‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’

કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે. 
‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’

ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે. 

પાકિસ્તાનમાં જઈને બેસ્યા ભારતના વિવાદિત નેતા અને અભિનેતા...

કેન્દ્રીય મંત્રીએ જેએનયુ અને એએમયુના અનેક હાલના મામલા પર બોલતા કહ્યું કે, આજે સમય આવી ગયો છે કે, લોકોને રાષ્ટ્રના પ્રતિ સમર્પિત થવું પડશે. આઝાદી અને વિભાજન પર બોલતા સિંહે કહ્યું કે, 1947 પહેલા આપણા પૂર્વજો આઝાદીની લડાઈ લડી રહ્યા હતા અને જિન્ના ઈસ્લામિક દેશ બનાવવાની યોજના બનાવી રહ્યા હતા.

તેમણે કહ્યું કે, આઝાદીના સમયે આપણા પૂર્વજોથી બહુ મોટી ભૂલ થઈ હતી. જો 1947માં મુસલમાન ભાઈઓને પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોત અને હિન્દુઓને બોલાવી લેવાયા હોત તો આજે આ પરિસ્થિતિ ન ઉભી થાત. જો ભારતવંશીઓને ભારતમાં જ જગ્યા ન મળી હોત તો ભલા કયો દેશ તેઓને શરણ આપત.

નોકરીમાં બોસ હેરાન કરતો હોય તો આજે શિવરાત્રીએ અચૂક કરો આ ઉપાય

ઉલ્લેખનીય છે કે, ઈસ્લામી મદરેસા દેવબંધને આતંકવાદી સંગઠન કહેવા પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગિરીરાજ સિંહને સમન્સ મોકલ્યું હતું. ગિરીરાજ સિંહનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશમાં નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સાંસદ પરવેશ વર્મા દિલ્હી વિધાનસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખીને અનેકવાર વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news