BUDGET 2020 Highlights : બજેટ 2020 હાઈલાઇટ્સ, જાણો એક જ ક્લિકમાં તમામ વિગતો

નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ (2020-2021) રજૂ કરી દીધું છે. મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે. કેટલિક શરતોની સાથે 15 લાખ સુધીની આવકવાળા માટે આવકવેરામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 

BUDGET 2020 Highlights : બજેટ 2020 હાઈલાઇટ્સ, જાણો એક જ ક્લિકમાં તમામ વિગતો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી (Finance minister) નિર્મલા સીતારમને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2020-2021 રજૂ કર્યું હતું. બજેટમાં આવકવેરાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. કરવેરા સ્લેબમાં સરકારે મોટા ફેરફાર કર્યાં છે. તો આ સાથે તેજસ જેવી નવી ટ્રેનો શરૂ કરવી, દેશમાં પોલીસ યુનિવર્સિટીની સ્થાપના કરવી, આધાર પાનને લઈને, તો બજેટ બાદ ઘણી વસ્તુ સસ્તી તો ઘણી મોંઘી થવાની છે. તો આ સાથે બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાને જાહેરાત કરી કે સરકાર LICનો કેટલોક ભાવ વેંચવા કાઢશે. જુઓ બજેટમાં શું રહ્યું ખાસ....

શું થયા ટેક્સમાં ફેરફાર
આર્થિક સુસ્તી અને હાલના નાણાકીય વર્ષમાં 5% ટકા વિકાસ દરની સંભાવના વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ (Budget 2020) સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારે બજેટમાં સામાન્ય વ્યક્તિને મોટી રાહત આપતાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર સંપૂર્ણપણે છૂટ આપી દીધી છે. એટલે કે પાંચ લાખ સુધીની આવકવાળાઓને કોઇ ટેક્સ આપવો નહી પડે.
 BUDGET 2020: નવો ટેક્સ સ્લેબ પસંદ કરશો કે જૂનો? જાણો શું છે શરતો

BUDGET 2020:  નવો ટેક્સ સ્લેબ પસંદ કરશો કે જૂનો? જાણો શું છે શરતો

બેન્કના આ નિયમમાં થયો ફેરફાર, તમને થશે ફાયદો
બજેટ (Budget 2020) માં સરકારે તમારા બેંક ડિપોઝીટને લઈને મોટી જાહેરાત થઈ છે. બેન્કમાં જમા થાપણો પર હવે તમને 5 લાખ રૂપિયા સુધીની ગેરન્ટી મળશે. 
Budget: બદલાયો નિયમ, જો બેંક ફડચામાં ગઈ તો પણ તમારા આટલા રૂપિયા સુરક્ષિત

Budget: બદલાયો નિયમ, જો બેંક ફડચામાં ગઈ તો પણ તમારા આટલા રૂપિયા સુરક્ષિત

બજેટમાં SC, ST અને OBC વર્ગને શું મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ બજેટ 2020 (Budget 2020)માં એસટી, એસસી અને ઓબીસી વર્ગના વિકાસ માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગ માટે 85 હજાર કરોડ રૂપિયા. 
Budget 2020: SC, ST, OBC માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત

રેલવે માટે આ થઈ બજેટમાં જાહેરાત
ભારત સરકાર રેલવે બજેટ (Rail Budget) માં અનેક યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે. દેશમાં રેલવે (Railway) ને મંદીમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર હવે PPP મોડલ પર વધુ ફોકસ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (nirmala sitharaman) બજેટમાં જાહેરાત કરી છે કે તેજસ ટ્રેન સેવાની જેમ જ અન્ય ટ્રેનોમાં પણ PPP મોડલનો ઉપયોગ થશે. નવા નાણાકીય વર્ષમાં ભારતીય રેલવેમાં વિભિન્ન યોજનાઓ લાગુ કરાશે. કેન્દ્ર સરકાર રેલવેની કમાણી પર સંપૂર્ણ રીતે ફોકસ કરવા જઈ રહી છે. 
Rail Budget 2020: તેજસની જેમ દોડાવવામાં આવશે 1000થી વધુ પ્રાઈવેટ ટ્રેન, જાણો અન્ય વિગતો

Rail Budget 2020: તેજસની જેમ દોડાવવામાં આવશે 1000થી વધુ પ્રાઈવેટ ટ્રેન, જાણો અન્ય વિગતો

શિક્ષણ પાછળ થશે કરોડો રૂપિયાનો ખર્ચ
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આજે દેશનું કેન્દ્રીય બજેટ રજુ કર્યું. શિક્ષણના ક્ષેત્ર પર સરકારે આ વખતે 99300 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે એફડીઆઈ લાવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. 
Budget 2020: શિક્ષણ ક્ષેત્રે અધધધ...રૂપિયા ખર્ચ કરશે મોદી સરકાર, FDI સહિત આ ખાસ વાતો જાણો

જાણો બજેટોમાં ખેડૂતો માટે શું થઈ મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજુ કરી રહ્યાં છે. લડખડાતી ઈકોનોમીને સપોર્ટ આપવા માટે તેમમે ગ્રામીણ ઈકોનોમીને બજેટમાં શું આપ્યું તે ખુબ મહત્વનું છે. નાણામંત્રીએ કહ્યું કે ગરીબ તબક્કાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મક્કમ છે. ખેડૂતોની આવક વધારવા માટે 16 મહત્વના નિર્ણયો લેવાયા છે. 
Budget 2020: આ 5 પોઈન્ટ પર ફોકસ, ખેડૂતો માટે થઈ અનેક મહત્વની જાહેરાતો, જાણવા કરો ક્લિક

