નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કે કમેન્ટ કરી નહતી. તેણે પોતાનું શુટિંગ પણ અટકાવ્યું હતું. સોશિયલ મીડિયાથી અંતર જાળવી લીધુ હતું. પરંતુ હવે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ  કરી છે. જેના કારણે તે ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોલીસે અશ્લિલ ફિલ્મો બનાવવા અને તેને એપ્સ પર રિલીઝ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. કોર્ટે તેને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે. આજે ફરીથી રાજની કોર્ટમાં પેશી થવાની છે. 



શિલ્પાએ એક પુસ્તકની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. જેમાં તે James Thurber ની લાઈન્સ પર ફોકસ કરી રહી છે. અભિનેત્રીએ જે પોસ્ટ શેર કરી છે તેમા લખ્યું છે કે 'ગુસ્સામાં પાછળ અને ડરમાં આગળ ન જુઓ, પરંતુ જાગૃતતામાં ચારે બાજુ જુઓ. આગળ પોસ્ટમાં લખ્યુંછે કે આપણે ગુસ્સામાં લોકોની તરફ પાછળ વળીને જોઈએ છીએ, કે જેમણે આપણને ઈજા પહોંચાડી છે, જે ફસ્ટ્રેશન આપણે મહેસૂસ કરી છે, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું છે.' 


એક EMail થી Raj Kundra ના ડર્ટી પિક્ચર પ્રોજેક્ટ 'ખ્વાબ'નો થયો ખુલાસો, કેમેરા એંગલથી લઈને એક એક સીનની જાણકારી


વધુમાં લખ્યું છે કે 'આપણે આ ડરથી આગળ જોઈએ છીએ કે આપણે આપણી નોકરી ગુમાવી શકીએ છીએ, કોઈ બીમારી થઈ શકે છે કે પછી પોતાના લોકોના મોતનો ડર. આપણે અહીં યોગ્ય થવું પડશે. હાલ જે પણ થઈ ચૂક્યું છે અથવા તો થઈ શકતું હતું તેને લઈને બેચેન નથી થવાનું, તેના વિશે જાગૃતતા રાખવાની છે.'


પોસ્ટમાં  લખ્યું છે કે 'હું એક ઊંડા શ્વાસ લઉ છું, એ જાણતા કે હું લકી છું કે હું જીવિત છું. હું ભૂતકાળમાં પડકારોથી બચી છું, અને ભવિષ્યમાં પડકારોથી બચીશ. કોઈ પણ જરૂરિયાત મને આજે મારી જિંદગી જીવતા રોકી શકશે નહીં.'


અત્રે જણાવવાનું કે 23 જુલાઈના રોજ શિલ્પાની ફિલ્મ હંગામા 2 પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી અભિનેત્રી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે. મૂવીને પ્રિયદર્શને બનાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube