નવી દિલ્હીઃ કોરોનાની મારથી કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. અમેરિકામાં કાચા તેલની કિંમત બોટલબંધ પાણીથી પણ ઓછી લગભગ 77 પૈસા પ્રતિ લીટર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ કાચા તેલનો ભાવ ઘટતા-ઘટતા લગભગ શૂન્ય થઈ ગયો પરંતુ તેનો મતલબ તે નથી કે ભારતમાં તેલ ફ્રીમાં મળવા લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેને આ રીતે સમજો કે વર્ષની શરૂઆતમાં કાચા તેલની કિંમત 67 ડોલર પ્રતિ બેરલ એટલે કે 30.08 રૂપિયા પ્રતિ લીટર હતી. તો 12 માર્ચે જ્યારે ભારતમાં કોરોના મામલાની શરૂઆત થઈ તો કાચા તેલની કિંમત 38 ડોલર પ્રતિ બેરલ એટલે કે 17.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. તો 1 એપ્રિલે કાચા તેલની કિંમત ઘટીને 23 ડોલર પ્રતિ બેરલ એટલે કે પ્રતિ લીટર 11 રૂપિયા પર આવી ગઈ હતી. 


તેમ છતાં દિલ્હીમાં 1 એપ્રિલે પેટ્રોલની બેસ પ્રાઇઝ 27 રૂપિયા 96 પૈસા સુધી કરવામાં આવી હતી. તેમાં 22 રૂપિયા 98 પૈસાની એક્સાઇઝ ડ્યૂટી લગાવવામાં આવી હતી. 3 રૂપિયા 55 પૈસા ડીલરનું કમિશન અને પછી 14 રૂપિયા 79 પૈસાનો વેટ પણ જોડી દેવામાં આવ્યો હતો. હવે એક લિટર પેટ્રોલની કિંમત 69 રૂપિયા 28 પૈસા થઈ ગઈ હતી. આ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ભલે ઘટે, પરંતુ તમારે પેટ્રોલની કિંમત વધુ ચુકવવી પડે છે. 


કાચા તેલની કિંમતમાં રેકોર્ડ ઘટાડો, બોટલબંધ પાણી કરતા પણ થયું સસ્તું  


કેમ થયો ઐતિહાસિક ઘટાડો
હકીકતમાં મે મહિનામાં તેલનો કરાર નેગેટિવ થઈ ગયો છે. મતલબ તે કે ખરીદદાર તેલ લેવાનો ઇનકાર કરી રહ્યાં છે. ખરીદદાર કહી રહ્યાં છે કે તેલની અત્યારે જરૂર નથી. બાદમાં લેશું, અત્યારે તમારી પાસે રાખો. તો ઉત્પાદન એટલું થઈ ગયું છે કે તેલ રાખવાની જગ્યા બચી નથી. આ બધુ કોરોના મહામારીને કારણે થયું છે. 


ગાડીઓ લગભગ બંધ છે. કામકાજ અને વ્યાપાર બંધ થવાથી તેલના વેચાણ અને તેની માગમાં ઘટાડો થયો છે. કેનેડામાં તેલના કેટલાક ઉત્પાદકોની કિંમત માઇનસમાં પહોંચી ગઈ છે. સોમવારે જ્યારે બજાર ખુલ્યું તો અમેરિકી વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ કાચા તેલનો ભાવ 10.34 ડોલર પ્રતિ બેલર પર આવી ગયો હતો જે 1986 બાદ તેનું સૌથી નીચલું સ્તર છે. 


ત્યારબાદ બપોર સુધી તે બે ડોલર પ્રતિ બેલરની નીચલી સપાટી પર આવી ગયું અને ઘટતા-ઘટતા 0.01 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. અમેરિકામાં કાચા તેલની કિંમત ભલે બોટલબંધ પાણીની બરોપર પહોંચી હોય પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ ફ્રી કે સસ્તું મળશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર