Abhishek Reaction On Divorce: ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે તે ચર્ચાએ જોર પકડ્યું છે. વાત એવી પણ સામે આવી હતી કે અભિનેત્રી આરાધ્યા બચ્ચન સાથે જલસા એટલે કે અભિષેક અને અમિતાભનું ઘર છોડીને જતી રહી છે. એશ્વર્યા હાલ તેની માતા સાથે રહી રહી છે તેવી વાત પણ સામે આવી હતી. જ્યારે અભિષેક બચ્ચન હાલ પેરિસમાં છે જ્યાં ઓલમ્પિક ગેમ્સ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: એક્ટર સાથે ઈંટીમેટ સીન કરવા શા માટે તૈયાર થઈ ઐશ્વર્યા ? કિસિંગ સીન પર કર્યો ખુલાસો


ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સ થઈ રહ્યા છે તે ચર્ચા એ જોર ત્યારે પકડ્યું જ્યારે અભિષેક બચ્ચનનો એક વિડીયો વાયરલ થયો. અભિષેક બચ્ચનનો એક ડીપ ફેક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઐશ્વર્યા સાથે ડિવોર્સ લઈ રહ્યો છે તેવી વાત કરે છે. આ બધી જ અફવાઓ વચ્ચે એક એવો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં અભિષેક બચ્ચન તેની સગાઈની વીંટી દેખાડે છે. 


આ પણ વાંચો: Leaked Video: બોલીવુડના 7 સૌથી ચર્ચિત MMS, અભિનેત્રીઓ જોવા મળી આપત્તિજનક સ્થિતિમાં


તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિષેક બચ્ચને ડિવોર્સની અફવાઓ અંગે ખુલીને વાત કરી હતી અને પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિષેક બચ્ચનને ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવાની જે વાત ચાલી રહી છે તેના માટે કહ્યું હતું કે, આ બાબતે તેને મીડિયા સામે કંઈ પણ કહેવું નથી. દુઃખની વાત છે કે બધી જ વાતને વધારીને રજૂ કરવામાં આવી છે. અભિષેક બચ્ચનને કહ્યું હતું કે કેટલીક સ્ટોરીઓ બનાવવા માટે આવી વાત રજૂ કરવામાં આવી છે. પરંતુ તે બધાને જણાવી દેવા માંગે છે કે તે હજી પણ પરિણીત છે. આ વાક્ય કહીને તેણે પોતાના હાથમાં પહેરેલી વીંટી પણ બતાવી. 


આ પણ વાંચો: Nagarjuna Called Sobhita Hot: સસરાએ જેને કહી હતી 'Hot'એની સાથે દીકરાની થઈ સગાઈ..


મહત્વનું છે કે અભિષેક બચ્ચનનો ડીપ ફેક વિડીયો રવિવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટના પ્રકાશમાં આવતા ઈન્સ્ટાગ્રામ એ આ વીડિયોને ડીલીટ કરી દીધો છે. 


અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે બધુ બરાબર નથી તે વાતની અફવા 12 જુલાઈથી શરૂ થઈ હતી. 12 જુલાઈ ના રોજ  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હતા. આ ફંકશનમાં બચ્ચન પરિવારના બધા જ સભ્યો એકસાથે જોવા મળ્યા પરંતુ આરાધ્યા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન સાથે નહીં અલગ આવ્યા હતા. બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યા અને આરાધ્યા ન હતી તેને લઈને બંનેના ડિવોર્સની ચર્ચાઓ વધી ગઈ.