TRAI એ નક્કી નવી કિંમત, TV ચેનલ્સ માટે ચૂકવવા પડશે 153 રૂપિયા દર મહિને, કશું જ નહી મળે મફતમાં
1 ફેબ્રુઆરીથી કેબલ ટીવી અને ડીટીએચની નવી પ્રાઇસિંગ માટે નવા નિયમ લાગૂ થશે. TV જોવા માટે તમારી પોતાની પસંદગીની ચેનલ્સ પસંદ કરો તેની જ કિંમત ચૂકવશો. દાવો એ છે કે પહેલાંના મુકાબલે ટીવી જોવું સસ્તુ બનશે. પરંતુ હકિકત એ છે કે ટીવી જોવું કદાચ પહેલાંના મુકાબલે મોંઘુ સાબિત થશે. આવો સમજીએ નવી નવી પ્રાઇસિંગમાં તમારે ચેનલ્સને પસંદ કરવાની છે અને તેની કિંમત નક્કી થશે.
ફ્રી ટૂ એર ચેનલ્સના પણ ચૂકવવા પડશે પૈસા
1 ફેબ્રુઆરીથી તમારા ટીવી પર મળનાર ફ્રી ટૂર ચેનલ્સ માટે પણ પૈસા ચૂકવવા પડશે. એટલે કે આ બધી ચેનલ્સ પણ ફ્રી નહી મળે. તેના માટે TRAI એ 153 રૂપિયા દર મહિને નક્કી કર્યા છે. 153 રૂપિયા દર્શક ફ્રી ટૂ એરમાંથી 100 પસંદગીની ચેનલ પસંદ કરી શકે છે. જોકે આ કામ તેમણે 31 જાન્યુઆરી પહેલાં કરવું પડશે. TRAI નું કહેવું છે કે નવા નિયમ હેઠળ દર્શકો તેમની પસંદગીની ચેનલ પસંદ કરવા માટે આઝાદ છે.
ખાવાના શોખીનો માટે માઠા સમાચાર: તમે ઉત્તરાયણ પછી SWIGGY-ZOMATO માંથી નહી કરી શકો ઓર્ડર
153 રૂપિયાના પેકમાં નહી મળે HD ચેનલ્સ
મળતી માહિતી અનુસાર 153 રૂપિયાના પેક (જેમાં GST પણ સામેલ છે)માં HD ચેનલની સુવિધા નથી. જોકે કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દર્શકો HD ચેનલ પણ પસંદ કરી શકે છે. પરંતુ એક એચડી ચેનલને બે નોન-એચડી ચેનલ ગણવામાં આવશે. જોકે તેના વિશે પુરી જાણકારી માટે દર્શકોએ પહેલાં પોતાના સર્વિસ પ્રોવાઇડરનો જરૂર સંપર્ક કરવો.
TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!
દર્શકો માટે હેલ્પલાઇન અને SMS કેમ્પેન
દર્શકોને નવા નિયમો વિશે જણાવવા માટે TRAI એ 12 જાન્યુઆરીથી SMS કેમ્પેનની શરૂઆત કરી છે. આ કેમ્પેન હેઠળ દર્શકોને મેસેજ દ્વારા નવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બે હેલ્પલાઇન નંબર 011-23220209 અને 011-23237922 પણ જાહેર કરવામાં આવ્યા છે.
એક ચેનલની કિંમત 19 રૂપિયાથી વધુ નહી
TRAI એ એ પણ કહ્યું છે કે એક ચેનલ માટે દર્શકો પાસેથી વધુમાં વધુ 19 રૂપિયા વસૂલવામાં આવી શકે છે. આ ઉપરાંત એક જ ગ્રુપની ઘણી ચેનલ હોવા છતાં તે બધી ચેનલને એકઠી કરીને સિંગલ પ્લાન રજૂ કરી શકે છે. નવા નિયમ અનુસાર દર્શકો પોતાની મરજીથી ચેનલ પસંદ કરવામ આટે સ્વતંત્ર છે. ઓપરેટર અને બ્રોડકાસ્ટર તેના પર કોઇ દબાન ન બનાવી શે. પહેલા આ નિયમ 29 ડિસેમ્બર 2018થી લાગૂ થવાનો હતો. પછી તેની સમય મર્યાદા વધારીને 1 ફેબ્રુઆરી 2019 કરી દેવામાં આવી છે.
DTH અને કેબલ TV ના નિયમોમાં 29 ડિસેમ્બરથી નહી થાય ફેરફાર, દર્શકોને મળી મોટી રાહત
TRAI દ્વારા ચાર લિંક જાહેર કરવામાં આવી છે.
1.
https://channeltariff.trai.gov.in/data/List_of_FTA_Channels.pdf- આ ફ્રી ટૂ એર ચેનલ્સ છે. તેના માટે તમારે પે કરવાની જરૂર નથી. 130 રૂપિયા (GST સાથે 153 રૂપિયા ચૂકવવા પડશે)માં ફ્રી ચેનલ્સ જોઇ શકશો. પહેલા પોતાની પસંદગીની 100 ચેનલ અહીંથી સિલેક્ટ કરી લો.
2.
https://channeltariff.trai.gov.in/data/Bouquets27122018.pdf- આ લિંક પર ક્લિક કરી બધી ચેનલની જાણકારી મળશે. તેમાં ગ્રુપ નેમ, તેની ચેનલ અને તેની કિંમતની જાણકારી મળશે.
3.
https://channeltariff.trai.gov.in/data/MRP_of_Pay_Channels.pdf- આ લિંક પર બધી ચેનલની મેક્સિમમ રેટની જાણકારી આપવામાં આવી છે. અહીંથી તમે તમારી પસંદગીની ચેનલ સિલેક્ટ કરી શકો છો.
4.
https://channeltariff.trai.gov.in/data/SuggestiveBouquet19122018.pdf - આ લિંક પર ચેનલ્સની ક્લબિંગ કરવામાં આવી છે. જો તમને પસંદગીની ચેનલ સિલેક્ટ કરવામાં સમસ્યા થઇ રહી છે તો આ પેક વડે રિચાર્જ કરાવીને ટીવી જોઇ શકો છો.