કેન્દ્ર સરકાર ક્યાંથી પૈસા ઉધાર લે છે? આ વર્ષે લેવાનું છે 12 લાખ કરોડનું દેવું
કેન્દ્ર સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે નાણાંકીય વર્ષ 2021-22માં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું દેવું વધી જશે. દેવાના કારણે હાલના નાણાંકીય વર્ષમાં સરકારી તિજોરીમાં 9.5 ટકાનો ઘટાડો અને આગામી વર્ષે 6.8 ટકા થશે.
1. કેન્દ્ર સરકારે કરવું પડશે મસમોટું દેવું
2. દેશ પર પહેલાંથી જ છે ભારે દેવાનું ભારણ
3. 2021-22માં 12 લાખ કરોડનું દેવું કરશે સરકાર
નવી દિલ્હીઃ કોરોના સંકટના કારણે દેશના ખજાનાની હાલત દયનીય થઈ ગઈ છે. જેના કારણે સરકારે બજેટમાં આ જાહેરાત કરવામાં આવી છે કે નાણાંકીય વર્ષ 2021-22માં લગભગ 12 લાખ કરોડનું દેવું કરવું પડશે. હાલના વર્ષે એટલે કે 2020-21માં પણ સરકારે આટલું જ દેવું કરવું પડ્યું છે. ત્યારે આવો જાણીએ કે સરકાર પૈસા ક્યાંથી ઉધાર લે છે.
દેવાના કારણે હાલના નાણાંકીય વર્ષમાં રાજકોષીય ખોટ રેકોર્ડ 9.5 ટકા હશે અને આગામી વર્ષે તે 6.8 ટકા હશે. સપ્ટેમ્બર 2020 સુધી ભારતનો કુલ પબ્લિક ડેટ એટલે સાર્વજનિક દેવું 107.04 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. જે જીડીપીના લગભગ 68 ટકા બરાબર છે. જેમાં આંતરિક દેવું 97.46 લાખ કરોડ અને બાહ્ય દેવું 6.30 લાખ કરોડ હતું. નાણાંકીય મંત્રાલયના આર્થિક મામલાના વિભાગના એક રિપોર્ટ પ્રમાણે છેલ્લાં 10 વર્ષમાં દેવું-જીડીપી દર 67થી 68 ટકાની વચ્ચે રહ્યો છે. પબ્લિક ડેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કુલ દેવાદારી હોય છે જેની ચૂકવણી સરકારના સમેકિત ફંડમાંથી કરવામાં આવે છે.
કેમ સરકારી દેવું કરવામાં આવે છે?:
હકીકતમાં સરકારનો ખર્ચ હંમેશા આવકથી વધારે હોય છે. દર વર્ષની પરિસ્થિતિઓ અનુસાર સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય અને બુનિયાદી માળખા જેવા કલ્યાણ અને વિકાસ કાર્યો પર ભારે રકમ ખર્ચ કરવી પડે છે. જેના માટે સરકારે પૈસા ઉધાર લેવા પડે છે.
આ પણ વાંચોઃ Budget 2021: ઇન્કમ ટેક્સ સ્લેબ બદલાયો નથી તો શું? Tax મામલે આ 6 મોટા ફેરફાર ઓછા નથી
સરકારને કેવી રીતે મળે છે લોન?
સરકારને બે રીતે લોન મળે છે. ઈન્ટર્નલ અને એક્સટર્નલ. એટલે અંદરનું દેવું જે દેશની અંદરથી હોય છે. જ્યારે બહારનું દેવું જે દેશની બહારથી લેવામાં આવે છે. આંતરિક દેવું બેંકો, વીમા કંપનીઓ, રિઝર્વ બેંક, કોર્પોરેટ કંપનીઓ, મ્યુચ્યુલ ફંડ વગેરેમાંથી કરવામાં આવે છે. બાહ્ય દેવું મિત્ર દેશો, IMF, વિશ્વ બેંક જેવી સંસ્થાઓ, NRI વગેરે પાસેથી લેવામાં આવે છે. વિદેશી દેવાનું વધવું એટલા માટે સારું માનવામાં આવતું નથી. કેમ કે તેના માટે સરકારને અમેરિકી ડોલર કે અન્ય વિદેશી મુદ્રામાં ચૂકવણી કરવી પડે છે.
વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે જો કોઈ દેશમાં બહારનું દેવું એટલે વિદેશી દેવું તેના જીડીપીના 77 ટકાથી વધારે થઈ જશે તો તે દેશને આગળ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવું થાય તો કોઈ દેશની જીડીપી 1.7 ટકા સુધી ધટી શકે છે. દેશની વાત કરીએ તો સરકાર સામાન્ય રીતે સરકારી પ્રતિભૂતિઓ એટલે સિક્યોરિટીઝ દ્વારા દેવું કરે છે. માર્કેટ સ્ટેબિલાઈઝેશન બોન્ડ, ટ્રેઝરી બિલ, સ્પેશિયલ સિક્યોરિટીઝ, ગોલ્ડ બોન્ડ, સ્મોલ સેવિંગ સ્કીમ, કેશ મેનેજમેન્ટ બિલ વગેરે દ્વારા જે પૈસા આવે છે. તે સરકાર માટે એક દેવું જ હોય છે.
આ પણ વાંચોઃ Budget 2021: તોતિંગ પગાર મેળવતા લોકોને પડશે મોટો ઝટકો!, અઢી લાખથી વધુ થયો PF તો લાગશે ટેક્સ
જ્યારે કોઈ જી-સેક કે સરકારી બોન્ડમાં રોકાણ કરે છે તો તે એક રીતે સરકારને દેવું આપી રહ્યા છે. સરકાર એક નિશ્વિત સમય પછી આ દેવું પરત કરે છે અને એક નિશ્વિત વ્યાજ આપે છે. સરકાર રસ્તા, સ્કૂલ વગેરે બનાવવા માટે આવા જી-સેક રજૂ કરે છે. જે જી-સેક એક વર્ષથી ઓછા પરિપક્વ સમયના હોય છે તેને ટ્રેઝરી બિલ કહેવાય છે. એક વર્ષથી વધારેના જી-સેકને સરકારી બોન્ડ કહેવામાં આવે છે. આ સિવાય રાજ્ય સરકાર માત્ર બોન્ડ રજૂ કરી શકે છે. જેને સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ કહેવામાં આવે છે.
સરકાર ઘણા પહેલાંથી જ આવા ટ્રેઝરી બિલ કે બોન્ડ રજૂ કરવાની તારીખ જણાવે છે. સામાન્ય રીતે આવા જી-સેકમાં બેંક, વીમા કંપનીઓ, નાણાંકીય સંસ્થાન, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ વગેરે સંસ્થાગત રોકાણકાર રોકાણ કરે છે. વર્ષ 2001થી તેમાં સામાન્ય રોકાણકાર એટલે બધા લોકોને રોકાણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો. પરંતુ સામાન્ય રોકાણકારો માટે માત્ર 5 ટકા ભાગ મળે છે. એટલે જો કોઈ જી-સેક 100 કરોડ રૂપિયાનો છે તો માત્ર 5 કરોડ રૂપિયા સામાન્ય લોકો પાસેથી લેવામાં આવશે.
કેવી રીતે કરી શકો છો રોકાણ:
કોઈપણ રોકાણકાર જેમની પાસે ડીમેટ એકાઉન્ટ હોય કે રિઝર્વ બેંકમાં તેનું રોકાણકારના રૂપમાં રજિસ્ટ્રેશન હોય તે આ સિક્યોરિટીમાં રોકાણ કરી શકે છે. તેમાં FDની જેમ એક ફિક્સ રિટર્ન મળે છે. ટ્રેઝરી બિલમાં રિટર્નનો પ્રકાર થોડો અલગ હોય છે. જેને ઝીરો કૂપન બોન્ડ કહેવાય છે. તે પહેલાંથી જ ડિસ્કાઉન્ટ રેટ પર બહાર પાડવામાં આવે છે. અને મેચ્યોર થાય ત્યારે તેની પૂરી કિંમત આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ Budget 2021: 100% સેસ લગાવ્યા છતાં મોંઘો નહીં થાય દારૂ, સમજો ગણિત
સરકાર બજેટથી બહાર પણ ઉધાર લે છે:
તે ઉપરાંત કેટલુંક ઉધાર એવું હોય છે જેને ઓફ બજેટ કહેવાય છે. તે સીધું કેન્દ્ર સરકાર લેતી નથી. જેના કારણે તેની અસર સરકારી તિજોરીના ખાતામાં દર્શાવવામાં આવતી નથી. તેની બજેટમાં ચર્ચા પણ થતી નથી. તે કેટલીક સાર્વજનિક કંપનીઓ, સરકારી સંસ્થાઓની લોન કે ડેફર્ડ પેમેન્ટના રૂપમાં હોય છે. એવું માનવામાં આવે છે કે આ લોન સંસ્થાન સરકારના આદેશ પર થાય છે. પરંતુ તેને ચૂકવવાની જવાબદારી સરકાર પર હોતી નથી.
શું ફરક પડે છે:
જ્યારે કેન્દ્ર કે રાજ્ય સરકારનું દેવું મર્યાદાથી બહાર જાય છે તો રેટિંગ એજન્સીઓ સરકાર કે રાજ્ય સરકારનું રેટિંગ ઘટાડી નાંખે છે. તેનાથી વિદેશી રોકાણકાર FDIના રૂપમાં રોકાણ કરતાં ખચકાય છે અને કંપનીઓ માટે પૈસા ઉધાર લેવા મુશ્કેલ બની જાય છે. હકીકતમાં સરકાર જ્યારે પણ બધી સંસ્થાઓમાંથી દેવું લે છે ત્યારે કોર્પોરેટ કંપનીઓના ઉધાર માટે પૈસા ઓછા બચે છે અથવા મોંઘા મળે છે. સરકારની ઉધારી પર બધાની નજર રહે છે. કેમ કે તેના પછી બધા કોર્પોરેટ બોન્ડ કે અન્ય વ્યાજ દર સરકારી વ્યાજ દરથી વધારે રાખવામાં આવે છે. એટલે સરકારી બોન્ડનો વ્યાજ દર જો વધે છે તો તેનો અર્થ એ છે કે બીજા માટે દેવું વધારે વધી જશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube