો પર ભરોસો ન કરવો જોઈએ.

-એ વાતનું ધ્યાન રાખો કે કપડાં વધુ પડતા ચુસ્ત કે પારદર્શન ન હોય. કારણ કે ધુળેટીમાં તમે પાણીથી રમો તો આવા કપડાંમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડી શકે છે. 

- પર્મેનેન્ટ કલરનો ઉપયોગ ન કરો. અને જો તમને કોઈએ લગાવ્યો છે તો તેને સાબુથી ધોવાની ઉતાવળ ન કરો. તેને સારી ક્વોલિટીના ક્લિનઝિંગ મિલ્કથી ધોઈ લો.

- ભીની સપાટી પર દોડવાની ભૂલ ન કરશો. પાણીથી ભીની સપાટી પર દોડવાથી ઈજા થવાનો ભય રહે છે.

- ધુળેટીમાં નશાઓ કરવાથી દૂર રહો. અનેકવાર ધુળેટીના પર્વમાં નશાના કારણે નુકસાન થાય છે. જેથી આ દિવસે હોશમાં જ રહેવું જોઈએ.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news