Vibrant Summit 2019 : સીએમ સાથેની વન-ટુ-વન બેઠકમાં 5 MOU થયા
વાઈબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ-2019ના પ્રારંભ બાદ પ્રથમ દિવસે બીજા સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિવિધ રાષ્ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના 5 MOU કરાયા હતા
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ-2019ના પ્રારંભ બાદ પ્રથમ દિવસે બીજા સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિવિધ રાષ્ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના 5 MOU કરાયા હતા. આ MOU અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુ.એ.ઇ., ફ્રાન્સ, રશિયા અને જાપાનના વિવિધ કંપની સંચાલકો સાથે થયેલા આ એમ.ઓ.યુ.થી રાજ્યની ઔદ્યોગિક વિકાસયાત્રા, રોજગાર સર્જન અને કૃષિ ક્ષેત્રને વેગ મળશે.
Vibrant Summit 2019 : પ્રથમ દિવસે ધોલેરા SIRમાં ર૧ હજાર કરોડના રોકાણની જાહેરાત
[[{"fid":"199772","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
કયા દેશની કઈ કંપની સાથે થયા MOU
- UAEની યુ.એ.ઇ.ની ઇગલ હિલ્સ ઇન્વેસ્ટમેન્ટ અને ગુજરાત સરકાર વચ્ચે રૂા.૩૪૦૦ કરોડના ખર્ચે કચ્છમાં એગ્રો મેગા ફૂડસિટી, ડીપ-સી ફિશીંગ અને લોજિસ્ટીક હબ નિર્માણ માટે MOU
- રશિયાની નાયરા એનર્જી અને ગુજરાત વચ્ચે વાડીનારમાં રૂા.૬૦૦૦ કરોડના ખર્ચે પ્રોલી પોપેલીન રીકવરી યુનિટ માટેના MOU
- રશિયાની નાયરા એનર્જી સાથે ગુજરાતમાં કલાયમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર દ્વારા ૧૫ ગામોના ખેડૂતોની ર૫૦૦ હેકટર જમીનમાં સોલાર એનર્જી અને ડ્રીપ ઇરીગેશન દ્વારા આત્મનિર્ભરતા માટેના MOU
- ફ્રાન્સના કેમાપ્રાઇડ ટેસ્ને ગ્રૂપ અને ગુજરાત વચ્ચે નેશનલ કોલ્ડ ચેઇન લેબોરેટરીની સ્થાપના માટે MOU
- સૂઝૂકી મોટર્સ દ્વારા હાંસલપુર ખાતે રૂા. ૧ર૫૦ કરોડના ખર્ચે લિથીયમ આર્યન બેટરી ઉત્પાદન માટે MOU
ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ
આ બેઠક બાદ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા વિકસીત રાષ્ટ્રોના વડાઓની સહભાગીતાથી રાજ્ય નવા સિમાચિન્હો પાર કરશે.
મુખ્યમંત્રી સાથેની આ વન-ટુ-વન બેઠકોની મેરેથોન શૃંખલામાં મુખ્ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.