મોદી સરકારના અચાનક નિર્ણયથી કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી, ઘઉં એક્સપોર્ટ કરવા આવેલી ટ્રકો અટવાઈ
India bans exports of Wheat: કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ.... આશરે 5000થી વધુ ટ્રકો અને ટેલરના થપ્પા લાગ્યા... ટ્રક ટેલર ખાલી ન થતા ડ્રાઈવરમાં આક્રોશ
નિધિરેશ રાવલ/ગાંધીધામ :મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર શરતી પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ કારણે કંડલા પોર્ટ પર સ્થિતિ વણસી ગઈ છે. કેન્દ્ર સરકારના ઘઉંની નિકાસ પર પ્રતિબંધ આપતા કંડલામાં ડામાડોળ સ્થિતિ જોવા મળી છે. આશરે 5000 થી વધુ ટ્રકો અને ટેલરના ગલીઓમાં લાઈનો લાગી ગઈ છે. કારણ કે, બે દિવસથી ઘઉંના હેન્ડલીંગની કામગીરી બંધ કરાઈ છે.
મોદી સરકારે મૂક્યો પ્રતિબંધ, પણ ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે
ઘરેલૂ બજારમાં ઘઉંની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી તેનું એક નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઘઉંની વૈશ્વિક કિંમતોમાં અચાનક વધારો થયો છે, જેણા પરિણામ સ્વરૂપે ભારત, પાડોશી દેશો અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ખતરામાં દેખાઈ રહી છે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઘઉંની આંતરાષ્ટ્રીય કિંમતમાં લગભગ 40 ટકાનો વધારો નોંધાયો છે. જેણા કારણે ભારતમાંથી નિકાસ વધી ગઈ છે. માંગ વધવાથી સ્થાનિક સ્તરે ઘઉં અને લોટની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલું રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં.
આ પણ વાંચો : બહેનના લગ્નની ખુશી ઘડીક પણ ન ટકી, ડીજેમાં નાચતા નાચતા પિતરાઈ ભાઈનું મોત થયું
‘આજે હિજાબ પર ચૂપ રહેશો તો કાલે દાઢી કાપવાનું કહેશે, ટોપી ઉતારવાનું કહેશે’