નવી દિલ્હી: દેશમાં છેલ્લા બે માસથી લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જો કે, સોમવારથી તેમાં ઘણા પ્રકારની છૂટછાટ આપવાની સરકાર તૈયારી કરી રહી છે. હાલ સરકારે પણ સામાન્ય જનતાને તેમની તરફથી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે પછી આરબીઆઈ દ્વારા લોન મોરાટોરિયમ અથવા સરકાર દ્વારા ઘોષિત આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ, આ બધા થકી સરકાર લોકોની કોઈને કોઈ રીતે મદદ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે સરકારે કોરોના વાયરસને લઇ કેટલીક નાણાકીય ડેડલાઈન્સ જે 31 માર્ચ 2020 સુધી પૂર્ણ થવાની હતી, તેમના માટે છેલ્લી તારીખને વધારી 30 જૂન કરી છે. આજે અમે તેમને તે નાણાકીય ડેડલાઇન્સ વિશે જણાવી રહ્યાં છીએ, જેને તમારે આ તારીખ સુધીમાં પૂર્ણ કરવાની છે.


આ પણ વાંચો:- જલદી ફૂલ કરાવી દો પેટ્રોલની ટાંકી, ગુજરાતમાં વધવાના છે પેટ્રોલ-ડીઝલના ભાવ


પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવું
સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની સમયમર્યાદાને 31 માર્ચથી વધારી 30 જૂન સુધી કરી છે. જો તમે તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે હજુ સુધી લિંક કરાવ્યું નથી, તો લિંક કરાવી દો. નહીં તો 30 જૂન બાદ પાન કાર્ડ રદ થઈ જશે.


આ પણ વાંચો:- આ વર્ષે કોઇપણ નવી યોજના માટે નહી મળે પૈસા, જાણો શું છે સરકારનો નિર્ણય


ટેક્સમાં રાહત મેળવવા માટે રોકાણ
નાણાકીય વર્ષ 2019-20ને લઇ આયકર વિભાગે આઈટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારી 30 નવેમ્બર કરી છે. ત્યારે આ સાથે જ ટેક્સ બચાવવા માટે આયકર કાયદાની કલમ 80સી, 80ઈ અંતર્ગત રોકાણ કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી વધારી છે.


આ પણ વાંચો:- ભારતી એરટેલમાં ભાગીદારી ખરીદશે Amazon! આટલા કરોડ ડોલરનું કરશે રોકાણ


2018-19નું આઈટીઆર
જો તમે નાણાકીય વર્ષ 2019-20 માટે આઈટીઆર રિટર્નને હજુ સુધી ભર્યું નથી, તો તેની ફાઈલ કરી શકો છો. આ ઉપરાંત રિવાઈઝ્ડ આઈટીઆર પણ 30 જૂન સુધી દાખલ કરી શકાય છે. આ આઈટીઆરને ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જે વધારવામાં આવી છે.


આ પણ વાંચો:- હવે આ પ્રાઇવેટ બેંકે ઘટાડ્યા સેવિંગ પર વ્યાજ દર, ગ્રાહકો થશે નુકસાન


કર્મચારીઓને મળતું ફોર્મ-16
સામાન્ય રીતે કર્મચારીઓને તેમની કંપની તરફથી ફોર્મ-16 મે મહિનામાં મળી જાય છે, પરંતુ આ વખતે સરકારે એક ઓર્ડિનેન્સ દ્વારા ફોર્મ-16ને જારી કરવાની તારીખ 15 જૂનથી 30 જૂન વચ્ચે કરી છે. ફોર્મ-16 એક રીતે ટીડીએસ સર્ટિફિકેટ હોય છે, જેને આઈટીઆરમાં દાખલ કરતા સમયે જરૂરીયાત પડે છે.


આ પણ વાંચો:- આ નાણાકીય વર્ષમાં કેટલો થશે આર્થિક ઘટાડો, RBIના સર્વેમાં સામે આવ્યા ડરામણા પરિણામો


સ્મોલ સેવિંગ્સ એકાઉન્ટમાં રકમ જમા કરાવી
જો તમે પીપીએફ અથવા સુકન્યા સમૃદ્ધી ખાતામાં 31 માર્ચ 2020 સુધી કોઇ પ્રકારની ન્યૂનતમ રકમ જમા કરાવી નથી તો આ કાર્ય 30 જૂન સુધીમાં કરી શકો છો. ન્યૂનતમ રકમ જમા ન કરાવા પર પેનલ્ટીની જોગવાઈ છે. જેને પોસ્ટ વિભાગે હાલમાં હટાવી લીધી છે.


આ પણ વાંચો:- 'વિનાયકી'ના મોત પર સવાલ ઉઠાવ્યો તો કેરળમાં BJP સાંસદ મેનકા ગાંધી સામે FIR નોંધાઈ


પીપીએફ ખાતું થઈ ગયું છે મેચ્યોર
જો તમારું પીપીએફ ખાતુ 31 માર્ચના મેચ્યોર થઈ ગયું છે અને આ ખાતાને આગામી 5 વર્ષ માટે એક્સટેન્ડ કરવા ઈચ્છો છો. તો પછી તે પણ તમે 30 જૂન સુધી કરાવી શકો છો. પોસ્ટ વિભાગે આ સંબંધમાં 11 એપ્રિલના એખ સર્કુલર બહાર પાડ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube