Income Tax Return : હિસાબમાં ગમે તેટલો ગોટાળા કરો, છતાં આવકવેરાની નજરથી નહિ બચી શકો. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કેટલાક લોકો આવકવેરાના રડાર પર આવ્યા છે. જે લોકોએ તેના વિદેશ રકમ મોકલી છે તેઓ હવે રડારમાં છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં બતાવેલી આવક કરતા અનેકગણી વધુ રકમ વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવકવેરા દ્વારા વિદેશમાં જે લોકો રકમ મોકલે છે તેની ચકાસણી કરી રહી છે. કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતાં પ અનેકગણી વધુ રકમ તેમણે વિદેશમાં મોકલ્યાનું ધ્યાનમાં આવ્યું છે. અનેક કરદાતાઓએ વિદેશમાં રકમ મોકલી છે, આ રકમ તેમના આવક કરતા પણ વધારે જણાઈ આવી છે. તેમણે જાહેર કરેલી આવક અને વિદેશ મોકલેલી રકમમાં કેટલો તફાવત છે તે તપાસવામાં આવશે. 


એવા અનેક લોકો છે જેમણે એક વર્ષમાં 6 લાખથી વધુ રકમ વિદેશ મોકલી છે. આ તમામ લોકો પર ગાળિયો કસાશે. આ રકમ તમની આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતા અનેકગણી છે. તેમજ તેમણે બતાવેલા ખર્ચાઓ પણ જાહેર આવક કરતા વધારે છે.


હવે વડોદરાથી સડસડાટ ગાડી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, સરકાર બનાવશે હાઈસ્પીડ કોરીડોર 


આ કરદાતાઓના -૨૦૧૬ પછીના તમામ ફોર્મ ૧૫સીસી ડેટાને તારવીને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તમામના ફોર્મનું વિશ્લેષણ કરવામા આવી રહ્યું છે. જો કંઈ અજુગતુ લાગશે તો તેમને નોટિસ મોકલવામા આવશે.  


શરૂઆતના તબક્કમાં ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ પર પણ ઊંચા દર લાગુ કરાયા હતા. પરંતુ આ વ્યવસ્થા સામે નાગરિકોનો વિરોધ થતાં સરકારે કોટે કાર્ડના પેમેન્ટની વ્યવસ્થાની લિબરાલાઈઝ રેમિટન્સ સ્કીમમાંથી બાદબાકી કરી દીધી હતી. જોકે તબીબી સારવાર માટે વિદેશ મોકલવામાં આવેલા નાણાંને તથા શિક્ષણના હેતુ માટે વિદેશ મોકલવામાં આવેલા નાણાંની બાદબાકી કરાઈ હતી. રિઝર્વ બેન્કની લિબરાલાઈઝ રેમિટન્સ સ્કીમ હેઠળ ભારતમાં વસતા નાગરિકને એક નાણાકીય વર્ષ દરમિયાન ૨.૫૦ લાખ ડાલર સુધી મોકલવાની છૂટ આપવામાં આવી હતી. કાયદેસર પરમિશન આપવામાં આવી હોય તેવા ટ્રાન્ઝેક્શન હેઠળ જ આ રકમ મોકલી શકાતી હતી. વેચાણના તબક્કે વસૂલવામાં આવતી વેચાણ કિંમત માટેની સેવાને તબક્કે પ્રોડક્ટ કે સર્વિસ પર ટીસીએસ લાગુ કરવામાં આવ્યો હતો. ટીસીએસની આ રકમ સરકારમાં જમા કરાવવાની હતી. કરદાતાઓને ટીસીએસ પેટે જમ કરાવવામાં આવેલી રકમને કરવેરાન જવાબદારી સામે એડજસ્ટ કરી લેવાન છૂટ પણ આપવામાં આવી હતી. તેમ કરીને ટેક્સનું રિફંડ આપવાની અને તેના પર વ્યાજ ચૂકવવાની જવાબદારી ઓછ કરવામાં આવી હતી.


અમેરિકામાં સ્ટોર ચલાવતા ગુજરાતીની હત્યા, નાનકડા પાટીદાર પરિવારનો માળો વિખેરાયો