નિર્લજ્જતાની હદ પાર થઈ, ભૂજ બાદ સુરતમાં મહિલાઓના કપડા ઉતારાયા
માસિક ધર્મ ચેક કરવા માટે યુવતીઓના કપડા ઉંચા કર્યાનો ભૂજની ઈન્સ્ટિટ્યૂટનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં હવે સુરતનો વિવાદ સામે આવ્યો છે. સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. સુરત મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો છે. હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતા ટેસ્ટમા મહિલાઓને ર્નિવસ્ત્ર કરવામાં આવી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત :માસિક ધર્મ ચેક કરવા માટે યુવતીઓના કપડા ઉંચા કર્યાનો ભૂજની ઈન્સ્ટિટ્યૂટનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં હવે સુરતનો વિવાદ સામે આવ્યો છે. સુરતમાં મહિલાઓના ફિઝિકલ ટેસ્ટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. સુરત મહાનગર પાલિકાની સ્મીમેર હોસ્પિટલની પ્રકિયા પર વિવાદ થયો છે. હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે લેવાતા ટેસ્ટમા મહિલાઓને ર્નિવસ્ત્ર કરવામાં આવી હતી.
ગુજરાતમાં વધુ એક શરમજનક ઘટના બની છે. ટ્રેઈની મહિલાઓને સવારે બોલાવવામાં આવી હતી. તમામ 10 મહિલાઓના કપડા ઉતારી તેમના ફિન્ગપ્રેન્ટ અને બોડી ચેકઅપ કરાયું હતું. 10 મહિલાઓને એકસાથે ઉભા રાખીને ટેસ્ટના નામે તેઓના કપડા ઉતારવામાં આવ્યા હતા. આ વેળાએ મહિલઓ શરમશાર બની હતી. એટલુ જ નહિ, મહિલાઓ પાસેથી કેટલીક ગુપ્ત માહિતી પણ માંગવામા આવી હતી. આ ઘટનામાં કેટલીક મહિલાઓ રડી પણ પડી હતી. આમ, મહિલાઓના ફીટનેસ ટેસ્ટના નામે મહિલાઓના કપડા ઉતારવામાં આવ્યા હતા.
ત્યાર બાદ યુનિયનના પ્રમુખ દ્વારા મ્યૂનિસિપલ કમિશનરને ફરિયાદ કરાઈ હતી. આ અંગે મ્યૂનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી, જેના બાદ તેઓએ તપાસના આદેશ આપ્યા હતા. જે રીતે ફીટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો તે કેટલો યોગ્ય છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે, જ્યાં મહિલાઓ પૂજાય છે ત્યાં દેવતાઓનો વાસ સદાય રહે છે. ત્યારે આવા સમાજમાં ક્યાં સુધી મહિલાઓને અપમાનિત થવુ પડશે. હજી થોડા દિવસ પહેલા જ ભૂજની સહજાનંગ ઈન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ ચકાસવાના નામે યુવતીઓના કપડા ઉતારાયા હતા. આ ઘટનાને પગલે દિલ્હીથી મહિલા આયોગની ટીમ દોડતી થઈ હતી. ત્યારે સુરતની આ ઘટના સામે તંત્ર દ્વારા શું પગલા લેવાય છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે