નવી દિલ્હીઃ દેશમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો તેમની ફિક્સ્ડ ડિપોઝિટ  (Fixed Deposits) પરના વ્યાજ દરોમાં સતત વધારો કરી રહી છે. ઘણી સરકારી બેંકો પણ ફિક્સ ડિપોઝીટ પર સાત ટકાથી વધુ વ્યાજ આપવાનો દાવો કરી રહી છે. કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા (BOB) વધતા જતા ફુગાવા સાથે સ્પર્ધા કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટના જુદા જુદા સમયગાળા અનુસાર વ્યાજ પ્રદાન કરે છે. રિઝર્વ બેંક (RBI)ના રેપો રેટ (Repo Rate) માં વધારો કર્યા બાદ સરકારી બેંકોએ પણ તેમની ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં સતત વધારો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FD પર કેનેરા બેંકના વ્યાજ દર
કેનેરા બેંક ફિક્સ ડિપોઝિટ પર વાર્ષિક 3.25 ટકાથી લઈને 7 ટકા સુધીનું વ્યાજ આપે છે. કેનેરા બેંક 7 થી 45 દિવસની ફિક્સ ડિપોઝીટ પર 3.25 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. 46 દિવસથી 90 દિવસ અને 91થી 179 દિવસની થાપણો પર 4.50 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. 180 થી 269 દિવસ અને 270 દિવસથી એક વર્ષથી ઓછા સમય માટે 5.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. બેંક એક વર્ષના કાર્યકાળ માટે FD પર 6.75 ટકા વળતર ઓફર કરી રહી છે. જ્યારે એક વર્ષથી વધુ સમયથી બે વર્ષથી ઓછા સમયગાળા માટે, કેનેરા બેંક વાર્ષિક 6.80 ટકાના દરે વ્યાજ ચૂકવે છે.


આ પણ વાંચોઃ Bank Privatisation: આ કંપનીઓને વેચી દેવાશે સરકારી બેન્ક, આ સપ્તાહમાં આવી જશે EoI


આ સરકારી બેંક 666 દિવસના સમયગાળા માટે થાપણો પર સૌથી વધુ 7 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. કેનેરા બેંક બે વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી થાપણો પર 6.80 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. કેનેરા બેંક 5 વર્ષ અને તેથી વધુ સમયની ટેક્સ સેવિંગ એફડી પર 6.50 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. આ તમામ વ્યાજ દરો રૂ. 2 કરોડથી ઓછી રકમની થાપણો પર લાગુ થાય છે અને 19 ડિસેમ્બર 2022થી અમલમાં આવે છે.


પંજાબ નેશનલ બેંક (PNB)ના FD દરો
પંજાબ નેશનલ બેંકે 1 જાન્યુઆરી 2023થી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંકે 7 થી 45 દિવસમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝીટ પર 3.50 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખ્યું છે. બેંક 46 થી 179 દિવસમાં પાકતી FD પર 4.50 ટકા વ્યાજ ચૂકવી રહી છે. આ ઉપરાંત PNB 180 દિવસથી એક વર્ષથી ઓછા સમયમાં પાકતી FD પર 5.50 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. બેંકે 1 વર્ષમાં પાકતી FD પરના વ્યાજ દરમાં 45 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 665 દિવસ કરી દીધા છે. આ સાથે વ્યાજ દર 6.30 ટકાથી વધીને 6.75 ટકા થઈ ગયો છે.


આ પણ વાંચોઃ 100, 200, 500ની નોટ પર પેનથી કંઈ પણ લખાયું હશે તો નોટ નહીં ચાલે, RBIએ આપ્યો આ જવાબ


એ જ રીતે, PNBએ 667 દિવસથી 2 વર્ષ અને 2 વર્ષથી વધુ અને 3 વર્ષ સુધીના FD દરમાં 6.75 ટકાનો વધારો કર્યો છે. અગાઉ PNB FD વ્યાજ દર 667 દિવસથી 2 વર્ષની મુદત માટે 6.30 ટકા હતો. PNB સામાન્ય લોકોને 666 દિવસની ફિક્સ ડિપોઝિટ પર 7.25 ટકાના દરે વાર્ષિક વળતર આપી રહી છે. PNB વરિષ્ઠ નાગરિકોને FD પર વધારાનું 0.50 ટકા વ્યાજ આપે છે.


બેંક ઓફ બરોડા ના(BoB) FD વ્યાજ દરો
26 ડિસેમ્બર 2022થી બેંક ઓફ બરોડા 'બરોડા તિરંગા પ્લસ' ડિપોઝિટ સ્કીમ હેઠળ 399 દિવસના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.05 ટકા વળતર ઓફર કરી રહી છે. બેંક ઓફ બરોડા ફિક્સ ડિપોઝિટ પર 3 ટકાથી 6.75 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. અન્ય કોઈપણ બેંકની જેમ બેંક ઓફ બરોડા પણ વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર વધારાના 50 બેસિસ પોઈન્ટનું વ્યાજ આપે છે. બેંક ઓફ બરોડા પાંચ વર્ષ અને તેથી વધુની બચત થાપણો પર 6.25 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. આ દરો રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર લાગુ થાય છે.


આ પણ વાંચોઃ DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ! પગારમાં થવાનો છે ₹49,420 સુધીનો વધારો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube