દુનિયાભરમાં શરૂ થઇ મંદી, હાલની સ્થિતિ 2009 કરતાં પણ ખરાબ: IMF
આઇએમએફે આજે સ્વિકારી લીધું છે કે દુનિયાભરની અર્થવ્યવસ્થા મંદીમાં આવી ગઇ છે. આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષ એટલે કે આઇએમએફની પ્રમુખે આજે કહ્યું કે આપણે મંદીના દૌરમાં પહોંચી ચૂક્યા છીએ અને હાલની સ્થિતિ 2009થી પણ વધુ ખરાબ છે.
નવી દિલ્હી: આઇએમએફે આજે સ્વિકારી લીધું છે કે દુનિયાભરની અર્થવ્યવસ્થા મંદીમાં આવી ગઇ છે. આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષ એટલે કે આઇએમએફની પ્રમુખે આજે કહ્યું કે આપણે મંદીના દૌરમાં પહોંચી ચૂક્યા છીએ અને હાલની સ્થિતિ 2009થી પણ વધુ ખરાબ છે.
તેમના અનુસાર આ મુસીબતથી બચવા માટે વિકાસશીલ દેશોને ખૂબ મોટી મદદની જરૂર પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ તમામ આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ ગઇ છે. જેની અસર વિકાસશીલ દેશો પર સૌથી વધુ પડી રહી છે. આઇએમએફનું અનુમાન છે કે વિકાસશીલ દેશોને લગભગ 2.5 લાખ કરોડ ડોલરની મદદની જરૂર પડશે, ફંડના અંસુઆર મદદનો આંકડો તેનાથી પણ આગળ વધી શકે છે. આઇએમએફ પ્રમુખે જાણકારી આપી છે કે 80 દેશ મદદ માટે તેમની પાસે પહોંચી પણ ચૂક્યા છે.
દુનિયાભરની અર્થવ્યવસ્થામાં અચાનક લાગેલી બ્રેક મુદ્દે જોર્જીવાએ કહ્યું કે વિકસતા બજારોને સંભાળવા માટે 2.5 ખરબ ડોલરના અનુમાનિત ફંડની જરૂર છે. જોકે તેમણે એ પણ કહ્યું કે આ અનુમાનિત ફંડ સૌથી શરૂઆતી છે.
આઇએમએફ પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું કે ''વિકસતા બજારોમાં તાજેતરના અઠવાડિયાઓમાં 83 અરબ ડોલરથી વધુની પૂંજી કાઢી લેવામાં આવી છે. જેના લીધે અહીં સરકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સ્થિતિને સામાન્ય કરવા માટે ઘણા પગલાં ભરવામાં આવશે, પરંતુ આ બજારોમાં ઘરેલૂ સંસાધન અપર્યાપ્ત છે.
બીજી તરફ ઘણા બજારો પર તો પહેલાંથી જ વધુ લોનનું ભારણ છે. તેમણે આગળ કહ્યું કે 80થી વધુ દેશો જેની આવક ઓછી છે તેમને પહેલાં જ આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષમાં ઇમરજન્સી સહાય માટે અનુરોધ કર્યો છે. જોર્જીવા અમે જાણીએ છીએ કે તેમના પોતાના ભંડાર અને ઘરેલૂ સંસાધન પર્યાપ્ત નથી.
આઇએમએફ પ્રમુખ વોશિંગ્ટન સ્થિત ઋણદાતા સંચાલન સમિતિ સાથે એક વર્કુહલ બેઠક બાદ સંવાદદાતાઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે સત્તાવાર રીતે અનુરોધ કર્યો કે ઇમરજન્સી સુવિધાઓ માટે હાલ 50 અરબ ડોલરના સ્તરવાળા ફંડને વધારી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર