Income From Dragon Fruit Farming : કહેવાય છે કે જ્યારે તમારામાં આગળ વધવાની હિંમત હોય તો સંજોગોથી કોઈ ફરક પડતો નથી. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં રહેતી મહિલા ખેડૂત વંદના સિંહે આ સાબિત કરી બતાવ્યું. જે મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન છે કે દેશની મહિલાઓ આત્મનિર્ભર બને અને ખેડૂતોની આવક બમણી થાય. મિર્ઝાપુરની પ્રથમ મહિલા ખેડૂત વંદના સિંહ વડાપ્રધાનના આ સપનાને પાંખો આપી રહી છે. મહિલા ખેડૂત વંદના સિંહને યુટ્યુબ અને ગૂગલની મદદથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનો વિચાર આવ્યો, આજે તે આ ખેતીથી લાખો રૂપિયાનો નફો કમાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધા એકરમાં મહિલા ખેડૂતે કરી ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરીની ખેતી
મિર્ઝાપુર જિલ્લાના ઈમિલીચટ્ટીની રહેવાસી મહિલા ખેડૂત વંદના સિંહ તેના ઘરથી 25 કિમી દૂર બાલુવા બજહુર ગામમાં તેના ફાર્મ હાઉસમાં અડધા એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની ખેતી કરે છે. જિલ્લાની પ્રથમ મહિલા ખેડૂત વંદના સિંહ ગૃહિણી હોવાની સાથે ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની ખેતી કરીને લાખો રૂપિયાનો નફો કમાઈ રહી છે. ડ્રેગન ફ્રુટ ફાર્મિંગ વિશે યુટ્યુબ પર એક વીડિયો જોયા પછી વંદના સિંહને કંઈક અલગ ખેતી કરવાનો વિચાર આવ્યો. ડ્રેગન ફ્રુટની ખેતી વંદના સિંહને પ્રભાવિત કરી, ત્યારપછી તેણે ગૂગલ દ્વારા ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી. મહિલા ખેડૂતને વિવિધ પ્રકારની ખેતી કરવા માટે બાગાયત વિભાગનો સહયોગ મળ્યો. સહકાર મળ્યા બાદ વંદના સિંહે અડધો એકરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી, જ્યાં વચ્ચે બાકી રહેલી જગ્યામાં સ્ટ્રોબેરીની પણ ખેતી કરી. વંદના સિંહે આ વર્ષે ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી પાંચ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે.


આ પણ વાંચો : 


અમૃતા સિંહને તલાક આપતા સમયે સૈફને કેમ છુટ્યો હતો પરસેવો, વર્ષો બાદ સામે આવી હકીકત


સુમુલમાં થયું અમુલ જેવું, તાત્કાલિક 3 અધિકારીઓની હકાલપટ્ટી કરી


અમદાવાદમાં સંભાળીને નીકળજો, આ રુટ પર અપાયા છે ડાયવર્ઝન, જાણો શા માટે


ડ્રેગન ફ્રુટની ખેતી મહિલાઓ માટે સરળ છે
મહિલા ખેડૂત વંદના સિંહે જણાવ્યું કે આ ખેતી કરવા માટે બાગાયત વિભાગના અધિકારી મેવરમ તરફથી સહકાર મળ્યો હતો. તેમણે આ વર્ષે ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી રૂ.5 લાખથી વધુનો નફો મેળવ્યો છે. ખાસ કરીને મહિલાઓ માટે ડ્રેગન ફ્રુટની ખેતી શ્રેષ્ઠ અને સરળ છે. મહિલાઓ ઘરના કામકાજ કર્યા બાદ સવાર-સાંજ થોડો સમય કાઢીને ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને સારો નફો કમાઈ શકે છે. વંદના સિંહે જણાવ્યું કે તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતીથી એક-બે વાર નહીં પરંતુ ચાર ગણો નફો કમાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે વંદના સિંહને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે ઘણી જગ્યાએ સન્માનિત પણ કરવામાં આવ્યા છે. મહિલાઓ હવે ઘરમાં ચૂલા-ચોકડા સિવાય ખેતી કરીને પણ આત્મનિર્ભર બની શકે છે.


જિલ્લા મેજિસ્ટ્રેટે વંદના સિંહના કર્યા વખાણ
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે વંદના સિંહ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે જિલ્લા મેજિસ્ટ્રેટ દિવ્યા મિત્તલે કહ્યું કે વંદના સિંહ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. જે જિલ્લા માટે ખુબ જ ખુશીની વાત છે. મિર્ઝાપુર જિલ્લો હવે ડ્રેગન ફ્રૂટનું હબ બની રહ્યો છે. ચુનારમાં રહેતી મહિલા ખેડૂત વંદના સિંહ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને લાખોનો નફો કમાઈ રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે મહિલાઓને અપીલ છે કે તેઓ પણ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને આત્મનિર્ભર બને. જેથી તેમની સાથે અન્ય લોકોને પણ તેનો લાભ મળી શકે.


આ પણ વાંચો : ખજૂરભાઇની હમસફર મીનાક્ષી દવે કોણ છે? નાનકડી લવસ્ટોરીની શરૂઆત છે વેબસીરિઝ જેવી ચટપટી