નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક (State Bank of India) એ પોતાના 44 કરોડ કસ્ટમર્સ માટે નવું નોટિફિકેશન (New Notification) જાહેર કર્યું છે. તેમાં 4 અને 5 સપ્ટેમ્બરના રોજ થોડા કલાકો માટે ઇન્ટરનેટ બેકિંગ સહિત 7 પ્રકારની સર્વિસીઝ બાધિત રહેવાની જાણકારી આપી છે, જેને જાણવી તમારા માટે જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SBI એ ટ્વીટ કરી આપી જાણકારી
SBI એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું કે '4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:35 વાગ્યાથી 5 સપ્ટેમ્બરના રોજ 01:35 વાગ્યા સુધી મેંટેનેંસ યોનો બિઝનેસ (YONO Business) અને આઇએમપીએસ (IMPS) અને UPI સેવાઓ ઉપલબ્ધ રહેશે નહી.  


જુલાઇમાં પણ બાધિત થઇ હતી સેવાઓ
આ પહેલાં 16 અને 17 જુલાઇ માટે પણ એસબીઆઇએ એવું જ એલર્ટ જાહેર કર્યું હતું, જેને પછી 10 વાગ્યાથી 45 મિનિટથી મોડી રાત્રે 1: 15 વાગ્યા સુધી (150 મિનિટ) માટે સેવાઓ ઉપલબ્ધ ન હતી. એસબીઆઇ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સર્વિસિઝ  UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરવા માટે બાધિત કરવામાં આવી, જેથી કસ્ટમર એક્સપીરિંએન્સને સારો કરવામાં આવે. જેવું જ કામ પુરૂ થઇ ગયું સર્વિસ ફરીથી રિસ્ટાર્ટ કરી દેવામાં આવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube