દિશાના મૃત્યુનું સુશાંતના મોત સાથે છે કનેક્શન!, કોકડું ઉકેલવા માટે SCમાં થઈ અરજી
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું કોંકડું સતત ગૂંચવાઈ રહ્યું છે અને આ કેસમાં વારંવાર બદલાઈ રહેલા સમીકરણોને પગલે આ કેસ હવે વધુ પેચીદો બની રહ્યો છે. જો કે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ મળ્યા બાદ પરિવાર અને ફેન્સ બંનેને રાહત મળી છે. જોવાનું એ રહેશે કે આ મામલે હવે આગળ કયા નવા તથ્યો સામે આવે છે. બીજી બાજુ સુશાંત અને દિશાના મોતને કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનું કોંકડું સતત ગૂંચવાઈ રહ્યું છે અને આ કેસમાં વારંવાર બદલાઈ રહેલા સમીકરણોને પગલે આ કેસ હવે વધુ પેચીદો બની રહ્યો છે. જો કે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ મળ્યા બાદ પરિવાર અને ફેન્સ બંનેને રાહત મળી છે. જોવાનું એ રહેશે કે આ મામલે હવે આગળ કયા નવા તથ્યો સામે આવે છે. બીજી બાજુ સુશાંત અને દિશાના મોતને કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુશાંત કેસ: ઓફિસરને ક્વોરન્ટાઈન કરવા મુદ્દે SCએ મુંબઈ પોલીસ-મહારાષ્ટ્ર સરકારને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટમાં આજે આ અંગે એક પીઆઈએલ દાખલ થઈ છે. જનહિત અરજીમાં કહેવાયું છે કે સુશાંત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતની કડી એક બીજા સાથે જોડાયેલી છે. અરજીકર્તા વિનિત ધાંડાએ આ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા આ કેસની છણાવટ થાય તેવી માગણી કરી છે. આ સાથે જ આ કેસની સીબીઆઈ તપાસ માટે આદેશ આપવાની પણ વાત કરી છે. અત્રે જણાવવાનું કે સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલા દિશાનું મોત થયું હતું.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું- સુશાંત કેસ CBIને કરાયો ટ્રાન્સફર
આ પ્રેસ નોટમાં કહેવાયું છે કે દિશા સાલિયાનને લઈને મીડિયા અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે. અમે બધાને અપીલ કરીએ છીએ કે જો તેમની પાસે આ કેસ અંગે કોઈ પુરાવા હોય તો તેઓ મુંબઈના એડિશનલ કમિશનરને જાણ કરે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube