નવી દિલ્હી: તાજેતરમાં મ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાન (AR Rahman)એ દાવો કર્યો હતો કે બોલીવુડમાં એક એવી 'ગેંગ' છે જેના કારણે તેમને કામ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. પરંતુ હવે તેમનું નવું ટ્વીટ કંઇક બીજું કહી રહ્યું છે. એ.આર. રહેમાનના આ નિવેદન પછી દિગ્દર્શક શેખર કપૂરે સોશિયલ મીડિયા પર તેમનું સમર્થન કરતાં વાત કરી હતી. પરંતુ તેમના નિવેદન બાદ હંગામો શરૂ થતાંની સાથે જ એઆર રહેમાનનું એવું ટ્વિટ સામે આવ્યું છે જે દરેક માટે આશ્ચર્યજનક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Birthday Special: એક્ટિંગ ઉપરાંત રગ્બી અને ક્રિકેટના શોખીન છે આ એક્ટર


રહેમાનની આ ગેંગવાળી ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે ગત મહિને અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા બાદ બોલીવુડમાં 'ઇનસાઇડર અને આઉટસાઇડર' (અભિનેતાઓનાં બાળકો અને બહારથી આવતા અભિનેતાઓ) વિશે ચર્ચા થઈ રહી છે. આથી નિવેદન જોર પકડવાનું શરૂ થયું. જોકે રહેમાનના તાજેતરના ટ્વિટ પરથી લાગે છે કે તેઓ તેમના નિવેદનમાં ઉદ્ભવતા વિવાદને લાંબું કરવા માંગતા નથી.


આ પણ વાંચો:- કંગના રનોતના સમર્થનમાં આવ્યા શેખર કપૂર, કરી અભિનેત્રીની પ્રશંસા


સુશાંત કેસઃ અનિલ દેશમુખ બોલ્યા, મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ


તમને જણાવી દઈએ કે, રહેમાનના આ ઇન્ટરવ્યુને પોસ્ટ કરતી વખતે દિગ્દર્શક શેખર કપૂરે બોલીવુડના જૂથવાદને નિશાન બનાવ્યો હતો. રહેમાનને ટેકો આપતા તેમણે લખ્યું, 'તમે જાણો છો કે તમારી સમસ્યા શું છે એ આર રહેમાન? તમે ઓસ્કાર એવોર્ડ જીત્યા. ઓસ્કર બોલીવુડમાં કોઇ ઓફ ડેથની સમાન છે. આ એવોર્ડથી સાબિત થાય છે કે તમારી અંદર એટલું ટેલેન્ટ છે કે બોલીવુડ તેને હેન્ડલ કરવામાં અસમર્થ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube