બીજા દેશમાં ફરવા જાવ ત્યારે પણ આ રીતે કરો UPI payment, જાણો સંપૂર્ણ પ્રોસેસ

UPI Payments: ભારતની લોકપ્રિય ડિજિટલ ચુકવણી પદ્ધતિ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), હવે આંતરરાષ્ટ્રીય ટ્રાંજેક્શાન માટે ઉપલબ્ધ છે, જે ત્યાં મુસાફરી કરતા ભારતીયો માટે પ્રક્રિયાને સરળ બનાવે છે.

બીજા દેશમાં ફરવા જાવ ત્યારે પણ આ રીતે કરો UPI payment, જાણો સંપૂર્ણ પ્રોસેસ

UPI payments in Other Countries: ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એ દેશમાં સૌથી વધુ લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ પૈકીની એક છે. તે ઝડપી, અનુકૂળ અને સુરક્ષિત છે, જે યૂઝર્સને UPI ID અથવા બેંક એકાઉન્ટ નંબર ધરાવતા કોઈપણને ચુકવણી કરવાની મંજૂરી આપે છે. શરૂઆતમાં સ્થાનિક ઉપયોગ માટે શરૂ કરવામાં આવેલી આ સિસ્ટમ દેશમાં ચૂકવણીની પસંદગીની પદ્ધતિ બની ગઈ છે અને હવે વિદેશોમાં પણ તેની માંગ વધી રહી છે.

હાલમાં, ભારતીય UPI નો ઉપયોગ નીચેના દેશોમાં કરી શકાય છે:
ફ્રાન્સ
ભૂટાન
નેપાળ
ઓમાન
સંયુક્ત આરબ અમીરાત

આ ઉપરાંત UPI ને ભારત સરકારે નીચેના દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય બનાવવા માટે કરારો કર્યા છે:
મલેશિયા
થાઈલેન્ડ
ફિલિપાઇન્સ
જાપાન
દક્ષિણ કોરિયા

આ કરાર અંતગર્ત આ દેશોમાં UPI પેમેન્ટને સ્વિકાર કરવામાં આવશે. 

UPI પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરવા માટે તમારે UPI એપ ડાઉનલોડ કરવાની જરૂર છે જે આંતરરાષ્ટ્રીય પેમેન્ટની મંજૂરી આપે. ભારતમાં ઘણી UPI એપ્સ ઉપલબ્ધ છે જેમ કે PhonePe, Paytm, Google Pay અને Amazon Pay સહિત આંતરરાષ્ટ્રીય ચૂકવણીને મંજૂરી આપે છે.

UPI પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે, તમારે તમારા ભારતીય બેંક એકાઉન્ટને એપ્લિકેશન સાથે લિંક કરવાની જરૂર છે. આ માટે તમારે તમારા બેંક ખાતાની વિગતો જેમ કે એકાઉન્ટ નંબર, IFSC કોડ અને નોમિનેટરનું નામ વગેરે આપવું પડશે. એકવાર તમારું બેંક એકાઉન્ટ એપ સાથે લિંક થઈ જાય, પછી તમે UPI સ્વીકારતા વિદેશની કોઈપણ દુકાન અથવા સેવા પ્રદાતા પાસેથી UPI ચુકવણી કરી શકો છો. આ કરવા માટે, ફક્ત નીચેના સ્ટેપ્સને ફોલો કરો. 

1.તમારી UPI એપ ખોલો.
2. "પે" ટેબ પર ક્લિક કરો.
3. "UPI" વિકલ્પ પસંદ કરો.
4.તમારું UPI ID એન્ટર કરો.
5. ચૂકવવાની રકમ એન્ટર કરો.
6. તમારો પાસવર્ડ અથવા PIN એન્ટરકરો.
7. "પે" બટન પર ક્લિક કરો.

UPI ચૂકવણી કરવા માટે, તમારે તમારા ફોન પર ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે. તમે Wi-Fi અથવા મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી શકો છો. ભારત સરકાર UPIને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવા માટે કામ કરી રહી છે. સરકારનો હેતુ UPIને વિશ્વનું સૌથી લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બનાવવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news