Budget 2020: તમારા પગાર પ્રમાણે જાણો આવકવેરામાં તમને કેટલો થયો ફાયદો
Union Budget 2020: નાણા મંત્રી નિર્મણા સીતારમને નાણાકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સામાન્ય કરદાતાને ઘણી આશા હતી. તેને પૂરી કરતા ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા સ્લેબ અપનાવવાથી કરદાતાને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને 2020-21નું બજેટ શનિવારે રજૂ કર્યું હતું. આ બજેટની સૌથી મોટી વાત છે કરદાતાને મળનારા ટેક્સમાં રાહત. નાણાપ્રધાને ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યાં છે. નાણાપ્રધાને નવા ટેક્સ સ્લેબ કે જૂના ટેક્સ સ્લેબને પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. હવે કરદાતા કોઈ સાધનમાં રોકાણ કરે કે ન કરે તેને ટેક્સ છૂટનો ફાયદો મળશે. આવો જાણીએ કે અલગ-અલગ સેલેરીના હિસાબથી કોને ટેક્સ છૂટમાં કેટલો ફાયદો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે 50 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન જેવી ઘણી છૂટ સમાપ્ત કરી દેવામાં આવી છે.
કર યોગ્ય આવકના સ્લેબ | હાલના કર દર | નવા કર દર |
0-2.5 લાખ | છૂટ | છૂટ |
2.5-5 લાખ | 5% | 5% |
5-7.5 લાખ | 20% | 10% |
7.5-10 લાખ | 20% | 15% |
10-12.5 લાખ | 30% | 20% |
12.5-15 લાખ | 30% | 25% |
15 લાખથી ઉપર | 30% | 30% |
6 લાખની વાર્ષિક આવક પર આટલી થશે બચત
જો કોઈનો પગાર 50 હજાર રૂપિયા મહિને કે 6 લાખ રૂપિયા વાર્ષિક છે તો જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ તેની આવક માત્ર 5.5 લાખ રૂપિયા થાય. જો તેણે કોઈ રોકાણ કર્યું નથી તો તેના પર આ પ્રકારે ટેક્સ લાગતો
5 લાખ રૂપિયા સુધીની આવક માટે 12,500 રૂપિયા, ત્યારબાદ 50 હજાર રૂપિયાની આવક માટે 20 ટકા પ્રમાણે 10 હજાર રૂપિયા અને તેના પર 4 ટકા સરચાર્જ એટલે કે 700 રૂપિયા. આ રીતે તેણે કુલ ટેક્સ 23200 રૂપિયા થાય.
નવા ટેક્સ સ્લેબ પ્રમાણે તેનો ટેક્સ આ પ્રકારે હશે-
5 લાખ રૂપિયાની આવક માટે 12500 રૂપિયા, ત્યારબાદ 50 હજાર રૂપિયાની આવક માટે 10 ટકા પ્રમાણે ટેક્સ 5 હજાર રૂપિયા અને તેના પર 4 ટકાનો સરચાર્જ એટલે કે 700 રૂપિયા. આ પ્રકારે તેણે કુલ 18,200 રૂપિયા આપવા પડશે. આ રીતે મહિને 50 હજાર રૂપિયા કમાતા વ્યક્તિને વાર્ષિક 5,000 રૂપિયા બચશે.
જો કોઈનો પગાર વાર્ષિક 10 લાખ હોય તો કેટલી બચત
જો કોઈ વ્યક્તિની આવક વાર્ષિક 10 લાખ રૂપિયા છે તો 50 હજારના ડિડક્શન બાદ તેની વાર્ષિક આવક 9.5 લાખ રૂપિયા થાય છે. જો તેણે કોઈ રોકાણ કર્યું નથી તો તેની આવક પર આ પ્રમાણે ટેક્સ લાગતો હતો.
