અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને કોરોના વાયરસને આપી માત, ટ્વિટ કરી આપી આ જાણકારી

બચ્ચન પરિવારના તમામ સભ્યો બાદ હવે બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ કોરોના વાયરસને માત આપી છે. થોડા દિવસો પહેલા કોરોના ટેસ્ટિંગ (Corona Test)માં સંક્રમિત આવ્યા બાદ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ત્યારબાદ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દિકરી આરાધ્યા રાય બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારે બચ્ચન પરિવારના બાકી સભ્યો સાજા થઇ ઘરે પહોંચી ગયા હતા માત્ર અભિષેક બચ્ચન હોસ્પિટલમાં દાખલ હતા. હવે અભિષેક બચ્ચને તેના ટ્વિટ દ્વારા કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ (Corona Report) પણ નેગેટિવ આવ્યાની જાણકારી આપી છે.

Aug 8, 2020, 03:17 PM IST

Abhishek Bachchanને ટ્વિટ કરી આપી તેના કોરોના રિપોર્ટની પણ જાણકારી, કહી આ વાત

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ઘરે પરત ફર્યા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે લોકો તે જાણવા માગે છે કે, તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ શું આવ્યો છે. તો તમને જણાવી દઇએ કે, અભિષેક બચ્ચને ટ્વિટર પર પોતાના કોરોના રિપોર્ટની જાણકારી આપી છે. આજે તેમણે બે ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં અભિષેકે તેના પિતા વિશે જાણકારી આપી અને બીજામાં પોતાના વિશે જણાવ્યું છે.

Aug 2, 2020, 06:50 PM IST

હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી Aishwarya Rai થઇ ઇમોશનલ, ફેન્સ માટે કહી આ વાત

જોકે હવે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રજા મળ્યા બાદ પૂર્વ વિશ્વ સુંદરી ખૂબ જ ઇમોશનલ જોવા મળી રહી છે અને ઘર આવ્યા બાદ ઐશ્વર્યા રાયે પોતાના તમામ ફેન્સ શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો.

Jul 29, 2020, 11:48 PM IST

એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ, 10 દિવસ પહેલા થયા હતા એડમિટ

બચ્ચન પરિવારની વહુ અને એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Jul 27, 2020, 04:29 PM IST

ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ... અમિતાભ બોલ્યા- ખોટું, બેજવાબદાર, બનાવટી અને ગંભીર જૂઠાણું છે

હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પરંતુ સાથે તે અફવા ઉડી રહી છે કે અમિતાભ બચ્ચન સ્વસ્થ થઈ ગયા છે.  પરંતુ અમિતાભે ખુદ ટ્વીટ કરીને આ અફવાઓ પર વિરામ લગાવી દીધો છે. 

Jul 23, 2020, 05:46 PM IST

અમિતાભે હોસ્પિટલમાંથી અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની તસવીર સાથે ફેન્સ માટે લખ્યો મેસેજ

Amitabh Bachchan કોરોનાની સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ફેન્સની સાથે સતત સોશિયલ મીડિયા પર જોડાયેલા છે. તેમણે પરિવારનો ફોટો ટ્વીટ કરીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. 

Jul 19, 2020, 11:04 AM IST

કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ

કોરોના પોઝિટિવ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને પોતાની પુત્રી આરાધ્ય બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી લોકો હોમ કોરોન્ટાઇન હતા. આ પ્રમાણે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેગુલર ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવે રહ્યા છે.

Jul 17, 2020, 10:57 PM IST

રેખાના 2 હાઉસકીપરને પણ કોરોના, છતાં એક્ટ્રેસે ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી...

સમગ્ર દેશ હાલ કોરોના વાયરસની મહામારીનો સામનો કરવી રહ્યો છે. આ મહામારીએ મનોરંજન અને સિનેમા જગતને પોતાનું ઘર બનાવી લીધું છે. બોલિવુડની દિગ્ગજ અદાકારા રેખાના સિક્યોરિટી ગાર્ડ બાદ હવે તેના 2 હાઉસકીપર પણ કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. આ ખબર રેખાના ફેન્સ માટે આંચકાજનક છે. આ લોકો કોરોના સંક્રમિત મળ્યા બાદ રેખાની બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. તો રેખા હોમ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

Jul 15, 2020, 10:35 AM IST

Health Update: અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત કેવી છે? ખાસ જાણો 

શનિવારે રાતથી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)  મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેમની તબિયત સ્થિર છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યાં મુજબ સ્થિતિમાં સુધારો છે. કોરોના વાયરસ (Corona Virus) નો આગામી ટેસ્ટ લગભગ 5થી 6 દિવસ બાદ જ થશે. અમિતાભ બચ્ચનના ત્રણેય ઘર મુંબઈ મહાનગર પાલિકાના વોર્ડમાં આવે છે. એશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યાને જલસા બંગલા પર ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 26 સ્ટાફ મેમ્બર્સને જનકમાં રખાયા છે. 

Jul 14, 2020, 01:05 PM IST

નાણાવટી હોસ્પિટલનું હેલ્થ બુલેટિનઃ જાણો કેવી છે અમિતાભ-અભિષેક બચ્ચનની તબિયત

મુંબઈની નાણાવટી હોસ્પિટલે પોતાનું મેડિકલ બુલેટિન જારી કરીને અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના સ્વાસ્થ્યની જાણકારી આપી છે. 

Jul 13, 2020, 08:54 AM IST

BMCએ અમિતાભ બચ્ચનના ચારેય બંગલા કર્યા સીલ, કન્ટેઈમેન્ટ ઝોન જાહેર

બૃહદમુંબઈ મહાનગરપાલિકા (BMC)એ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત ચારેય બંગલાને સીલ કરી દેવામાં આવ્યા છે. ચારેય બંગલાને કોરોના પ્રભાવિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. 

Jul 12, 2020, 06:18 PM IST

એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

હવે સમાચાર આવ્યા છે કે અભિષેક બચ્ચનની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 
 

Jul 12, 2020, 03:02 PM IST

અમિતાભ બચ્ચન માટે હોસ્પિટલની બહાર ભેગા થઈ રહ્યાં છે ફેન્સ, પોલીસે વધારી સુરક્ષા

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર મળ્યા બાદ લોકેએ વિલે પાર્લે સ્થિત હોસ્પિટલની બહાર ભેગા થવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ તેને સતત હટાવવામાં આવી રહ્યાં છે. 
 

Jul 12, 2020, 02:24 PM IST

બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે

પોતાના શબ્દોના માધ્યમથી અમિતાભ બચ્ચને લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમના વિરુદ્ધ હિંમત બનાવી રાખવા માટે પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને આ કવિતા શેર કરી હતી. 

Jul 12, 2020, 11:00 AM IST

નાણાવટી હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન, જાણો કેવી છે અમિતાભ અને અભિષેકની તબિયત

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ ફરીથી એકવાર તેમના કોરોના ટેસ્ટ થઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ બંનેની હાલાત હાલ સ્થિર છે. બંનેને હળવા લક્ષણો જેમ કે તાવ અને શરદી છે. 

Jul 12, 2020, 08:18 AM IST

કોરોના: એશ્વર્યા, જયા અને આરાધ્યા બચ્ચનના કોરોના એન્ટિજન રિપોર્ટ બાદ હવે Swab રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને શનિવારે સાંજે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. અમિતાભે પોતે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ કોવિડ-19 પોઝિટિવ છે. ત્યારબાદ પુત્ર અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. બંને હાલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. આ બાજુ જયા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચનના COVID-19 એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે.

Jul 12, 2020, 07:15 AM IST

અમિતાભ બાદ અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પૂત્રને અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. 44 વર્ષના અભિષેક બચ્ચનના કોરોના ટેસ્ટ પિતા અમિતાભના પોઝિટિવ આવ્યા બાદ કરવામાં આવ્યો છે. સમગ્ર બચ્ચન પરિવાર અને તેના સ્ટાફના ટેસ્ટ થયો, ત્યારબાદ હવે અભિષેકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અભિષેકને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jul 12, 2020, 12:29 AM IST

બોલીવુડમાં Kareena Kapoor Khan ના 20 વર્ષ પુરા, શેર કર્યો પોતાનો પ્રથમ શોટ

જેપી દત્તાની ફિલ્મ 'રિફ્યૂજી (Refugee)' થી બોલીવુડમાં પગ મુકનાર અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) એ મંગળવારે બોલીવુડમાંથી 20 વર્ષ પુરા કરી લીધા છે.

Jun 30, 2020, 05:12 PM IST

બંટી ઔર બબલીના 15 વર્ષઃ અમિતાભે કહ્યુ, પ્રથમવાર કર્યુ હતુ પુત્ર અભિષેક સાથે કામ

નાના શહેરોથી દિલમાં મોટા સપના લઈને નિકળેલા બંટી અને બબલી પોતાની સાથે છેતરપિંડી થવા પર તેને પોતાના જીવવાનો સહારો બનાવી લે છે અને પછી બંન્ને છેતરનારને પકડવા માટે એક પોલીસ ઓફિસરને તેની પાછળ લગાવવામાં આવે છે.
 

May 26, 2020, 06:12 PM IST

'ધ બિગ બુલ'ની રિલીઝ ડેટ આઉટ, સામે આવ્યો અભિષેકનો લુક

ફિલ્મ 'ધ બિગ બુલ' 1990થી 2000 વચ્ચે થયેલી સત્ય ઘટનાઓ અને ભારતના નાણાકીય ક્ષેત્રમાં થયેલા ફેરફાર પર આધારિત છે. 'ધ બિગ બુલ' સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાની જિંદગી પર આધારિત હશે. હર્ષદ મેહતાની નાણાકીય કૌભાંડને કારણે ધરપકડ કરવામાં આવી હતી. 

Feb 13, 2020, 06:30 PM IST