એક EMail થી Raj Kundra ના ડર્ટી પિક્ચર પ્રોજેક્ટ 'ખ્વાબ'નો થયો ખુલાસો, કેમેરા એંગલથી લઈને એક એક સીનની જાણકારી

સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રાજ કુન્દ્રાના અલગ અલગ કારનામા  સામે આવી રહ્યા છે.

એક EMail થી Raj Kundra ના ડર્ટી પિક્ચર પ્રોજેક્ટ 'ખ્વાબ'નો થયો ખુલાસો, કેમેરા એંગલથી લઈને એક એક સીનની જાણકારી

મુંબઈ: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રાજ કુન્દ્રાના અલગ અલગ કારનામા  સામે આવી રહ્યા છે. હવે એક ઈમેઈલથી રાજ કુન્દ્રાના ડર્ટી પિક્ચર પ્રોજેક્ટ ખ્વાબનો ખુલાસો થયો છે. જેના દ્વારા પોર્નની લાઈવ સ્ટ્રિમિંગનું પૂરું પ્લાનિંગ કરાયું હતું. આ માટે કાયદેસર રીતે સિનોપ્સિસ પણ તૈયાર કરાયો હતો અને આ સિનોપ્સિસમાં 10 મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. 

કેમેરાના એઁગલથી લઈને એક એક સીનની જાણકારી
14 ઓગસ્ટ 2020ના રોજ સાંજે 5:25 વાગે પારસ રાંધવા અને જ્યોતિ ઠાકુર નામના બે લોકોને ઈમેઈલ મોકલાયો છે. ઈમેઈલમાં Hotshot ના કન્ટેન્ટ હેડ તરફથી લખાયેલા વિવરણમાં પ્રોજેક્ટ ખ્વાબ અંગે વિગતવાર માહિતી અપાઈ છે. જેમાં શુટિંગ કેવી રીતે થશે, કેમેરા કયા એંગલથી હશે, જેનાથી લાઈવ સ્ટ્રિમિંગ  કરનારા આર્ટિસ્ટને વધુમાં વધુ જોઈ શકાય. OTT પ્લેટફોર્મના સબસ્ક્રાઈબરને વધારી શકાય. આ બધી જાણકારીઓ ઈમેઈલમાં અપાઈ છે. આ સાથે જ અભિનેત્રીને કઈ રીતે બોલ્ડ અને ન્યૂડ થવાનું છે તે પણ ઈમેઈલમાં જણાવવામાં આવ્યું છે. 

પ્રોજેક્ટને લઈને ઈમેઈલમાં મોકલાઈ જાણકારી
1. ફાઈનલ મૂવી MP4 માં રહેશે.
2 પોઈટ્રેટ પોસ્ટર અલગ અલગ સાઈઝના રહેશે.
3. સોશિયલ મીડિયા માટે અલગ બોલ્ડ પોસ્ટર પણ રહેશે. અને કેટલાક સામાન્ય પોસ્ટર રહેશે. 
4. લેન્ડસ્કેપ પોસ્ટર પણ રહેશે. 

ઈમેઈલમાં પ્રોજેક્ટ ખ્વાબ અંગે જાણકારી
- 15 સેકન્ડનું સામાન્ય ટીઝર રહેશે.
- એક 60 થી 90 સેકન્ડનું બોલ્ડ ટ્રેલર રહેશે. જે એપ પર નાખવામાં આવશે. 
- સોશિયલ મીડિયા માટે એક 60 થી 90 સેકન્ડનું નોન બોલ્ડ ટ્રેલર પણ રહેશે. 
- 2થી 3 મિનિટના નોન બોલ્ડ વીડિયો ગીત પણ દેખાડવામાં આવશે. 

એક વીડિયો માટે 3 લાખ રૂપિયા
ઈમેઈલમાં સિનોપ્સિસ બાદ પેમેન્ટનો પણ ઉલ્લેખ કરાયો છે. આગળ જણાવવામાં આવ્યું છે કે જો વીડિયોને Hotshot ડિજિટલ ટીમે પોતાની એપ મુજબ જણાયો તો તેને ખરીદી લેવાશે. તેના બદલામાં 3 લાખ રૂપિયા અપાશે. આ સાથે તેના તમામ રાઈટ્સ અને ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ પણ HotShot Digital પાસે રહેશે. જો વીડિયો સીનિયર ટીમને પસંદ નહીં આવે તો તેને તમે ગમે ત્યાં વેચવા માટે સ્વતંત્ર છો. 

HotShot ની ટીમે મોકલી હતી એક્ટ્રેસની પ્રોફાઈલ
ઈમેઈલના આગળના ભાગમાં જણાવવામાં આવ્યું છે કે શુટિંગ પહેલા ફીમેઈલ લીડની સમગ્ર પ્રોફાઈલ HotShot ટીમે મોકલવાની રહેશે. HotShot  ટીમના એપ્રુઅલ બાદ જ તમે શુટિંગ કરી શકશો. આ સાથે જણાવવામાં આવ્યું છે કે આર્ટિસ્ટની સોશિયલ મીડિયા પર સ્ટ્રોંગ પ્રેઝન્સ હોવી જોઈએ અને તે સ્વેચ્છાએ બોલ્ડ સીન (સામેથી ટોપલેસ અને ફૂલ બેક ન્યૂડ) કરી શકે. 

19 જુલાઈએ થઈ હતી રાજ કુન્દ્રાની ધરપકડ
સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં 19 જુલાઈના રોજ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને રાતે 9 વાગે કુન્દ્રા મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ભાઈખલા ઓફિસે પહોંચ્યો હતો. 2 કલાક પૂછપરછ ચાલી અને ત્યારબાદ રાતે 11 વાગે રાજ કુન્દ્રાની ધરપકડ કરાઈ.

23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં
ધરપકડ બાદ મુંબઈ પોલીસે 20 જુલાઈના રોજ રાજ કુન્દ્રાને કોર્ટમાં હાજર કર્યો હતો. જ્યાંથી કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ક્રાઈમ બ્રાન્ચ રાજ કુન્દ્રાને પૂછપરછ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news