આજ રાતથી હાઇવે પર ગાડી ચલાવવું બનશે મોંઘું, 10-15 % સુધી વધી જશે `ટોલ ટેક્સ`
આમ આદમીની મુસાફરી હવે મોંઘી થવા જઇ રહી છે કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી એટલે એનએચઆઇએ 1 એપ્રિલ એટલે કે આજ રાતે 12 વાગ્યાથી ટોલ ટેક્સ (Toll Tax) 10 થી 65 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ હાઇવે પર ચાલનાર નાના વાહનોનો ટોલ 10-15 રૂપિયા સુધી વધી જશે.
નવી દિલ્હી: આમ આદમીની મુસાફરી હવે મોંઘી થવા જઇ રહી છે કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી એટલે એનએચઆઇએ 1 એપ્રિલ એટલે કે આજ રાતે 12 વાગ્યાથી ટોલ ટેક્સ (Toll Tax) 10 થી 65 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ હાઇવે પર ચાલનાર નાના વાહનોનો ટોલ 10-15 રૂપિયા સુધી વધી જશે, તો બીજી તરફ કોમર્શિયલ વાહનોના ટેલ ટેક્સ 65 રૂપિયા સુધી વધારવામાં આવ્યો છે. તો જો તમે દરરોજ નેશનલ હાઇવે પર મુસાફરી કરો છો તો હવે તમારું ટોલ બજેટ વધી જશે.
10-15 ટકા વધ્યો ટોલ ટેક્સ
એક્સપ્રેસ વેની વાત કરીએ તો સરાય કાલે ખાંથી શરૂ થઇને કાશી ટોલ પ્લાઝા સુધી કાર અને જીપ માટે પહેલાં જ્યાં 140 રૂપિયા આપવા પડતા હતા, તો બીજી તરફ તેના માટે હવે 155 રૂપિયા આપવા પડશે. સરાય કાલે ખાંથી જ રસૂલપુર સિકરોડ પ્લાઝા પર હવે વાહન ચાલકોને 100 આપવા પડશે. તો બીજી તરફ ભોજપુર જવા માટે 130 રૂપિયા ચૂકવવા પડશે. ઘણા પ્રકારના વાહનો માટે અહીં 10-15 ટકા ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે.
હોશ ઉડી જશે દિલ્હીના આ રેસ્ટોરેન્ટની ફક્ત 1 રોટલીનો ભાવ! એશિયાના Best-50 માં થઇ સામેલ
લખનઉને જોડે છે 6 નેશનલ હાઇવે
લખનઉથી જોડાનાર હાલના 6 નેશનલ હાઇવેમાં હરદોઇ હાઇવે પર હાલ કોઇ ટોલ નાકુ નથી, તો સીતાપુરમાં ઓક્ટોબરથી બદલાયેલા ટોલ દર લાગૂ કરવાના છે. આ બંને ઉપરાંત કાનપુર, અયોધ્યા, રાયબરેલી અને સુલ્તાનપુર જવાનું છે તો આજ રાતથી લોકોએ નવા દર પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે. લખનઉ રાયબરેલી હાઇવે પર હવે નાના વાહનોને 105 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ બસ-ટ્રક માટે 360 રૂપિયા લાગશે.
Gold price today : સસ્તુ થઇ ગયું સોનું, ભાવમાં રેકોર્ડ સ્તરથી 47,00 રૂપિયાનો ઘટાડો
લખનઉ-અયોધ્યા હાઇવે પણ મોંઘો
લખનઉથી અયોધ્યા જતા વાહનો માટે હવે નાના ખાનગી વાહનો માટે 110 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ટ્રક અથવા બસ માટે અહીં 365 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. લખનઉ-કાનપુર હાઈવે પર નવાબગંજ પ્લાઝા પણ મોંઘો થઈ ગયો છે, જેમાં નાના વાહનોને 90 રૂપિયા અને કોમર્શિયલ વાહનોને 295 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે. તે જ તર્જ પર લખનઉથી સુલતાનપુર હાઈવે સુધી, હવે તમારે નાના વાહનો માટે 95 રૂપિયા અને ડબલ એક્સલ વાહનો માટે 325 રૂપિયા ચૂકવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube