12 હજાર વેબસાઇટ બ્લોક કર્યા બાદ પણ 2.0 HD પ્રિંટમાં થઇ લીક
ફિલ્મને પાયરેસીથી બચાવવા માટે મદ્રાસ હાઇ કોર્ટે 37 ઇન્ટરનેટ સર્વિસ પ્રાઇવેટના લગભગ 12 હજાર વેબસાઇટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો
નવી દિલ્હી: રજનીકાંતની મોટ્સ અવેટેડ ફિલ્મ 2.0 ગુરૂવારે રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને પાયરેસીથી બચાવવા માટે મદ્રાસ હાઇ કોર્ટે 37 ઇન્ટરનેટ સર્વિસ પ્રાઇવેટના લગભગ 12 હજાર વેબસાઇટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હાઇકોર્ટના આદેશ બાદ પણ ઠેંગો બતાવી ફિલ્મને ફૂલ HD પ્રિંટમાં પાયરેસી વેબસાઇટ તમિલ રોકર્સ ઉપર અપલોડ કરવામાં આવી છે. મળી રહેલા સમાચાર અનુસાર આ વાત મેકર્સ માટે મુશ્કેલી બની ગઇ છે. જોકે આ સમાચારના હાલમાં કોઇ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
વાચવા માટે અહીં ક્લિક કરો: 2.0 રિવ્યૂ : શું છે રજનીકાંત અને અક્કીની આ ફિલ્મની ખાસ વાત? જાણવા કરો ક્લિક
આ સ્ટારે કાઢી દુશ્મની, આમંત્રણ છતાં નહીં આપે પ્રિયંકાના લગ્નમાં હાજરી
બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...