Tomato Price: દેશભરના શહેરોમાં ટમેટાના ભાવ આસમાને છે. ટમેટા જેવી જરૂરી વસ્તુના ભાવમાં થયેલા તોતીંગ વધારાથી લોકો પણ પરેશાન છે. ટમેટાના વધતાં ભાવને લઈ ગૃહિણીઓ અનિવાર્ય સંજોગોમાં જ ટમેટા ખરીદવાનું વિચારવા લાગી છે. તેવામાં લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. બજારમાં જે ટમેટા 200 રૂપિયે કિલોના ભાવે વેંચાય છે તે તમે ઘરે બેઠા ઓનલાઈન 70 રૂપિયે કિલોના ભાવે ખરીદી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ આયુર્વેદિક વસ્તુની ખેતી કરી બની શકો છો લખપતિ, 3 મહિનામાં 15,000 ના થશે 4 લાખ


Indian Railway: રેલવેના AC કોચમાંથી આ શહેરના લોકો સૌથી વધુ કરે છે ચાદર, તકીયાની ચોરી


મોદી સરકારે આપી મોટી રાહત, આ લોકોને નહીં ભરવો પડે કોઈ ટેક્સ, મળશે ટેક્સમાંથી મુક્તિ


સરકારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઓએનડીસી પર 22 જુલાઈથી લોકોને સસ્તા ટમેટા આપવા માટેની પહેલ શરૂ કરવામાં આવી છે. અહીંથી તમે માત્ર 70 રૂપિયા પ્રતિ કિલોના દરે ટમેટા ખરીદી શકો છો. ગત સપ્તાહથી દેશભરમાં અલગ-અલગ શહેરોમાં મોબાઈલ વાન દ્વારા રાહત દરે ટમેટાનું વેચાણ શરુ થયું છે. સરકારની કૃષિ માર્કેટિંગ એજન્સીઓ નાફેડ અને એનસીસીએફ તેનું વેચાણ કરે છે. 


તેવામાં એનસીસીએફ દ્વારા દિલ્હીના લોકો માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર રાહત દરે ટમેટા વેચવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આગામી 10થી 15 દિવસ માટે ઓએનડીસી પર 70 રૂપિયા પ્રતિ કિલોના દરે ટમેટા વેચવામાં આવશે. યુઝર્સ એકવારમાં 2 કિલો ટમેટા ઓર્ડર કરી શકશે. 
 
ઓનડીસી ઈ-કોમર્સ કંપનીઓને આ મામલે ટક્કર મારશે. આ પ્લેટફોર્મ સપ્ટેમ્બર 2022 માં શરૂ થયું હતું. આ એક સરકારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે જ્યાંથી લોકો સસ્તા ભાવે શાકભાજી, કરિયાણું અને અન્ય જરૂરી સામાન ઓનલાઈન ખરીદી શકે છે.