ઝી મીડિયા/બ્યૂરો :LPG ગેસ સિલેન્ડરને લઈને ગ્રાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, રસોઈ ગેસ (Gas Cylinder) ની કિંમતોમાં માર્ચ મહિનામાં ઘટાડો થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એલપીજીના કિંમતોમાં સતતા થઈ રહેલા ભાવ વધારા પર કહ્યું કે,  LPGના સતત વધી રહેલા ભાવ યોગ્ય નથી. આંતરરાષ્ટ્રીય માર્કેટને કારણે આ મહિનામાં ભાવમાં ભાવે વધારો થયો છે. જોકે, એવા સંકેત મળ્યા છે કે, આગામી મહિનામાં તેના ભાવમાં ઘટાડો થઈ શકે છે. 


‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, ઠંડી દરમિયાન  LPGનો વપરાશ વધી ગયો હતો. જેને કારણે ભાવમાં વધારો થયો હતો. આ મહિને પણ ભાવમાં ભારે વધારો થયો હતો. જ્યારે કે, આગામી મહિનામાં તેમાં ઘટાડો આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ગત સપ્તાહમાં ઘરેલુ ગેસ કિંમતોમાં 144 રૂપિયા 50 પૈસાનો વધારો થયો હતો. 


પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, ભારતમાં ગત મહિને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવેલી તેજીને કારણે  LPG સિલેન્ડરમાં વધારો થયો હતો, પરંતુ હવે માર્કેટમાં ભાવ નિયંત્રણમાં છે, તેથી સરકાર જલ્દી જ ગ્રાહકોના હિતમાં ભાવ ઘટાડાની જાહેરાત કરશે. આગામી દસ દિવસોમાં તમને આ મુદ્દે સારા સમાચાર મળી શકે છે. 


નિર્લજ્જતાની હદ પાર થઈ, ભૂજ બાદ સુરતમાં મહિલાઓના કપડા ઉતારાયા 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


બિઝનેસના અપડેટ જાણવા માટે કરો ક્લિક...