નવી દિલ્હી; અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મોટા પડદા પર 'ધ બિગ બુલ' થી વાપસી કરી રહ્યા છે. તેનું ફર્સ્ટ પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 1990 થી 2000 દરમિયાન થયેલી સાચી ઘટનાઓ અને નાણાકીય ફિલ્ડમાં થયેલા પરિવર્તનો પર છે. આ ફિલ્મના નિર્માતા અજય દેવગન અને આનંદ પંડિત છે. તેનું નિર્દેશન કુકી ગુલાટીએ કર્યું છે. અભિષેકના અપોઝિટ આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રૂઝ જોવા મળશે. આ પોસ્ટરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 


ફિલ્મના પોસ્ટરમાં અભિષેક બચ્ચન અંધારામાં જોવા મળી રહ્યો છે. તે પોતાની આંગળીને હોઠ પર ચુપ કરાવવાની મુદ્વામાં રાખેલી છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે સપનાઓનો વેપારી. તેમાં સપના, લાલચ, પૈસાની હેરાફેરી અને સચ્ચાઇનો મેસેજ છુપાયેલો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube