કાચા તેલની કિંમતમાં રેકોર્ડ ઘટાડો, બોટલબંધ પાણી કરતા પણ થયું સસ્તું

 યૂએસ બેંચમાર્કમાં રેકોર્ડ ઘટાડો થયો અને મે માટે સપ્લાઈ થનારા તેલની કિંમત એક સમયે ઘટીને 1.50 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. આ કાચા તેલની કિંમતોમાં એક દિવસમાં 90 ટકાનો ઘટાડો હતો. 
 

કાચા તેલની કિંમતમાં રેકોર્ડ ઘટાડો, બોટલબંધ પાણી કરતા પણ થયું સસ્તું

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વિશ્વવ્યાપી સંક્રમણને કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. ન્યૂયોર્કમાં કાચા તેલની કિંમતોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 

20 એપ્રિલે ન્યૂયોર્ક ઓયલ માર્કેટમાં આ જોવા મળ્યું અહીં તેલની કિંમતોમાં એટલો ઘટાડો થયો કે કાચું તેલ બોટલબંધ પાણીથી પણ સસ્તું થઈ ગયું હતું. મહત્વનું છે કે કાચા તેલની કિંમતોમાં ઘટાડો મે મહિનામાં થનારી સપ્લાઈ માટે છે. 

કાચા તેલની કિંમતોમાં રેકોર્ડ ઘટાડો
અહીં પર યૂએસ બેંચમાર્કમાં રેકોર્ડ ઘટાડો થયો અને મે માટે સપ્લાઈ થનારા તેલની કિંમત એક સમયે ઘટીને 1.50 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. આ કાચા તેલની કિંમતોમાં એક દિવસમાં 90 ટકાનો ઘટાડો હતો. 

મે મહિના માટે કિંમતોમાં ઘટાડો
મહત્વનું છે કે મે મહિનામાં કાચા તેલની સપ્લાઈ માટે કોન્ટ્રાક્ટ 21 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ તેલના ખરીદદાર મળી રહ્યાં નથી. કારણ કે વિશ્વની મોટાભાગની વસ્તી ઘરોમાં બંધ છે અને વિશ્વના ઘણા દેશો તેલનું ઉત્પાદન કરી રહ્યાં નથી. 

ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં આગળ પણ ઘટાડો નોંધાયો હતો. સોમવારે ન્યૂયોર્કમાં યૂએસ બેંચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટમાં મે માટે કાચા તેલના કોન્ટ્રાક્ટમાં 301.97 ટકાનો ઘટાડો થયો અને તે -36.90 ડોલર પ્રતિ બેરલ આવીને રોકાયો હતો. મે મહિનામાં સપ્લાઈ થનારા તેલની કિંમત વધુ 17.85 ડોલર પ્રતિ બેરલ અને ઓછી  -37.63 ડોલર પ્રતિ બેરલ રહી હતી. આખરે બજાર -37.63 ડોલર પ્રતિ બેરલ પર આવીને બંધ થયું હતું. આ પ્રથમવાર છે જ્યારે ન્યૂયોર્કમાં કાચા તેલની કિંમતો નેગેટિવમાં પહોંચી ગઈ છે. 

જૂના તેલનું વેચાણ નહીં, રાખવાની જગ્યા નથી
કાચા તેલની કિંમતો માઇનસ જવાનો તે મતલબ નથી કે આજ કે કાલથી તેલ સસ્તું થઈ ગયું છે. હકીકતમાં મે મહિનામાં કાચા તેલની સપ્લાઈ માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે હવે નેગેટિવમાં પહોંચી ગયો છે. તેલનું વેચાણ કરતા વિશ્વના દેશોને તેલ ખરીદવા માટે કહી રહ્યાં છે પરંતુ તેલનો ઉપયોગ કરતા દેશોને તેની જરૂર નથી. કારણ કે તેની કરોડોની વસ્તી ઘરમાં બેઠી છે, જેથી તે તેલ ખરીદી રહ્યાં નથી. તેનો તેલ ભંડાર ભરેલો છે, જૂનું તેલ ન વપરાવાને કારણે તેની પાસે તેલ સ્ટોર કરવાની જગ્યા નથી. તેથી તે તેલ ખરીદી રહ્યાં નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news