Budget 2020: આ 5 પોઈન્ટ પર ફોકસ, ખેડૂતો માટે થઈ અનેક મહત્વની જાહેરાતો, જાણવા કરો ક્લિક

એલઆઈસીનો કેટલોક હિસ્સો વેંચશે સરકાર
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ સામાન્ય બજેટ (budget 2020) રજૂ કરતાં LICને લઇને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર એલઆઇસીનો આઇપીઓ લાવશે અને આઇપીઓ દ્વારા એલઆઇસીમાં સરકાર પોતાની ભાગીદારી વેચશે. 
બજેટ 2020: મોદી સરકારની મોટી જાહેરાત, IPO લઇને LIC પોતાની ભાગીદારી વેચશે સરકાર

બજેટ 2020: મોદી સરકારની મોટી જાહેરાત, IPO લઇને LIC પોતાની ભાગીદારી વેચશે સરકાર

બજેટમાં શું થયું સસ્તું-મોંઘું, તમારા ખિસ્સા પર પડશે આ અસર
શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. 2020-21 ના સામાન્ય બજેટમાં ઘણી એવી જાહેરાત કરી છે.
Budget 2020: બજેટમાં શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ યાદી

Budget 2020: SC, ST, OBC માટે મોદી સરકારે કરી મોટી જાહેરાત

અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ભાષણ
નિર્મલાનું બજેટ 2020 ભાષણ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાબું ભાષણ બની ગયું છે. નાણાપ્રધાને પોતાના બજેટ ભાષણમાં ઘણી મોટી જાહેરાત કરી. રેલ, ટેક્સ, કિસાનો સાથે જોડાયેલી ઘણી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે.  
Budget 2020 Speech: નિર્મલા સીતારમને રચ્યો ઈતિહાસ, વાંચ્યું અત્યાર સુધીનું સૌથી લાબું બજેટ ભાષણ

Budget 2020 Speech: નિર્મલા સીતારમને રચ્યો ઈતિહાસ, વાંચ્યું અત્યાર સુધીનું સૌથી લાબું બજેટ ભાષણ

આધાર હશે તો તાત્કાલિક મળશે પાન 
ઇનકમ ટેક્સ ફાઇલિંગ સિવાય પાન કાર્ડની જરૂરીયાત બેન્ક એકાઉન્ટ અને નાણાકીય લેણદેણ વગેરે માટે જરૂરીયાત રહે છે. PAN 10 કેરેક્ટર (આલ્ફા-ન્યૂમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.  
બજેટ 2020માં જાહેરાતઃ 'આધાર'ના આધારે તાત્કાલિક મળશે PAN નંબર, નહીં ભરવું પડે ફોર્મ

બજેટ 2020માં જાહેરાતઃ 'આધાર'ના આધારે તાત્કાલિક મળશે PAN નંબર, નહીં ભરવું પડે ફોર્મ

બજેટને લઈને વિપક્ષે સરકાર પર કર્યાં પ્રહાર
Union Budget 2020 Reactions: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગાર મળે. 
Budget 2020 Reactions: રાહુલ ગાંધીએ કહ્યું- બજેટના નામ પર માત્ર ભાષણ અને આંકડાની માયાજાળ

Budget 2020 Reactions: રાહુલ ગાંધીએ કહ્યું- બજેટના નામ પર માત્ર ભાષણ અને આંકડાની માયાજાળ

જાણો બજેટ બાદ શું બોલ્યા નાણાપ્રધાન
બજેટ ભાષણ લાંબુ હોવા પર તેમણે કહ્યું કે, હું સહમત છું કે મારો બજેટ ભાષણ લાંબુ હતું, પરંતુ ભાષણમાં મેં યુવાઓ માટે રોજગારની યોજનાઓ વિશે વાત કરી હતી. સાથે તેમને લાભ પણ આપ્યો છે.   
Budget 2020: શેરબજાર પર સકારાત્મક અસર પડશેઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમન

બજેટની શેરબજાર પર અસર, નિફ્ટી-સેન્સેક્સ ડાઉન
આજે સવારે જ્યારે શેર બજારની શરૂઆત પણ મિશ્રિત જોવા મળી હતી. સેન્સેક્સ વધારા સાથે તો નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યો હતો.  
'બજેટથી બજાર નારાજ', સેન્સેક્સમાં 987 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે બંધ
'બજેટથી બજાર નારાજ', સેન્સેક્સમાં 987 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

દેશને પ્રગતિની દિશામાં લઈ જશે આ બજેટઃ પીએમ મોદી
હું આ બજેટના પ્રથમ બજેટ માટે, જેમાં વિઝન પણ છે, એક્શન પણ છે, નાણાપ્રધાન નિર્મલા સીતારમન જી અને તેમની ટીમને ખુબ ખુબ શુભેચ્છા આપુ છું.
BUDGET 2020: દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે આ બજેટઃ પીએમ નરેન્દ્ર મોદી
BUDGET 2020: દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરશે આ બજેટઃ પીએમ નરેન્દ્ર મોદી

બજેટમાં સરકારી નોકરી મોટા મોટી જાહેરાત
મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો સાથે સંકળાયેલી મોટી જાહેરાત કરી. નાણામંત્રીએ જણાવ્યું કે દેશમાં હવે તમામ નોન ગેજેટેડ પદો માટે એક નેશનલ રિક્રૂમેન્ટ ઇંસ્ટિટ્યૂટ એજન્સીની રચના કરવામાં આવશે, આ કોમ્યુટર બેસ્ડ ઓનલાઇન પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news