Rules Changes From 1 September: 2 દિવસ બાદ નવા મહિના એટલે કે સપ્ટેમ્બરની શરૂઆત થઈ જશે. નવા મહિનાની શરૂઆત સાથે ઘણા ફેરફાર જોવા મળશે. બેન્કિંગ, ટોલ-ટેક્સ અને પ્રોપર્ટી સહીત ઘણી સેવાઓમાં ફેરફાર થવાનો છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ સિવાય ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તો આવો જાણીએ 1 સપ્ટેમ્બરથી કઈ-કઈ વસ્તુ પર ફેરફાર થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ટોલ ટેક્સમાં થશે વધારો
યમુના એક્સપ્રેસવે પર ટોલ ટેક્સમાં વધારો થવાનો છે, એટલે 1 સપ્ટેમ્બરથી તમારે વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. નાના વાહનોના માલિકે જેમ કે કાર ચાલકોએ આ એક્સપ્રેસવેથી જવા માટે પ્રતિ કિલોમીટર 10 પૈસા વધુ ચુકવણી કરવી પડશે. તો કોમર્શિયલ વાહનોએ 52 પૈસા વધુ ટોલ ટેક્સ આપવો પડશે. 


2. પીએનબી ગ્રાહકો ધ્યાન આપો
પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકોએ 31 ઓગસ્ટ સુધી કેવાયસી અપડેટ કરાવવાનું છે. જો ગ્રાહકો કેવાયસી અપડેટ કરાવશે નહીં તો તેનું ખાતુ બ્લોક કરી દેવામાં આવશે. 


આ પણ વાંચોઃ Stocks to buy: વર્ષના અંત સુધી આ 5 શેર કરશે માલામાલ, મોટી કમાણી માટે કરો રોકાણ


3. વીમા પોલિસીના પ્રિમિયમમાં ઘટાડો
IRDAI એ જણાવ્યું કે 1 સપ્ટેમ્બરથી પોલિસીનું પ્રીમિયમ ઘટી જશે. ઇરડા તરફથી જનરલ ઇન્શ્યોરન્સના નિયમોમાં ફેરફાર બાદ ગ્રાહકોને 30થી 35 ટકાની જગ્યાએ હવે માત્ર 20 ટકા કમીશન એજન્ટને આપવા પડશે. તેથી લોકોનું પ્રીમિયમ ઘટી જશે. 


4. ઘર ખરીદવું મોંઘુ બનશે
આ સિવાય જો તમે ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. સરકારે ગાઝિયાબાદમાં સર્કિલ રેટની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે સર્કિલ રેટની કિંમતમાં 2થી 4 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા રેટ 1 સપ્ટેમ્બર 2022થી લાગૂ થશે. 


આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ પુત્રીને આપી મોટી જવાબદારી, હવે આ કંપનીની કમાન સંભાળશે ઈશા


5. ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
આ સિવાય સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે, એટલે કે 1 તારીખથી સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે. તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube