અંબાણીની કુલ સંપત્તિના 13 ટકા જેટલો તો આ ભાઈ ટેક્સ ચૂકવશે! ગોડાઉન ભરીને પડ્યાં છે પૈસા!

ઈલેક્ટ્રીક કાર બનાવનારી ટેસ્લા અને અંતરિક્ષ મિશન લોંચ કરનારી સ્પેસએક્સ જેવી કંપનીઓની સ્થાપના કરનારા એલન મસ્ક આ વર્ષે અમેરિકામાં આશરે 83 હજાર 145 કરોડ (આશરે 11 અબજ ડોલર) કરવેરાની ચુકવણી કરશે. વર્તમાન સમયમાં વિશ્વમાં સૌથી વધુ શ્રીમંત મસ્કે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. અત્યારે તેમની સંપત્તિ આશરે 18 લાખ કરોડ રૂપિયા (236 અબજ ડોલર) આંકવામાં આવે છે, જે વિશ્વના બીજા ક્રમના શ્રીમંત વ્યક્તિ જેફ બેઝોસની 14.58 લાખ કરોડ (193 અબજ ડોલર)ની સંપત્તિ કરતાં આશરે 25 ટકા વધારે છે.

અંબાણીની કુલ સંપત્તિના 13 ટકા જેટલો તો આ ભાઈ ટેક્સ ચૂકવશે! ગોડાઉન ભરીને પડ્યાં છે પૈસા!

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક કાર બનાવનારી ટેસ્લા અને અંતરિક્ષ મિશન લોંચ કરનારી સ્પેસએક્સ જેવી કંપનીઓની સ્થાપના કરનારા એલન મસ્ક આ વર્ષે અમેરિકામાં આશરે 83 હજાર 145 કરોડ (આશરે 11 અબજ ડોલર) કરવેરાની ચુકવણી કરશે. વર્તમાન સમયમાં વિશ્વમાં સૌથી વધુ શ્રીમંત મસ્કે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. અત્યારે તેમની સંપત્તિ આશરે 18 લાખ કરોડ રૂપિયા (236 અબજ ડોલર) આંકવામાં આવે છે, જે વિશ્વના બીજા ક્રમના શ્રીમંત વ્યક્તિ જેફ બેઝોસની 14.58 લાખ કરોડ (193 અબજ ડોલર)ની સંપત્તિ કરતાં આશરે 25 ટકા વધારે છે.

 

— Elon Musk (@elonmusk) December 20, 2021

 

ભારતની દ્રષ્ટિએ જોવામાં આવે તો દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 85 અબજ ડોલર છે. એટલે કે મસ્કની સંપત્તિની તુલનામાં ત્રીજા ભાગની છે. આ દ્રષ્ટીએ મસ્ક અમેરિકામાં આ વર્ષે જેટલા પ્રમાણમાં ટેક્સની ચુકવણી કરશે તે અંબાણીની સમગ્ર સંપત્તિના 13 ટકા હિસ્સા જેટલી છે. જોકે તેમ છતાં અમેરિકાના ડેમોક્રેટ સાંસદ મસ્ક તરફથી વર્ષોથી ટેક્સ નહીં ચુકવવામાં આવતો હોવાનો મુદ્દો ઉછાળતા રહ્યા છે.

હકીકતમાં આ વર્ષના જૂનમાં જ પ્રો-પબ્લિકા નામના પ્રકાશનમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તેમા રેવેન્યૂ સર્વિસિને લગતા દસ્તાવેજને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2014 અને વર્ષ 2016માં કરોડો ડોલરના ટેક્સની વસૂલાતને છોડી દેવામાં આવે તો વર્ષ 2015માં તેમની પોતાની સંપત્તિ અબજો ડોલરમાં છે તેની ઉપર ફક્ત 68 હજાર ડોલર (આશરે 50 લાખ કરોડ) ટેક્સ ચુકવ્યો છે. આ દ્રષ્ટિએ વર્ષ 2017માં તેમણે 65 હજાર ડોલર (આશરે 46 લાખ રૂપિયા) ભરીને ટેક્સ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

એક બિઝનેસ મેગેઝીનને આપેલાં ઈન્ટરવ્યૂમાં એલન મસ્કે જણાવ્યુંકે, 2021માં 83 હજાર કરોડ રૂપિયા (11 અબજ ડોલર) ટેક્સ ભરશે. હકીકતમાં તેમણે પોતાના રોકાણ પર થતી આવક આશરે 6500 કરોડ (84.2 કરોડ ડોલર)નો ટેક્સ ભરવાનો છે. આ ઉપરાંત તેમણે અમેરિકાના કેલિફોર્નિયાથી ટેક્સનો બેઝ બનાવવા પણ ટેક્સ ચુકવવો પડે છે. અમેરિકાના ટેક્સ બાબતના નિષ્ણાતોનો અંદાજ છે કે મસ્કને કેન્દ્ર અને રાજ્ય પ્રમાણે આશરે 7 અબજ ડોલરનો ટેક્સ આપવાનો છે, આ ઉપરાંત 4 અબજ ડોલરનો ટેક્સ પણ તેમણે 1 જાન્યુઆરી 2022 અગાઉ ચુકવવાનો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news