મુંબઈ : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાાનની ઘણા વખતથી કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ. જોકે હવે તેનો નવો પ્રોજેક્ટ રિલીઝ માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ ‘બાઝાર’નું ટ્રેલર રીલીઝ થયું છે અને જોતજોતામાં જ તે ખૂબ વાયરલ થઈ ગયું છે. ટ્રેલરમાં હની સિંહના ગીતનો પણ થોડો હિસ્સો નાખવામાં આવ્યો છે. ગૌરવ કે. ચાવલાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. જણાવી દઈએ કે, ફિલ્મ શેર બજારની આંટીઘૂટી પર આધારિત છે. આ ફિલ્મથી વિનોદ મહેરાનો દીકરો રોહન મહેરા બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...