5 લાખ સુધી 12500+ બાકી 4.5 લાખ રૂપિયા આવક પર 20 ટકા હિસાબે 90 હજાર રૂપિયાનો ટેક્સ અને તેના પર 4 ટકા સેસ એટલે કે 4100 રૂપિયા, આ રીતે તેણે કુલ 1,06,600 રૂપિયા આવકવેરો ભરવો પડતો હતો.
નવા ટેક્સ સ્લેબમાં આવા વ્યક્તિ પર કેટલો ટેક્સ લાગશે.
સ્ટાન્ડર્ડ ડિડક્શન નથી, તેથી તે વ્યક્તિની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા માનવામાં આવશે. તેના પર ટેક્સ આ પ્રકારે લાગશે.
5 લાખ સુધી 12500+ બાકી 5 લાખ રૂપિયાની આવક પર 15 ટકા પ્રમાણે 75 હજાર ટેક્સ લાગશે અને તેના પર 4 ટકા સેસ એટલે કે 3500 રૂપિયા એટલે કે કુલ 91000 રૂપિયા આપવા પડશે. આ રીતે તેને જૂના સ્લેબ પ્રમાણે 15600 રૂપિયાની બચત થશે.
BUDGET 2020 Highlights : બજેટ 2020 હાઈલાઇટ્સ, જાણો એક જ ક્લિકમાં તમામ વિગતો
15 લાખ આવક પર થશે આટલી બચત
જો કોઈનો વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા થાય તો જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે તે વ્યક્તિને 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું અને તેની ટેક્સેબલ ઇનકમ 14.5 લાખ રૂપિયા માનવામાં આવતી. જૂના સ્લેબ પ્રમાણે આ વ્યક્તિનો ટેક્સ આ પ્રકારે હોત.
5 લાખ રૂપિયા પર 12500 રૂપિયા, આ સાથે બાકી 5 લાખ ઉપર (5થી10 લાખ ઉપર 20 ટકા પ્રમાણે) 1 લાખ રૂપિયા, પછી ત્યારબાદ 4.5 લાખ રૂપિયા પર (10 લાખથી 14.5 લાખ રૂપિયા પર 30 ટકા પ્રમાણે) 1,35000 રૂપિયા. આ પ્રકારે કુલ ટેક્સ થયો 2,47,500 રૂપિયા. તેના પર 4 ટકા સેસ હોય તો 9900 રૂપિયા એટલે કે કુલ ટેક્સ થાય છે 2,57,400 રૂપિયા હતો.
નવા ટેક્સ સ્લેબ પ્રમાણે તેનો ટેક્સ આ પ્રકારે હશે-
તેનો કોઈ પ્રકારના ડિડક્શનનો લાભ મળશે નહીં, તેથી તેની કુલ ટેક્સેબલ આવક 15 લાખ ગણવામાં આવશે. તેના પર ટેક્સ આ પ્રકારે નક્કી થશે.
5 લાખ રૂપિયા પર 12500 રૂપિયા, આ સાથે બાકી 2.5 લાખ રૂપિયા પર (5થી 7.5 લાખ રૂપિયા પર 10 ટકા પ્રમાણે) 25 હજાર રૂપિયા, ત્યારબાદ 2.5 લાખ રૂપિયા પર (7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા પર 15 ટકા પ્રમાણે) 37,500 રૂપિયા, પછી 2.5 લાખ રૂપિયા પર (10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયા પર 20 ટકા પ્રમાણે) 50 હજાર રૂપિયા અને પછી 2.5 લાખ રૂપિયા (12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા પર 25 ટકા પ્રમાણે) પર 62500 રૂપિયા ટેક્સ લાગશે. આ રીતે તેનો કુલ ટેક્સ 1.87 લાખ રૂપિયા થશે અને તેના પર 4 ટકા સરચાર્જ એટલે કે 7500 રૂપિયા. આ રીતે તેનો કુલ ટેક્સ 1,94,500 રૂપિયા થશે. આ રીતે નવો ટેક્સ સ્લેબ અપનાવવાથી 15 લાખ રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિને કુલ 62,900 રૂપિયાની બચત થશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube