ટેસ્લાને લાવવા ત્રણ રાજ્યો વચ્ચે કોમ્પિટીશન, ગુજરાતમાં આવવાના ચાન્સ કેટલા?
Tesla in India : વિશ્વની જાણિતી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લા ગુજરાતમાં સ્થાપી શકે છે પોતાનો પ્લાન્ટ....ટેસ્લાની ટીમ જગ્યા શોધવા માટે આ મહિને આવશે ભારત....ગુજરાત પર ટેસ્લાનું રહેશે સૌથી વધુ ફોકસ...2022થી કેન્દ્ર સરકાર અને ટેસ્લા વચ્ચે ચાલી રહી છે વાતચીત
Tesla in Gujarat : એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં આવે છે તે તો નક્કી છે. પરંતુ ક્યા આવશે તે હાલ સૌથી વધુ ચર્ચાતો પ્રશ્ન છે. કારણ કે, ત્રણ રાજ્યો ટેસ્લાને પોતાની તરફ ખેંચવા માટે સ્પર્ધામાં છે. ટેસ્લાને પોતાના રાજ્યમાં લાવવા માટે ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્ર વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. જે પણ રાજ્યમાં ટેસ્લા આવશે ત્યાં રૂપિયા ધનલક્ષ્મીની જેમ ખેંચાઈને આવશે. ત્યારે હવે લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે કે, આ મહિનામાં ટેસ્લાની એક ટીમ ભારતની મુલાકાત કરશે. આ ટીમ ફેક્ટરી માટે જમીનની શોધ કરવા માટે ભારત આવશે, જેમાં તેઓ તમામ રાજ્યોની મુલાકાત લે તેવી ચર્ચા છે.
ભારતીય ઓટો બજારમાં હવે વધુ એક મોટો પ્લેયર આવી રહ્યો છે. લાંબા સમયથી જે ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપનીની રાહ જોવાઈ રહી હતી, તે હવે આ વર્ષે ભારત આવી શકે છે. આપણે એલન મસ્કની કંપની ટેસ્લાની વાત કરીએ છીએ. જલ્દી જ એલન મસ્કની કંપનીની ગાડીઓ ભારતમાં દોડતી થશે.
થાઈલેન્ડના આઈલેન્ડ જેવા બનશે ગુજરાતના 13 ટાપુ, ગુજરાતનો છુપો ખજાનો હવે દુનિયા જોશે
2-3 બિલિયન ડોલરનું કરશે રોકાણ
ટેક અરબપતિ એલન મસ્ક દેશમાં 2 થી 3 અરબ ડોલર (16-25 હજાર કરોડ રૂપયા) ની કંપની ઉભી કરવા માટે પોતાની ટીમને ભારતમાં મોકલશે. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ટેસ્લાની સીઈઓના દિમાગમાં હાલ સૌથી ટોચ પર ત્રણ રાજ્યો છે, જ્યા રોકાણ કરી શકાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ. જેની પાસે ઈવી માટે પાયાગત સુવિધા છે. સાથે પોર્ટની સુવિધા પણ છે. જે ઈલેક્ટ્રિક કારની દિગ્ગજ કંપની માટે કારના નિર્માણ માટે સરળતા ઉભી કરશે.
ગુજરાત સરકારના પ્રયાસો
ટેસ્લા ગુજરાતમાં આવે તેવા અનેક પ્રયાસો ચાલી રહ્યાં છે. આ માટે એલન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાત આવશે તેવી પણ ચર્ચા વહેતી થઈ હતી. ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા રાજ્યો અને ઓટોમોબાઈલ હબ છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન ટેસ્લા પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની મદદ કરાઈ હતી, પણ એલન મસ્ક આવ્યા ન હતા. ટેસ્લાને ગુજરાત લાવવા પર જોર કરાઈ રહ્યું છે. ગુજરાતનું લક્ષ્ય ભારતના 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવામાં યોગદાન આપવાનું છે. ટેસ્લા જેવા પ્રોજેક્ટ તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવશે. ગુજરાત ટેસ્લાને સાણંદ કે ધોલેરામાં જમીન આપી શકે છે. જ્યાં ટાટા મોટર્સ અને સુઝુકીના ઓટો પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારોનું ગુજરાતના બંદરો સાથે સારી રીતે કનેક્શન છે. જ્યાંથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની સુવિધા મળી રહે છે. ધોલેરામાં પણ ટેસ્લા પ્લાન્ટ લગાવી શકે છે.
પ્રોપર્ટી ખરીદવાનો અને વેચવાનો નિયમ બદલાયો, દસ્તાવેજ નોંધણીમાં કરાયા મોટા ફેરફાર
ટેસ્લાના ગુજરાતમાં આવવાથી શું ફાયદો થશે
જો બધુ યોગ્ય રહ્યુ તો ગુજરાતમાં ટેસ્લાન પ્લાન્ટ આવી શકે છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે. ટાટા મોટર્સના ગુજરાતમાં આગમન બાદ ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરીને આવ્યું છે. રાજ્યમાં ફોર્ડ મોટર્સ, ટાટા મોટર્સ અને સુઝુકીના પ્લાન્ટ છે. એમજી મોટરે જનરલ મોટલ સાથે હાલોલનો પ્લાન્ટ અધિગ્રહણ કરીને ભારતમાં પોતાનો પ્રોજેક્ટ સ્થાપિત કર્યો છે.
તેલંગણા સરકારના પ્રયાસ
તેલંગણા સરકારે હાલમાં જ ટ્વિટર પર કહ્યું કે, ટેસ્લાની ટીમ રિસર્ચ માટે ભારત આવવાની છે. તેથી અમે છેલ્લા કેટલાક સમયથી ટેસ્લાને તેલંગણામા લાવવા માટે શક્યત તમામ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમારી ટેસ્લા સાથે વાતચીત ચાલુ છે.
આઈસ ગોલા ખાતા નહિ! આઈસ ડિશમાં શું મળ્યું તે જાણીને તમે ખાવાનું પણ પસંદ નહિ કરો