Upcoming IPO: કરી લો રૂપિયાનો બંદોબસ્ત, આવી ગયો કમાણીનો ટાઇમ, આ અઠવાડિયામાં ખુલશે 4 IPO
Upcoming IPO: જો તમે IPO દ્વારા શેરમાં રોકાણ કરીને નફો મેળવવા માંગતા હો, તો તમારી પાસે 4 કંપનીઓમાં નાણાં રોકાણ કરવાની તક છે. ચાલો જાણીએ કે કઈ કંપનીનો IPO તમને ટૂંક સમયમાં કમાણીની તક આપવા જઈ રહ્યો છે.
IPO Update: જો તમે IPO દ્વારા શેરમાં રોકાણ કરીને નફો મેળવવા માંગો છો, તો તમારી પાસે ઘણી કંપનીઓમાં નાણાં રોકાણ કરવાની તક છે. આજથી એટલે કે સોમવાર, 8મી જાન્યુઆરીથી શરૂ થતા સપ્તાહમાં IPO માર્કેટમાં જબરદસ્ત ગતિવિધિ જોવા મળશે. આ અઠવાડિયે 4 નવા IPO લોન્ચ થશે અને રોકાણકારોને નાણાંનું રોકાણ કરવાની તક મળી શકે છે. આ સિવાય માર્કેટમાં કંપનીના શેરનું લિસ્ટિંગ પણ કરવામાં આવશે. કૌશલ્યા લોજિસ્ટિક્સ (Kaushalya Logistics) 8 જાન્યુઆરીએ NSE ઇમર્જ પર તેના ઇક્વિટી શેરની યાદી આપશે અને તેની ઇશ્યૂ કિંમત શેર દીઠ રૂ. 75 છે.
બીજા દેશમાં ફરવાનો પ્લાન છે તો કેવી રીતે કરશો UPI payment? અહીં જાણો રીત
દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને મોટી ભેટ, દૂધ વેચવા પર પ્રતિ લિટર રૂ.5ની સબસિડીની જાહેરાત
આગામી અઠવાડિયે Jyoti CNC Automation, Australian Premium Solar, IBL Finance અને New Swan Multitech ના IPO ખુલશે. આ કંપનીઓ સામૂહિક રીતે આશરે રૂ. 1100 કરોડનું ભંડોળ એકત્ર કરશે.
Ambani ના હાથ લાગતાં જ રોકાણકારોની ખુલી ગઇ કિસ્મત, 5 દિવસમાં 63.97 ટકા વળતર
લાખો ખર્ચીને પણ હવે માલદીવ્સમાં મજા નથી, એકદમ સસ્તામાં લક્ષદ્વીપ મારો લટાર, આટલો જ થશે ખર્ચ
Jyoti CNC Automation IPO
રાજકોટ સ્થિત મેટલ-કટીંગ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન ઉત્પાદક જ્યોતિ CNC ઓટોમેશનનો IPO 9 જાન્યુઆરીએ ખુલશે અને 11 જાન્યુઆરીએ બંધ થશે. ચાલુ કેલેન્ડર વર્ષમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં આ પહેલો આઈપીઓ છે. કંપનીએ આ માટે પ્રતિ શેર 315-331 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની ઇશ્યૂ દ્વારા રૂ. 1000 કરોડ એકત્ર કરવા માગે છે.
હવે ઘરેબેઠા લો સરકારી વિભાગની દરેક જાણકારી, જાણો RTI કરવાની ઓનલાઇન પ્રોસેસ
'લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધવાથી માલદીવને નુકસાન નહી... ફાયદો થશે', વિવાદ વચ્ચે દાવો
IBL Finance IPO
ફિનટેક આધારિત નાણાકીય સેવાઓ પ્લેટફોર્મ IBL ફાઇનાન્સનો ઇશ્યૂ SME સેગમેન્ટ હેઠળ આ વર્ષનો પ્રથમ IPO હશે. આ દ્વારા કંપની 33.4 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ IPO પણ 9 જાન્યુઆરીએ ખુલશે અને 11 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ આ માટે પ્રતિ શેર 51 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
Lakshadweep Tourism: લક્ષદ્વીપ જાવ તો આ 5 ડેસ્ટિનેશન્સ કરશો નહી મિસ,યાદગાર રહેશે ટૂર
PM મોદીએ જે લક્ષદ્વીપની મુલાકાત લીધી તે કહેવાય છે 'સ્વર્ગનો ટુકડો', A TO Z માહિતી
New Swan Multitech IPO
ન્યૂ સ્વાન મલ્ટિટેક, એક ચોકસાઇ-એન્જિનીયર્ડ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીનું ઇશ્યુ કદ રૂ. 33.11 કરોડ છે. આ IPO પણ 11 જાન્યુઆરીએ ખુલશે અને 15 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ પ્રતિ શેર 62-66 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
Sarkari Naukri: ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નિકળી મોટી ભરતી, પગાર 1 લાખ 42 હજાર
Stock Tips: નાના શેરમાંથી મોટી કમાણી, બસ પૈસા લગાવતી વખતે કરશો નહી આ 5 ભૂલ
Australian Premium Solar IPO
મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કંપની ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર IPO દ્વારા રૂ. 28 કરોડ એકત્ર કરવા માંગે છે. આ IPO 11 જાન્યુઆરીએ ખુલશે અને 15 જાન્યુઆરીએ બંધ થશે. આ ઈસ્યુ માટે કંપનીએ પ્રતિ શેર 51-54 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
આ 5 રાશિવાળી માટે સુપર ડુપર રહેશે આ અઠવાડિયું, ઉપરવાળાના રહેશે ચાર હાથ
સોમવારના વ્રત દરમિયાન ભૂલથી ખાશો નહી આ 5 વસ્તુઓ, સહન કરવી પડશે ભોલેનાથની નારાજગી
(અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
બૈરાઓએ કિચનમાં કરવું જોઇએ આ નિયમોનું પાલન, ક્યારેય ખૂટશે નહી ધન-ધાન
જાંઘ પર જામી ગઇ છે હાથી જેવી ચરબી, 1 મહિનામાં આ રીતે દૂર કરો એકસ્ટ્રા ફેટ