વિદેશથી ભારત આવનારને રાખવા પડશે આ દસ્તાવેજ, ભૂલી જશો તો ભારે પડશે
જો તમે અથવા તમારા પરિચિત આગામી દિવસોમાં વિદેશ યાત્રા બાદ ભારત પરત ફરવાના છે તો એકવાર નવા દિશાનિર્દેશ જોઇ લો. કેન્દ્ર સરકારે ગુરૂવારે વિદેશથી ભારત આવનારાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
નવી દિલ્હી: જો તમે અથવા તમારા પરિચિત આગામી દિવસોમાં વિદેશ યાત્રા બાદ ભારત પરત ફરવાના છે તો એકવાર નવા દિશાનિર્દેશ જોઇ લો. કેન્દ્ર સરકારે ગુરૂવારે વિદેશથી ભારત આવનારાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ 19ને જોતાં વિદેશોથી આવનાર લોકો માટે નવા દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ યાત્રીઓને નિર્ધારિત સમય કરતાં 72 કલાક પહેલાં સંબંધિત સ્વાસ્થ્ય કાઉન્ટર પર પહોંચવું પડશે અથવા ઓનલાઇન પોર્ટલ પર સ્વ-ઘોષણા પત્ર આપવું પડશે.
તેમને સંબંધિત વિમાન કંપનીના માધ્યમથી એક સ્વ-ઘોષણા પત્ર આપવું પડશે, જેથી તેમને યાત્રા કરવાની અનુમતિ મળી શકે. તે 14 દિવસ માટે પોતાના ઘરે અલગ રહીને અથવા પોતાની દેખરેખ માટે સરકારી નિર્દેશોનું પાલન કરવું પડશે.
આરટી-પીસીઆર તપાસમાં નેગેટિવ રિપોર્ટ વિના વિદેશથી આવનાર યાત્રી અને હોમ કોરોન્ટાઇનથી છૂટ લેવા માટે ઇચ્છુક યાત્રી હવાઇઅડ્ડા પર પણ આરટી-પીસીઆર તપાસ કરાવી શકે છે. આરટી-પીસીઆર તપાસ નેગેટિવ રિપોર્ટ વિના આગનાર અને એરપોર્ટ પર આરટી-પીસીઆર તપાસનો વિકલ્પ ન લેનાર વિદેશોથી આવેલા મુસાફરોને આવશ્યક રૂપથી સાત દિવસ માટે સંસ્થાગત કોરોન્ટાઇન અને સાત દિવસ હોમ કોરોન્ટાઇનનું પાલન કરવું પડશે.
દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષ અથવા ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, પરિવારમાં કોઇનું મૃત્યું , માતા-પિતાની ગંભીર બિમારી જેવા કારણો માટે હોમ કોરોન્ટાઇનની અનુમતિ આપવામાં આવી શકે છે. નેગેટિવ આરટી-પીસીઆર તપાસ રિપોર્ટ આપવાની સાથે જ યાત્રી હોમ કોરોન્ટાઇનની છૂટ લઇ શકે છે. આ તપાસ યાત્રા શરૂ કરતાંના 72 કલાક પહેલાં જ કરાવવાની રહેશે.
વિદેશોથી આવનાર મુસાફરોની તપાસમાં કોરોના સંક્રમણના લક્ષણ મળી આવતાં તે મુસાફરોને તાત્કાલિક સ્વાસ્થ્ય માપદંડો અનુસાર સારવારની સુવિધા પુરી પાડવામાં આવશે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube