મોટી રાહત: વર્લ્ડ બેન્કે ભારતને એક બિલિયન ડોલરનું પેકેજ આપવાની કરી જાહેરાત
કોરોના સંકટ વચ્ચે ભારતને વર્લ્ડ બેન્કે મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે વર્લ્ડ બેન્કે એક બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે.
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે ભારતને વર્લ્ડ બેન્કે મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે વર્લ્ડ બેન્કે એક બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે. વર્લ્ડ બેન્કના એક બિલિયન ડોલર (લભગ 7600 કરોડ) સામાજિક સુરક્ષા પેકેજનો ઉપયોગ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સારી તપાસ, કોવિડ 19 હોસ્પિટલોને વધુ સારી બનાવવા અને લેબ બનાવવામાં થઈ શકે છે. વર્લ્ડ બેન્કે અગાઉ 25 વિકાસશીલ દેશોને પેકેજ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube