Petrol Price: કેમ અહીં પાણીના ભાવે વેચાય છે પેટ્રોલ? જાણો ક્યાં 25 રૂપિયા કરતા પણ સસ્તામાં વેચાય છે પેટ્રોલ
Chepest petrol in the world: વધતાં જઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે. ભારતમાં બોટલ પાણીના સરેરાશ 20 રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ 20 રૂપિયાથી પણ સસ્તું છે.
નવી દિલ્લી: વધતાં જઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે. ભારતમાં બોટલ પાણીના સરેરાશ 20 રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ 20 રૂપિયાથી પણ સસ્તું છે.પેટ્રોલની વધતી કિંમતે લોકોને પરેશાન કરી દીધા છે. ભારતના અનેક શહેરોમાં હજુ પણ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર વેચાઈ રહ્યું છે.
અંબાણીની કુલ સંપત્તિના 13 ટકા જેટલો તો આ ભાઈ ટેક્સ ચૂકવશે! ગોડાઉન ભરીને પડ્યાં છે પૈસા!
ભારત જ નહીં તમામ દેશોમાં પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. દુનિયાભરમાં પેટ્રોલની સરેરાશ કિંમત 91 રૂપિયા પ્રતિ લિટર છે. પરંતુ તેની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે. ભારતમાં બોટલ પાણીના સરેરાશ 20 રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ 20 રૂપિયાથી પણ સસ્તું છે. આજે અમે તમને 5 એવા દેશના નામ જણાવીશું, જ્યાં પેટ્રોલ 25 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવે વેચાઈ રહ્યું છે.
વેનેઝુએલામાં સસ્તું પેટ્રોલ:
અમેરિકાનો પાડોશી દેશ વેનેઝુએલા અત્યારે રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે. આ દેશમાં કાચા તેલનો વિશાળ ભંડાર છે. પરંતુ અહીંયા મોંઘવારી તેની ચરમ સીમાએ છે. Globalpetrolprices.comના જણાવ્યા પ્રમાણે વેનેઝુએલામાં પેટ્રોલ 2 રૂપિયાથી પણ ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે.
સાઉથ એક્ટ્રેસના ઈન્ટિમેટ ફોટા વાયરલ! પહેલાં લંપટ નિત્યાનંદ સાથેની તસવીરોએ પણ મચાવ્યો હતો ખળભળાટ
ઈરાનમાં 3.86 રૂપિયા પ્રતિ લીટર મળે છે પેટ્રોલ:
વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ કાચા તેલનો મોટો ભંડાર છે. ઈરાનથી કાચા તેલ ખરીદવામાં ભારત પણ છે. જોકે ઈરાનમાં એક લીટર પેટ્રોલ ભારતીય રૂપિયામાં 3.86 રૂપિયે પ્રતિ લીટર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાન ખુલ્લા બજારમાં કાચા તેલનું વેચાણ કરી શકતું નથી.
આ દેશોમાં પેટ્રોલનો વિશાળ ભંડાર:
આ દેશ સિવાય સીરિયામાં એક લીટર પેટ્રોલ 16 રૂપિયામાં મળે છે. સીરિયાના આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. છેલ્લાં એક દાયકામાં આ દેશ આંતરિક ઝઘડાના કારણે પાછળ જઈ રહ્યો છે. આ સિવાય અંગોલામાં એક લીટર પેટ્રોલ 21.37 રૂપિયામાં મળે છે. ભારતીય રૂપિયાના હિસાબે નાઈજીરિયામાં એક લીટર પેટ્રોલ 24.88 રૂપિયામાં મળે છે. તો કુવૈતમાં એક લીટર પેટ્રોલ 26 રૂપિયામાં મળે છે.
ચાલતા પહેલાં બોલતા શીખી ગયેલાં સુરતના આ બાળકે સોશિયલ મીડિયામાં મચાવી છે ધૂમ! જુઓ વીડિયો
સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જતી રહેશે 'રોણી'!
Nora ના નિતંબ પર આ ડાન્સ માસ્ટરે ફેરવ્યો હાથ! ઈન્ટરનેટ પર લોકો દબાઈ દબાઈને જોવે છે આ Video!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube