નવી દિલ્હી: અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachhan) તાજેતરમાં જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ છે, તે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં આરાધ્ય, બિગ બી અને પતિ અભિષેક બચ્ચન સાથે એડમિટ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઇના રોજ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachhan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachhan) કોરોના પોઝિટિવ હતા અને ત્યારબાદ તેમની વહૂ ઔશ્વર્યા રાય બચ્ચન પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. તેમની સારવાર નાણાવટે હોસ્પિટલમાં ચાલતી હતી. આખા દેશમાં બચ્ચન પરિવાર જલદી સ્વસ્થ્ય થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી. બચ્ચન પરિવારના ફેન્સ દિલથી આખા પરિવારની સલામતી માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે હવે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રજા મળ્યા બાદ પૂર્વ વિશ્વ સુંદરી ખૂબ જ ઇમોશનલ જોવા મળી રહી છે અને ઘર આવ્યા બાદ ઐશ્વર્યા રાયે પોતાના તમામ ફેન્સ શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો. અભિનેત્રીએ પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર પોતાના અને આરાધ્યના હાથની ધન્યવાદ કરતો ફોટો શેર કરતાં તમામ ફેન્સનો દિલથી આભાર વ્યક્ત કર્યો. 


ઐશ્વર્યા રાયે એ પણ લખ્યું કે આ દરમિયાન તે લોકો દ્વાર મળનાર આટલા પ્રેમ અને દુવાઓના લીધે હંમેશા માટે બધાની લેણદાર થઇ ગઇ છું. તેમણે લખ્યું કે તે હંમેશા શુભ મંગલની કામના કરે છે, એશએ બધાની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી, તેમણે બધાને સુરક્ષિત અને સ્વસ્થ્ય રહેવાની પ્રાર્થના કરી. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે એશ અને તેમની 8 વર્ષની પુત્રી આરાધ્યને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે.


જોકે અત્યારે બિગ બી અને અભિષેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો નથી, બંનેની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અભિષેક બચ્ચનને પણ સોમવારે ટ્વિટના માધ્યમથી એશ અને આરાધ્યને ડિસ્ચાર્જ થવાની જાણકારી આપી હતી, તેમણે જણાવ્યું કે એશ અને આરાધ્યને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે, બંને ઘરે જતા રહ્યા ચેહ જ્યારે હું અને મારા પિતા હજુ પણ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની દેખરેખમાં છે. 


તો ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યને ડિસ્ચાર્જ થતાં બિગ બીએ પણ પોતાની ભાવના વ્યક્ત કરી હતી. અમિતાભે લખ્યું હતું કે 'પોતાની નાની પૌત્રી અને વહૂને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ હું મારી આંખોના આંસુ રોકી શકતો નથી પ્રભુ તારી કૃપા પાર, અપરંપાર. હાલ ઐશ્વર્યા અને આરાધ્યા એક અઠવાડિયા માટે હોમ આઇસોલેશનમાં રહેશે. બચ્ચન પરિવારમાં જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર