Aishwarya Rai Bachchan: એક્ટર સાથે ઈંટીમેટ સીન કરવા શા માટે તૈયાર થઈ ઐશ્વર્યા ? કિસિંગ સીન પર કર્યો ખુલાસો
Aishwarya Rai Bachchan: છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે. આ ખબરો વચ્ચે એક વીડિયો પણ વાયરલ થયો છે. આ તમામ ખબરો વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચને તેના કરિયર અને ફિલ્મોમાં આપેલા ઈંટીમેટ સીન વિશે ચર્ચા કરી હતી.
Trending Photos
Aishwarya Rai Bachchan: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના ફિલ્મી સફર અને ઇન્ટીમેટ સીન અને લઈને ખુલીને વાત કરી હતી. એશ્વર્યા રાય બચ્ચનના ઇન્ટીમેટ સીનને લઈને સૌથી પહેલા હોબાળો ત્યારે મચ્યો હતો જ્યારે તેણે ફિલ્મ ધુમ 2 માં ઋત્વિક રોશન સાથે કિસિંગ સીન કર્યા હતા. ત્યાર પછી ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં રણબીર કપૂર સાથે પણ તેણે એન્ટીમેટ સીન કર્યા હતા. આ અંગે તાજેતરના ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાય બચ્ચને કેટલાક ખુલાસા કર્યા હતા.
એશ્વર્યાએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કેવી રીતે ઇન્ટિમેન્ટ સીન તેના જીવનને પ્રભાવિત કરે છે. તેને જણાવ્યું હતું કે જ્યારે પહેલી વખત ધૂમ 2 માં ઋત્વિક રોશન સાથે કિસિંગ સીન કરવો પડ્યો હતો ત્યારે તેને ખબર હતી કે આ સીનને લઈને વિવાદ થઈ શકે છે. આ સીનને લઈને તેને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. એશ્વર્યાને ખબર હતી કે આ સીન તેના માટે સંવેદનશીલ સાબિત થઈ શકે છે. પરંતુ ફિલ્મમાં તેનું જે પાત્ર હતું અને ફિલ્મની સ્ટોરીની જરૂરિયાત હતી તેને ધ્યાનમાં રાખીને તેણે ઇન્ટીમેટ સીન કરવાની હા કહી હતી.
ઇન્ટીમેટ સીનને લઈને પરિવાર અને સમાજનું રિએક્શન કેવું હતું તે અંગે એશ્વર્યાએ જણાવ્યું હતું કે, ભારતમાં ફિલ્મી કલાકારોના જીવનમાં પરિવાર અને સમાજનો સૌથી વધુ પ્રભાવ હોય છે. તેણે કહ્યું હતું કે લોકોની નજર હંમેશા તેમના પર હોય છે. તેથી તેણે પરિવાર અને દર્શકોની લાગણીનું હંમેશા ધ્યાન રાખવું પડે છે. કોઈપણ ઇન્ટીમેટ સીન કરતા પહેલા તે હંમેશા પરિવાર અને દર્શકો વિશે વિચારે છે.
એશ્વર્યા રાયે આગળ જણાવ્યું હતું કે એક કલાકાર તરીકે પણ તેમની જવાબદારી હોય છે તેથી તેના પાત્રને ન્યાય કરવા માટે કેટલીક વખત મુશ્કેલ કામ પણ કરવા પડે છે. કલાકાર તરીકે કલા પ્રત્યેની ઈમાનદારી જાળવી રાખવા માટે ઇન્ટીમેટ સીન પણ કરવા પડે છે. એશ્વર્યાએ એ વાત પણ સ્વીકારી કે ઇન્ટિમેન્ટ સીન કરવાની લઈને તેને આલોચનાનો સામનો પણ કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે