તમારી ફેવરિટ 2 મિનિટ મસાલા મેગી થઈ જશે મોંઘી, કંપનીમાંથી આવી મોટી ખબર
Maggi Price News : જો તમે મેગી ખાવાના શોખીન છો તો એક સમાચાર તમને મુશ્કેલીમાં મુકી શકે છે. મેગી મેન્યુફેક્ચરિંગ કંપની નેસ્લે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય 1 જાન્યુઆરીથી લાગુ થઈ શકે છે. મેગી ખાનાર દરેક વ્યક્તિ પર તેની અસર થશે
Maggi Price Hike : 2 મિનિટમાં બની જતી મેગી દરેકની ફેવરિટ હોય છે. ઘરમાં કંઈ ખાવાનું ન હોય કે ફટાફટ ખાવું હોય તો 2 મિનિટ મેગી સૌની ફેવરિટ હોય છે. આવામાં હવે આ મેંગીને મોંઘવારીનું ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. તમારી ફેવરિટ 2 મિનિટમાં બનેલી મેગી મોંઘી થઈ શકે છે. આવતા વર્ષે 2025 માં જાન્યુઆરીથી મેગીની કિંમત વધી શકે છે. મેગીના ભાવમાં થયેલો આ વધારો ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોમાં આવેલા ખટરાગનું કારણ હોવાનું કહેવાય છે.
2 મિનિટમાં બનેલી મેગી મોંઘી થઈ શકે છે. આવતા વર્ષે જાન્યુઆરીથી મેગીની કિંમત વધી શકે છે. મેગીના ભાવમાં થયેલો આ વધારો ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશનું પ્રતિબિંબ છે. વાસ્તવમાં, સ્વિટ્ઝર્લેન્ડે 1994માં ભારત સાથે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) પર હસ્તાક્ષર કર્યા હતા. જે અંતર્ગત 1 જાન્યુઆરી, 2025થી મોસ્ટ-ફેવર્ડ-નેશન (MFN) કલમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2022માં પણ મેગીની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ કારણ વધશે મેગીના ભાવ
સ્વિટ્ઝર્લેન્ડે ભારતનો પસંદગીનો દરજ્જો છીનવી લીધા બાદ આ મુદ્દો ઉભો થયો છે. હકીકતમાં, નેસ્લે વિરુદ્ધ કોર્ટના ચુકાદા બાદ સ્વિટ્ઝર્લેન્ડે ભારતના મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો સ્થગિત કરી દીધો છે. તેનાથી સ્વિટ્ઝર્લેન્ડમાં કાર્યરત ભારતીય કંપનીઓ પર ટેક્સનો બોજ વધશે. તેઓએ 1 જાન્યુઆરી, 2025થી વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ નિર્ણય ભારત અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચેના ડબલ ટેક્સેશન એગ્રીમેન્ટ (DTAA)ની MFN જોગવાઈને સસ્પેન્ડ કરે છે. આ દરજ્જા હેઠળ દેશો એકબીજાને વેપારમાં વિશેષ છૂટ આપે છે. આ દરજ્જો રદ થતાં હવે ભારતીય કંપનીઓએ સ્વિટ્ઝર્લેન્ડમાં વધુ ટેક્સ ચૂકવવો પડશે.
ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહી! વાવાઝોડાને કારણે વાતાવરણમાં રમણભમણ થઈ જશે
જો આવું થશે તો તમારી મેગી જે 2 મિનિટમાં બની શકે છે તે મોંઘી થઈ જશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) જ્યાં સુધી ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ સૂચિત ન થાય ત્યાં સુધી તેને લાગુ કરી શકાય નહીં. કોર્ટના આ નિર્ણય બાદ સ્વિસ કંપનીઓને અસર થશે. તેમને હવે ડિવિડન્ડ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. જો કંપનીઓ વધુ ટેક્સ ચૂકવશે તો સ્વાભાવિક છે કે તેઓ તેમની પ્રોડક્ટના ભાવ પણ વધારશે.
સ્વિસ કંપનીઓના ઉત્પાદનો મોંઘા થશે
ટેક્સમાં વધારાની સીધી અસર નેસ્લે વગેરે જેવી સ્વિસ કંપનીઓની કમાણી પર પડશે. તેમના ઉત્પાદનો મોંઘા હોઈ શકે છે, કારણ કે આ કંપનીઓને ભારતીય આવકના સ્ત્રોતોમાંથી મળેલા ડિવિડન્ડ પર 10% સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે, જે અગાઉ ઓછો હતો. ભારતીય કોર્ટના નિર્ણય પર સ્વિત્ઝર્લેન્ડનું કહેવું છે કે ભારતે તેમને અન્ય દેશોની જેમ સમાન લાભો આપ્યા નથી જેની સાથે તેના અનુકૂળ ટેક્સ કરાર છે. આનાથી નારાજ સ્વિત્ઝર્લેન્ડે 2025 થી મોસ્ટ-ફેવર્ડ-નેશન (MFN) નાબૂદ કરવાનો નિર્ણય કર્યો. સ્વિટ્ઝર્લેન્ડના આ નિર્ણયને કારણે સ્વિસ કંપનીઓના ઉત્પાદનો મોંઘા થઈ શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બૂલેટ પ્રુફ કારને નડ્યો અકસ્માત, ગુપ્ત રિપોર્ટ CM કાર્ય