Vinay Hiremath Business: કેટલાક લોકો મોટી કંપની બનાવવા માટે પોતાની જિંદગીનો મોટા ભાગનો સમય ખર્ચી નાખે છે. જ્યારે કેટલાક લોકો એવા હોય પણ હોય છે જે નાની ઉંમરમાં મોટી કંપની બનાવીને વેચી દે છે. વિનય હિરેમઠ પણ તેમાંથી એક છે. પરંતુ વિનયનું કંપની વેચવાનું કારણ ખૂબ જ વિચિત્ર છે. તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા બાદ તેણે આ કંપની વેચી દીધી. તેણે પોતાની કંપની 10-20 કરોડ રૂપિયામાં નહીં પરંતુ 975 મિલિયન ડોલર (લગભગ 8400 કરોડ રૂપિયા)માં વેચી છે. હવે તેણે સોશિયલ મીડિયા પર લોકોને પૂછ્યું છે કે આ રૂપિયાને ક્યાં ખર્ચ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે વિનય હિરેમથ?
33 વર્ષીય વિનય હિરેમથ ભારતીય મૂળનો બિઝનેસમેન છે અને અમેરિકામાં રહે છે. તે લૂમ કંપનીના કો-ફાઉન્ટર રહી ચૂક્યા છે. તેણે તેનું સ્ટાર્ટઅપને વર્ષ 2023માં 975 મિલિયન ડોલરમાં વેચી નાખ્યું હતું. તે એટલસિયન (Atlassian) દ્વારા ખરીદવામાં આવ્યું હતું. પોતાની કંપની વેચીને વિનય રાતોરાત અરબોપતિ બની ગયો. હવે તેણે લાંબો બ્લોગ લખ્યો છે. આમાં તેમણે તેમના જીવનમાં થઈ રહેલા પરિવર્તનો વિશે વિગતવાર માહિતી આપી છે.


28 જાન્યુઆરી પહેલા 3 રાશિઓની કિસ્મત ચમકાવશે શુક્ર-શનિ, પ્રેમ અને કરિયરમાં મળશે સફળતા!


શું લખ્યું છે બ્લોગમાં?
વિનયે બ્લોગમાં લખ્યું છે કે, 'હું એક અમીર વ્યક્તિ બની ગયો છું. મને સમજાતું નથી કે હું મારા જીવનમાં હવે શું કરું. છેલ્લું વર્ષ મારા માટે ખૂબ મુશ્કેલ હતું. ગયા વર્ષે કંપની વેચ્યા પછી હવે હું મારી જાતને વિચિત્ર સ્થિતિમાં જોઉ છું કે મારે ફરીથી કોઈ કામ નહીં કરવું પડે. દરેક વસ્તુમાં મને કંઈક નવું લાગે છે, પરંતુ પ્રેરણાદાયક નથી. મેં પહેલેથી જ એટલા પૈસા કમાઈ લીધા છે કે મને ખબર નથી કે તેનું શું કરવું.


ગર્લફ્રેન્ડ સાથે થયું હતું બ્રેકઅપ
વિનયે બ્લોગમાં તેની ગર્લફ્રેન્ડ વિશે પણ લખ્યું છે. તેણે લખ્યું છે કે, 'બે વર્ષ ગર્લફ્રેન્ડ સાથે ખૂબ જ સારા સંબંધો હતા. પરંતુ અસલામતીના કારણે તેની સાથે બ્રેકઅપ થઈ ગયું છે. તે ખૂબ જ દુઃખદ છે. પરંતુ નિર્ણય લેવો યોગ્ય રહ્યો. બ્લોગમાં વિનયે તેની ગર્લફ્રેન્ડની માફી પણ માંગી છે. તેણે તેની ગર્લફ્રેન્ડ માટે લખ્યું કે, 'દરેક વસ્તુ માટે આભાર. હું દિલગીર છું કે તમને જે જોઈએ તે હું બની શક્યો નહીં.'


રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો


કંપનીએ આપી હતી ઓફર 
વિનયની કંપની લૂમને જેણે ખરીદી તેણે વિનયને CTOની પોસ્ટ અને 60 મિલિયન ડોલરનું પેકેજ ઓફર કર્યું હતું. વિનયે કહ્યું કે, તે એટલસિયનની આ ઓફર પર કોઈ નિર્ણય લઈ શક્યો નથી. વિનયે લખ્યું છે કે, તે ઇલોન મસ્ક જેવો બનવા માંગતો હતો.