નવી દિલ્હી : હવે તમે બહુ જલ્દી હવાઈ પ્રવાસ દરમિયાન મોબાઇલ ફોનનો વપરાશ કરી શકશો. આ સિવાય હવાઇ પ્રવાસ દરમિયાન કોલ અને ડેટાનો પણ ઉપયોગ કરી શકશો.  દૂરસંચાર આયોગે ઉડ્ડયન દરમિયાન મોબાઇલ સેવા કનેક્ટિવિટીને સશર્ત મંજૂરી આપી છે. આ નિર્ણય પછી ઘરેલુ તેમજ વિદેશી હવાઇ સફર દરમિયાન પ્રવાસી મોબાઇલ પર વાત કરી શકશે અને ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે. સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમથી પાસેથી આ મામલે લીલી ઝંડી મળ્યા પછી ટ્રાઇને આ વિશે ગાઇડલાઇન બનાવવા માટે કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકીએ વાપરી ગજબનાક અક્કલ, તમારા બાળકની સલામતિ માટે શીખવો આ 'ટ્રીક'


ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ટેલિકોમ સચિવ અરુણ સુંદરરાજને જણાવ્યું કે આ નિર્ણયથી ટેલિકોમ સેક્ટરમાં સુધારો આવશે. હાલના સમયે વિભાગને દર ત્રણ મહિનામાં ટેલિકોમ સેક્ટરને લગતી 1 કરોડ ફરિયાદો મળે છે. આ ફરિયાદના નિવારણ માટે લોકપાલને નિયુક્ત કરવાની દરખાસ્તને પણ મંજૂરી મળી છે. લોકપાલને ટ્રાઇ હેઠળ સ્થાપિત કરવામાં આવશે અને તે માટે ટ્રાઇ એક્ટમાં સુધારો કરવાની પણ જરૂર પડશે.


ટેલિકોમ વિભાગે ગયા વર્ષે 10 ઓગસ્ટે ફ્લાઇટમાં ઇન્ટરનેટ અને મોબાઇલ વીડિયો ટેલિફોન સેવાઓ આપવા માટે ટ્રાઇ પાસે સલાહ માગી હતી. ભારતીય પ્રવાસીઓ લાંબા સમયથી આ સેવાઓની માગણી કરતા રહ્યા હતા. હાલમાં અમેરિકા સહિત અનેક દેશોમાં આ સેવા પહેલાથી ચાલુ છે.