નવી દિલ્હી: ઓનલાઇન ફૂડ ડિલેવરિંગ પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)એ નવી ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકોને 23 મેના રોજ થનાર મતગણતરી પહેલાં દેશના આગામી વડાપ્રધાન નરેંદ્ર મોદી વિશે ભવિષ્યવાણી કરવા તથા ફૂડ ઓર્ડર કરતી વખતે કેશબેક જીતવાની તક આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ઝોમેટો ઇલેક્શન લીગ'ના આ ઓફરમાં દેશના આગામી વડાપ્રધાનના નામની સટીક ભવિષ્યવાણી કરનાર ગ્રાહકોને કેશબેક મળશે. કંપનીએ તે પહેલાં ઝોમેટો પ્રીમિયર લીગ (ઝેડપીએલ)ના માધ્યમથી ગ્રાહકોને ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વિજેતા ટીમની સાચી ભવિષ્યવાણી કરતાં કેશબેક આપવામાં આવ્યું હતું.

48MP કેમેરાવાળો Redmi Note 7S થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


કંપનીએ કહ્યું કે ''ગ્રાહકોને દરેક ઓર્ડર પર 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તેમની ભવિષ્યવાની સાચી સાબિત થાય તો તેમને 30 ટકાનું કેશબેક મળશે.'' 22 મે સુધી કોઇપણ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે અને ઓર્ડર કરતી વખતે દરેક સાચી ભવિષ્યવાણી માટે કેશબેક જીતી શકે છે. 

આરબીઆઇ જાહેર કરશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ફીચર


કંપનીએ કહ્યું કે 'જેવા દેશના નવા વડાપ્રધાન ચૂંટવામાં આવે છે, ગ્રાહકોના વોલેટમાં આપમેળે કેશબેક આવી જશે. કંપનીએ જણાવ્યું કે અત્યાર સુધી ભારતના 250 શહેરોમાંથી 3 લાખ 20 હજાર લોકોએ આમાં ભાગ લીધો છે.